SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રચાર માટે તો એટલી અને એવી અનુકૂળ છે કે, જો જૈન સંસ્કૃતિના પ્રચાર અને પ્રકાશ માટે, અને છે. વિવિધ પ્રકારે હરણફાળ ભરવામાં આવે તો જૈન સંસ્કૃતિનો પ્રવાહ વિશ્વભરમાં વહેતો કરી શકે શકાય અને એ પ્રવાહમાં અનેક આત્માઓ ડૂબકી મારીને પાવન બની શકે! પણ અફસોસની વાતો વાત એ છે કે વર્તમાન કલહ-કંકાસમાં અટવાઈ ગયેલા જૈનસંઘના સુત્રધારોને પ્રચારનું મુલ્ય છે સમજાયું જ નથી. અને જેઓને સમજાયું હશે તેઓ સક્રિય પ્રયત્નશીલ નથી. પરિણામે તે વર્તમાનની સાનુકૂળ પરિસ્થિતિનો સર્વાગી લાભ શ્રીસંઘ ઉઠાવી શકતો નથી એ બીના જેટલી છે. ખેદજનક છે તેટલી જ દુઃખદ છે. આ દુઃખદ પરિસ્થિતિનો જલદી અંત લાવવો જોઈએ! આટલી વાત તો પ્રાસંગિક હૈયે હતી, તેમાંથી થોડીક હોઠે આવી અને કલમે અહીં ટપકાવી. હવે મૂળ મુદ્દા ઉપર આવું. આ પુસ્તક પ્રકાશક સંસ્થાના સૂત્રધારોને, વર્તમાન સમયમાં જાહેર પ્રજાને પોતાના સમૃદ્ધ વારસાનાં દર્શન કરાવવાની અને જૈનધર્મની સેવામાં પોતાનો યત્કિંચિત ફાળો નોંધાવવાની, જૈન છે. સંસ્કૃતિ અને સાહિત્યની પ્રૌઢતા, પ્રખરતા અને ગંભીરતા જોવાની ભાવના પ્રગટી અને જાણીતા છે સુરત નિવાસી, અનેક કૃતિઓના સંશોધક, સંપાદક અને અનુવાદક, વિદ્વાન લેખક શ્રીયુત્ છે હીરાલાલ રસિકલાલ કાપડિયાને મળવાનું થયું ત્યારે તેઓએ પોતાના પ્રકાશિત પ્રાકૃત ભાષાના આ ઇતિહાસની જેમ, જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ લખવાની પ્રેરણા કરી, અને પોતાની પાસે છે તેની કાચી સામગ્રી સારા પ્રમાણમાં હોવાનું પણ જણાવ્યું. અર્થાત્ આ વિષયમાં તેમણે ઘણી છે છે. સારી તૈયારી બતાવી. પૂજ્ય ગુરુદેવો અને સંસ્થાના કાર્યકરોને આ વાત કરતાં, પ્રસ્તુત વાતને . તેઓએ સહર્ષ વધાવી લીધી. પછી શ્રી કાપડિયા સાથે, તેની રૂપરેખા, કાર્યમર્યાદા અને હું ગ્રંથમર્યાદા નક્કી થઈ. પછી એમણે કાર્ય શરૂ કર્યું. રૂપરેખા તો ઠીક જળવાઈ, પણ બાકીની મર્યાદાઓ જળવાઈ ન શકી. ગ્રન્થમર્યાદા તો ત્રિગુણાધિક થઈ ગઈ, જેથી ત્રણ ખંડો પાડવાનું . નક્કી થયું, અને પરિણામે સંસ્થા આજે તેનો પહેલો ભાગ જ પ્રસિદ્ધ કરી રહી છે. આ પ્રકાશન દ્વારા જૈન સંસ્કૃત સાહિત્યની વિશાળતાનો અને તેની અનેકવિધ ખૂબીઓનો અર્થાત્ જૈન છે વિદ્વાનોએ વિદ્યા-કલા અને સાહિત્યના કેટકેટલાં ક્ષેત્ર ઉપર કલમ ચલાવી છે તેનો ખ્યાલ મળશે, અને ઘણા બ્રમો, અધૂરા ખ્યાલો દૂર થશે અને વળી આ પ્રકાશનથી જૈન-જૈનેતર વિદ્વાન વાચકોને પ્રચૂર માહિતીઓ અને અનુભવો પણ મળશે. આશા છે કે જૈન-અર્જન જનતા આવા જ ઉપયોગી પ્રયત્નનો જરૂર સમાદર કરશે. આ ગ્રન્થમાં ઉઠાવેલા પ્રબલ પરિશ્રમ અંગે વિદ્વાન લેખક શ્રી કાપડિયાને સહર્ષ ધન્યવાદ આપું છું, અને તેમની જૈન સાહિત્યની શેષ સેવાઓનું વિધવિધ રીતે દર્શન કરાવવાની તેમની આ અખૂટ ભાવના સફળ બને એવી શુભેચ્છા સેવું છું. આટલું લખ્યા બાદ એક વાતનું સંસૂચન કરવાનું ઉચિત સમજું છું. તે એ કે– ઇતિહાસ-સાહિત્ય વગેરે એવી ચીજ છે કે, એમાં પૂરેપૂરા નિર્ણયો લેવાયા જ છે એવું છે હું નથી હોતું. જે હોય છે તેમાં કેટલાંક એવા પણ હોય છે કે જે સંપૂર્ણ રીતે સાચા ન પણ છે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy