SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કાકા કાકા NRGs + inanimatanamamis amisaamvasna same as an in a new window ન ચરિત્રોમાં તે જોવા મળે છે. એ પછી તે ઐતિહાસિક પ્રબંધોમાં સંગ્રહીત થયેલી જોવા મળે છે છે છે. અર્વાચીન કાળમાં પ્રવાસગ્રંથ તરીકે જો કોઈનો ઉલ્લેખ કરવો હોય તો, ઐતિહાસિક પદ્યમય રાસમાળાઓનો કરી શકાય. આ રાસમાળા એટલે જૈન સાધુઓની ભારતયાત્રા, પછી તે પૂર્ણ કે ભારતની હોય કે અપૂર્ણ ભારતની. આ રાસમાળાને યાત્રાની વ્યવસ્થિત નોંધ-ડાયરી કહી શકાય. આની અંદર જૈન શ્રમણોએ ભારતના વિશાળ પ્રદેશમાં પગપાળા જ્યાં જ્યાં વિહાર કર્યો છે અને એ વિહાર દરમિયાન રસ્તાઓમાં, જંગલોમાં કે શહેરોમાં પોતપોતાની દૃષ્ટિએ જે વસ્તુ કર નોંધવા લાયક લાગી, તે તેમણે નોંધી. અલબત્ત, આવી નોંધો એકંદરે જોઈએ તો પ્રમાણમાં ફી અતિ અલ્પ અને છીછરી છે. પરંતુ તેની અંદર કેવળ જૈન પ્રજા, જૈન ધર્મ, જૈન સંસ્કૃતિ કે જૈન સ્થાપત્યને જ લગતી હકીકત નથી. અલબત્ત યાત્રિકો તરીકે જૈન શ્રમણો હોવાથી અને જેન સાધુ બહુધા તીર્થયાત્રાની દૃષ્ટિએ જ વિહરતો હોવાથી મુખ્યત્વે વર્ણન તે અંગેનું હોય તે સ્વાભાવિક છે. પણ સાથે સાથે જૈન સાધુની ઉદાર અને ઐતિહાસિક દષ્ટિ અર્જનોની કે તેમને આ લગતાં સ્થાનકોની ઉડતી નોંધ લીધા સિવાય રહી શકી નથી અને એથી તેમાં વિવિધરંગી અને વિવિધલક્ષી ઉપયોગી માહિતીઓ પણ સંગ્રહીત થવા પામી છે એ હકીકત છે. વર્તમાન સમયમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સાધુઓના યાત્રા-પ્રવાસનાં વર્ણનોનાં પુસ્તકો ઠીક ઠીક પ્રગટ થતાં રહ્યાં છે. તેમાં આજે ભુવનવિહાર દર્પણ નામના ગ્રન્થનો ઉમેરો થાય કરે છે. આ ગ્રંથનું નામ જ વિહાર કરનાર વ્યક્તિની ઓળખ આપી દે છે. હું શાંતમૂર્તિ, સંયમશીલ, મુનિવર શ્રીમાનું ભુવનવિજયજી મહારાજે કરેલા વિહારની વિવિધ આ હકીકતો અને ઘટનાઓનું આમાં દર્શન કરાવવામાં આવ્યું છે. આ હકીકતોને વ્યવસ્થિત રીતિએ રોચક ભાષામાં મૂકવાનું કાર્ય જાણીતા શતાવધાની, સિદ્ધહસ્ત, યશસ્વી લેખક પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે કર્યું છે. છે. જૈન મુનિઓનો લોકકલ્યાણમાં અપૂર્વ ફાળો : ક ASAR કે જેને મુનિઓના પગપાળા વિહારો લોકકલ્યાણમાં કેવો ફાળો આપે છે? જ્ઞાન-વિજ્ઞાનથી હા સભર, નિઃસ્વાર્થ કરુણા અને વાત્સલ્યભાવથી ઓપતા જૈન મુનિઓના ઉપદેશો માનવહૃદયોના સુષુપ્ત ભાવોને જગાડવામાં કેવી ચમત્કારિક અસરો નિપજાવે છે? સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત થયેલા, અનેકવિધ વેદના અને વિટંબનાઓથી જલતા આત્માઓને ક્ષમાપ્રધાન મુનિવરો છેપોતાની મિષ્ટ અને મધુર વાણીનાં વારિથી કેવી રીતે શીતલતા આપે છે? સંયમી જીવનની સુવાસથી પવિત્ર બનેલી જૈન મુનિઓની પવિત્ર પ્રેરણા સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્રાદિ સદ્ગુણોને પ્રગટાવવામાં, પ્રગટ્યા હોય તો પોષવામાં, એટલું જ નહિ પણ એ સગુણોને પ્રગટાવનારાં અને પોષણ આપવાવાળાં સાધનોને જન્મ આપવામાં કેવો સચોટ અને કે અસરકારક ભાગ ભજવે છે? શાંત-પ્રશાંત, તપસ્વી, ત્યાગી, વૈરાગી જૈન મુનિઓનાં ચાતુર્માસો . જેન સંઘના સાતેય ક્ષેત્રોને કેવી રીતે નવપલ્લવિત અને પુષ્મિત બનાવે છે? તેનો આછો ખ્યાલ છે પર આ પુસ્તકનું અવલોકન કરનારને આવ્યા વિના રહેશે નહિ. કે RoR Ni Rani ssssssssser== aakasan aiaaaaaa
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy