SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ******* *** * * * ************* * * **** ***** ********** * પર્યાયનો અન્ન આવે, સિદ્ધપર્યાયની ઉત્પત્તિ થતાં આત્મા સિદ્ધાત્મા રૂપે અહીથી અસંખ્ય છે * કોટાનકોટી યોજન દૂર, લોક-સંસારને છેડે રહેલી સિદ્ધશિલાના ઉપરિતન ભાગે ઉત્પન્ન થઈ જ જાય છે. અને તેને સિદ્ધાત્મા ઉપરાંત મુક્તાત્મા, નિરંજન, નિરાકાર, વગેરે વિશેષણોને યોગ્ય જ બને છે. શાસ્ત્રોમાં શિવપ્રાપ્તિ બ્રહ્મપ્રાપ્તિ નિર્વાણપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ વગેરે શબ્દોના જે ઉલ્લેખો * આવે છે; તે શબ્દો બધા પર્યાયવાચક છે. સિદ્ધાત્મા થયો એટલે હવે ફરી તેને પુનર્જન્મ * કરવાપણું રહેતું નથી અર્થાત્ અજન્મા બની ગયો. જન્મ નથી એટલે જરા-મરણ નથી. એ નથી એટલે એને લગતો સંસાર નથી. સંસાર નથી એટલે આધિ-મનની પીડા, વ્યાધિ-શરીર પીડા, ઉપાધિ-બંનેની લગતી કે અન્ય વેદનાઓ, અશાંતિ, દુઃખ, અસંતોષ, હર્ષ-શોક–ખેદ ગ્લાનિ વગેરેનો લેશમાત્ર સંચાર નથી. નમસ્કાર સૂત્ર (-મંત્ર)ના બીજા પદમાં આ જ સિદ્ધોને નમસ્કાર કરેલો છે. અને તેઓ બીજા પરમેષ્ઠી તરીકેના સ્થાનને પામેલા છે. અલબત્ત સ્તુતિને પાત્ર તો પાંચેય પરમેષ્ઠિઓ છે. એમાં પણ અરિહંતો અને સિદ્ધો વિશેષ સ્તુતિપાત્ર છે. કારણકે ધર્મમાર્ગના આદ્ય પ્રકાશક અરિહંતો જ હોય છે. જગતને સુખ શાંતિ અને કલ્યાણનો માર્ગ બતાવનારા પણ એ જ છે. પ્રજાને સીધા ઉપકારક પણ એહી જ છે, એટલે સહુ કોઈ અરિહંતોની કે અરિહંતાવસ્થાની સ્તુતિઓ રચે તે સુયોગ્ય અને સ્વાભાવિક છે. એક માનવી સામાન્ય સ્થિતિમાંથી અરિહંત જેવા પરમાત્માની સ્થિતિએ કેવી રીતે પહોંચતો * હશે? એવી જિજ્ઞાસા સહેજે થાય. આ માટે શાસ્ત્રોક્ત કથનના આધારે તેમના જીવન વિકાસને અતિ ટૂંકમાં સમજી લઈએ. અખિલવિશ્વના પ્રાણીમાત્રમાંથી કેટલાક આત્માઓ એવા વિશિષ્ટકોટિના હોય છે કે, તેઓ * પરમાત્મા સ્થિતિએ પહોંચવા માટેની યોગ્યતા ધરાવતા હોય છે. એવા આત્માઓ જડ કે ચેતનનું કંઈને કંઈ નિમિત્ત મળતાં પોતાનો આત્મવિકાસ સાધતા જાય છે. અન્ય જન્મો કરતાં માનવજન્મોમાં તે વિકાસની ગતિ ખૂબ જ ઝડપી હોય છે. તે વખતે એ આત્માઓમાં મેત્રાદિ ભાવનાઓનો ઉદ્ગમ થાય છે. અને ઉત્તરોત્તર એ ભાવનામાં પ્રચણ્ડ વેગ આવે છે. અને એક જન્મમાં એમની મૈત્રીભાવના પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તેમના આત્માને સાગર કરતાં વિશાળ મૈત્રીભાવ જન્મે છે. “ઉગાત્મવત સર્વભૂતેષુ સુવહુ પ્રિયા પ્રિવે” ની જેમ વિશ્વના સમગ્ર + આત્માઓને આત્મતુલ્ય સમજે છે. એઓના સુખદુઃખને પોતાનાં જ કરીને માને છે. તેઓને એમ થાય છે કે “જન્મમરણાદિકના અનેક દુઃખોથી ખદબદી રહેલાં દુઃખી અને અશરણ બનેલાં આ જગતને, હું ભોગવવાં પડતાં દુઃખોથી મુક્ત કરી સુખના માર્ગે પહોંચાડું! એવું શક્તિબળ હું ક્યારે મેળવી શકીશ? આવો આંતરસૃષ્ટિ ઉપર નાયગરાના ધોધથી અનેક ગુણો જોરદાર અને વાયુથી પણ વધુ વેગીલો વહી રહેલો ભાવનાનો મહાસ્રોત પરમાત્મદશા પ્રાપ્ત કરી શકાય તેવી સ્થિતિ નિર્માણ કરે છે. આ સ્થિતિ નિર્માણ કરનારો જન્મ એ પરમાત્મા * **************** * * *** ** * **** ૧. માત્મવત સર્વભૂતેષુ યઃ પશ્યતિ પચ્ચત છાંદોગ્ય ઉપનિષત્ નું આ વાક્ય અપેક્ષા ન સમજે તો અનર્થકારક * બની જાય, તેમ લાગવાથી શ્રી હેમચંદ્રાચાર્યજીએ ઉત્તરવાક્ય સુધારીને સુવહુ ક્ષેત્ર પર મુકીને નિઃસંદેહ બનાવી દીધું છે. ***** ********************ી [ ૨૧૭] :************** * **
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy