SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ મિ દ્વારા એનું નવનીત જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓ માટે સુલભ બનાવવું એ એમને માટે સાવ છે છે. સહેલી વાત હતી. આ વસ્તુ જ એ બતાવે છે કે તેઓ કેટલા અપ્રમત્ત તથા જ્ઞાન અને ક્રિયાના આરાધનમાં કેટલા જાગૃત હતા. આત્માની સતત જાગૃતિ વગર આવી મેઘા અને આવી છે જીવનશુદ્ધિ શક્ય જ ન બને. એમ કહી શકીએ કે મહોપાધ્યાયજી મહારાજ આત્મજાગૃતિના છેએક જીવંત આદર્શ હતા. છે આગમોના તો ઉંડા મર્મજ્ઞ હતા જ. સાથે સાથે નવ્ય ન્યાય સહિત જૈન અને જૈનેતર દર્શનોના પણ સમર્થ જ્ઞાતા હતા, અને પોતાની જ્ઞાન-પિપાસાને સંતોષવા તેઓએ છેક વિદ્યાધામ કાશી સુધી વિહાર કર્યો હતો, અને ત્યાં વર્ષો સુધી ઉંડી જ્ઞાનોપાસના કરીને બ્રાહ્મણ વિદ્વાનોનાં છે આદર અને પ્રીતિ સંપાદન કર્યા હતા. પણ અમુક વિષયોનું સર્વસ્પર્શી જ્ઞાન મેળવવું એ એક વાત છે, અને શાસ્ત્રીય તાત્ત્વિક કે દાર્શનિક વિષયોને લઈને સંસ્કૃત કે પ્રાકૃત જેવી ભાષાઓમાં છે સર્જન કરવું એ સાવ જુદી વાત છે. પાંડિત્યની સાથોસાથ સાહિત્ય સર્જનની વિરલ પ્રતિભાનું છે વરદાન મળ્યું હોય તો જ આ બની શકે. મહોપાધ્યાયજી મહારાજની વિવિધ વિષયોને સ્પર્શતી છે. અસંખ્ય નાની મોટી કૃતિઓનું અવલોકન કર્યા પછી કોઇને પણ એમ લાગ્યા વગર નહીં રહે છે છે કે તેઓ આવી વિરલ સર્જનપ્રતિભાના સ્વામી હતા અને એમની એ પ્રતિભાના લીધે તેઓશ્રીનું છે. નામ અમર અને ચિરસ્મરણીય બની ગયું છે. અને એમની આવી અસાધારણ પ્રતિભાનો લાભ કેવળ સંસ્કૃત કે પ્રાકૃત ભાષાઓની છે કૃતિઓ દ્વારા વિદ્વાનોને મલ્યો છે એમ નહીં, પણ લોકભાષા (ગુજરાતી-રાજસ્થાની) માં છે. સંખ્યાબંધ ગદ્ય અને પદ્યાત્મક હૃદયંગમ કૃતિઓનું સર્જન કરીને સામાન્ય જનસમૂહ ઉપર પણ છે એમણે જે ઉપકાર કર્યો છે તે પણ કદિ વીસરી શકાય એવો નથી. એમની આ લોકભાષાની છે રચનાઓ જોતાં એ વાત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે, દરેકે દરેક વિષયના જ્ઞાનને એમણે છે છેકેટલી અદ્ભુત રીતે પચાવી લીધું હતું. જે વિદ્વાનો કે વિચારકો હજી પણ એમ માનતા હોય છે છે કે અમુક વિષય તો અમુક ભાષા (સંસ્કૃત પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષા) માં જ યથાર્થ રીતે છે નિરૂપી શકાય, તેઓને મહોપાધ્યાયજીની કૃતિઓ જાણે એલાન આપે છે કે જો કોઈ પણ વિષય છે. બુદ્ધિમાં રમમાણ થઈ ગયો હોય તો એના નિરૂપણ માટે ભાષા તો આપ મેળે ચાલી આવે છે; પછી એને આ કે તે ભાષાનું કોઈ બંધન નડતું નથી. વળી એમ પણ લાગે છે કે, મહોપાધ્યાયજીનો સાહિત્ય સર્જનનો વેગ અદમ્ય હતો. એકવાર એક વિષયનું નિરૂપણ અંતરમાં સાકાર થયું એટલે પછી એ વેગીલી કલમ દ્વારા છે. ભાષાને આકાર ધરીને જ રહેતું એવે વખતે પછી તેઓ ન તો લહિયાની રાહ જોવા થોભતા છે કે ન તો લેખન સામગ્રીના સારા-ખોટાપણામાં કાળક્ષેપ કરતા. પછી તો કોઈ લહિયો મળ્યો છે. તો ઠીક, નહીં તો સ્વયં કાગળ કલમ અને સ્યાહી લઈને લખવા બેસી જતા અને પોતાના છે. અંતરમાં ઘૂઘવાતા જ્ઞાનના પૂરને ગ્રન્થસ્થ કર્યા પછી જ સંતોષ પામતા, પર્વતમાં ઊભરાતાં મેઘનાં જળ કદિ કોઈથી ખાળ્યાં ખળાયાં છે ખરા! એ તો પૂર કે મહાપૂર રૂપે નદીમાં કે આ છેમહાનદીમાં વહી નીકળે ત્યારે જ શાંત થાય છે. એકવાર એક ગ્રંથ રચવાનો વિચાર આવ્યો વષ્ટિફિઝિઝિટિવિટિઝ વિઝિબ્રિષ્ટિવિટિષ્ટિ [ ૨૦૨] ઉક્ટિવૃષ્ટિવિટિકિટવિટિ વધુ છે શિક્ષકશકશ શિથિલ થવી જેવી વિશિષ્ટ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy