SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ * ************* ***** ** *** * * *** ******* ********* **ઋ* **** * પ્રશસ્તિમાં કાશી ભણવા ગયાની વાતનો ઉલ્લેખ કર્યો છે. આવી આવી વિવિધ વિશેષતાઓ * પ્રસંગ પ્રસંગે દર્શાવી છે. $ ૯. અંતિમ શ્લોકમાં આવતાં દેવ-દેવી અંગે– વિશિષ્ટ પ્રકારની અભુત શક્તિ અને બળને ધારણ કરનારા હોય તેને દેવો તથા દેવીઓ કહેવામાં આવે છે. આવામાં જેઓ સમ્યષ્ટિ ધરાવનારા હોય તે તીર્થકર દેવોના ભક્ત તરીકે પોતાને ગણે છે, અને તેમની સેવામાં તત્પર રહે છે, અને પોતાનું કલ્યાણ કરે છે. તીર્થકરના જ તે તે ભક્ત દેવ-દેવીઓ પોતાના ઇષ્ટ એવા તીર્થકરના ઉપાસક ભક્તોને સુખદુઃખમાં સહાયક - પણ બને છે. એમાં ૨૪ તીર્થકરની વૈયાવચ્ચ કરનારા જે દેવ-દેવીઓ છે, તેઓને યક્ષ-યક્ષિણીના નામથી ઓળખાવાય છે. અને આ જાતિ પાતાલલોકવર્તી દેવોની છે. દરેક તીર્થકરના યક્ષયક્ષિણી નિયત થયેલા છે. જૈન ગ્રન્થોમાં એની સ્પષ્ટ નોંધ લેવામાં આવી છે. અને એનું રચનાત્મક દર્શન જૈન મંદિરોમાં તથા જૈન મૂર્તિઓને પરિકરોમાં જોવા મળે છે. કારણ કે એમાં યક્ષ-યક્ષિણી મૂકવાની પ્રથા સેંકડો વરસથી ચાલી આવી છે. પણ એક વાત બીજી ખાસ જાણવા * જેવી એ છે કે “જે નામના તીર્થકર હોય તે નામ સાથે નિશ્ચિત થયેલા જ યક્ષ-યક્ષિણી છે શિ પધરાવવા જોઈએ એવો નિયમ આજે જે રીતે રૂઢ થયેલો છે તેવો પ્રાચીનકાળમાં ન હતો. * જ એમ પ્રાચીન મૂર્તિશિલ્પો જોતાં સ્પષ્ટ જણાયું છે. એટલે કે વર્તમાન ચોવીશીના તીર્થકર ગમે ત્રેિ તે હોય પણ દેવી તરીકે તો પ્રધાન સ્થાન (પ્રાય:) અંબિકાને મળ્યું છે. આથી એમ લાગે છે મેં કે પ્રાચીનકાળમાં જૈનસંઘની રક્ષિકા તરીકે જૈનસંઘે અંબાજીને જ સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરી છે ન હોવી જોઈએ. અને તેથી પ્રસ્તુત પ્રથાનો સમાદર થયેલો હોવો જોઈએ, અને યક્ષ તરીકે ગજવાહનવાળો (-પણ હજી સુધી ચોક્કસ રીતે નહીં ઓળખાએલો ) દેવ-કંડારવામાં આવતો * હતો. વિદ્યમાન સંખ્યાબંધ પાષાણ-ધાતુશિલ્પો એનાં સાક્ષી છે. જેને કેટલાક વિદ્વાનો સર્વાનુભૂતિ છે તરીકે કહ્યું છે. આ વાત તો થઈ જાણે શિલ્પ રચનાનાં ધોરણની, પણ કાવ્યરચનાનું ધોરણ શું હતું? જોઈએ. કાવ્ય રચનાઓમાં એકંદરે જોઈએ તો એમાં એકસરખું ધોરણ જળવાયું નથી. એમાં સ્તુતિચોવીશી'ને અનુલક્ષીને જ વિચારીએ તો અઢારમા સૈકા સુધીમાં વર્તમાનનું મુકરર થયેલું *************************** *** * **** *************** ****************** ૧. પૃષ્ઠ ૧૭, ૫. ૨૩. અભિધાન ચિન્તામણિ કોષમાં ૨૪ યક્ષિણીઓનાં નામો નીચે મુજબ જણાવ્યાં છે. चक्रेश्वर्यजितबला, दुरितारिश्च कालिका। महाकाली श्यामा शान्ता, भृकुटिश्च सुतारका ॥४४॥ अशोका मानवी चण्डा, विदिता चाकुशा तथा। कन्दर्पा निर्वाणी वला, धारिणी धरणप्रिया॥४५।। नरदत्ताऽथ गान्धार्यम्बिका पद्मावती तथा। सिद्धायिका चेति जैन्यः, कमाच्छासनदेवताः।।४६।। (हैमकोष का०) અર્જનોમાં અંબામાતા વધુ તો “માતાજી'ના નામથી હજારો સ્થળે લાખો લોકો પૂજે છે અને નવરાત્રમાં ગુજરાત અને બંગાલમાં મોટા ઉત્સવો ઉજવાય છે. તે અમ્બિકા આ જ ગણવી ખરી? ****** ********* *********** * **** [ ૨૧૪ | k******************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy