SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ++++ ***************************** * *********** વ્યક્તિઓનો સંગ ન કરજો,’–સાથે સાથે તેઓશ્રીએ પણ જણાવ્યું છે કે–આ વાત હું નથી કહેતો * * પણ પરમ ઉપકારી મહર્ષિઓ કહે છે. – કેટલાકના મનમાં એવો પ્રશ્ન ઉઠે કે મારા પોતાના કર્મની હાનિ-વૃદ્ધિમાં મારો પોતાનો જ પુરુષાર્થ કારગત નીવડે, નહિ કે બીજાનો. જો એમ જ છે તો પછી સ્વર્ગના દેવતાઓનું સ્તુતિ-સ્મરણ કરવાની જરૂર શી? બીજાઓના મનમાં ઉઠતા પ્રશ્નને ખુદ ઉપાધ્યાયજીએ જ વાચા આપીને સમાધાન કર્યું +++++++++++++++++ "વસ્તુતઃ અજ્ઞાનતાના વિનાશમાં જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય-ક્ષયોપશમ કારણ છે. એમ છતાં સ્વર્ગનાં દેવોની કૃપા પણ ક્ષયોપશમમાં કારણ બની શકે છે. ક્ષયોપશમભાવની પ્રાપ્તિમાં દ્રવ્યાદિક પાંચેયને કારણ તરીકે જણાવ્યા છે, એમાં દેવતાપ્રસાદ ભાવકારણમાં અન્તર્ગત ગણ્યો છે.” વળી કોઈને એવી શંકા થાય કે, જ્ઞાન ભણવાથી કંઈ સુખ થોડું મળવાનું છે? ઉપાધ્યાયજી કહે છે કે, હા ભાઈ હા! જરૂર મળે છે. કારણ કે જેને વિશ્વના પદાર્થોને તાત્ત્વિક દૃષ્ટિએ જાણ્યા છે, તે આત્મા હંમેશા શુભ પ્રવૃત્તિ કરતો હોય છે, અને શુભમાંથી સુખનો જ જન્મ થાય છે, દુ:ખનો નહિ જ. કેટલાંક સ્વાનુભવ સ્પર્શિત મહત્વના વિધાનો કરતાં જણાવે છે કે – –અહિંસકવિધિના જ્ઞાતાઓમાં સૈદ્ધાત્તિક જ્ઞાનનો ઉત્કર્ષ જોવા મળે છે. -અવિનયથી કરેલું પૂજન પરમાર્થથી અપૂજન જ છે. -માનસિક વેદનાઓથી પીડાતા જીવોને શ્રુતજ્ઞાન ઉપકારી થતું નથી. વળી એક સ્થળે ઉપાધ્યાયજી એમ પણ કહે છે કે –જૈન સિદ્ધાન્ત એ તો મહાનિધાન કલ્પ છે, અને એનું ગ્રહણ યોગ્યાધિકારી જ કરી શકે, અનધિકારીના હાથમાં જાય તો તેથી ગેરલાભ થાય, એમ કહીને સિદ્ધાન્ત વાંચન માટે યોગોહન કરીને અધિકારી બનવાનો નિર્દેશ કર્યો છે. –સાંસારિક સુખની લિપ્સાથી થતું પૂજન એ પરમાર્થથી અપૂજન જ છે. -સાધુઓએ પોતાની તમામ પ્રવૃત્તિ, ગુરુની આજ્ઞા લઈને જ કરવી જોઈએ. –એ૯ એ સરસ્વતીદેવીનો બીજમંત્ર છે. –સરસ્વતીની સાધના દ્વારા વરદાન પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. +++++++++++ ++++++++++++++++++++++++++ * ૪ * * સ્તુતિ ૧/૪ ૪. સ્તુતિ ૬ શ્લોક ૩ ૭. સ્તુતિ ૨૧ શ્લોક ૨ ૧૦. સ્તુતિ ર૪ શ્લોક ૪ * ૨. સ્તુતિ ૩-૨ ૫. સ્તુતિ ૭ શ્લોક ૩ ૮. સ્તુતિ ૨૨ શ્લોક ૩ . પૃષ્ઠ. ૪૫. * [ ૨૧૩] k ૩. સ્તુતિ ૫ શ્લોક ૩ ૬. સ્તુતિ ૨૦ શ્લોક ૩ ૯. સ્તુતિ ૨૪ શ્લોક ૪ * ત્ર
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy