SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ યથાશક્ય સ્થળે ટીકાગત શ્લોકો તથા મહત્વની સાક્ષીભૂત પંક્તિઓનાં મૂલસ્થાનો તરીકે તે છે. તે ગ્રન્થનો ઉલ્લેખ. ૧૩ આ ગ્રન્થ વ્યાખ્યાનનો હોવાથી ફક્ત જરૂરી સ્થળે જ આપેલાં પાઠાંતરો. ક ૧૪ પ્રાયઃ આજ સુધીના તમામ સંસ્કરણોમાં ગ્રહો વગેરેનાં કેટલાંક નામો અવ્યવસ્થિત અશુદ્ધ અને અસંબદ્ધ છપાયેલાં, તે આમાં સુધારી વ્યવસ્થિત રીતે આપવામાં આવ્યાં છે. તે ઉપરાંત ચાલી આવતી ગતાનુગતિક ક્ષતિઓ પણ, જે જે નજરમાં આવી છે તે પરિમાર્જિત કરી છે. ૧૫ કેટલાક પારિભાષિક અને ગૂઢાર્થક શબ્દોનાં ટીપ્પણ દ્વારા સુંદર સ્પષ્ટીકરણો તથા મતાંતરોના કેટલાક ઉલ્લેખો. ૧૬ સ્થવિરાવલિના અન્ને કેટલાક પ્રાકૃત શ્લોકો સાથે આપેલી સંસ્કૃત છાયા તેમજ છેલ્લા બને વ્યાખ્યાનોમાં યથાશક્ય આપેલાં સૂત્રાંકો. ૧૭ ચોવીશે તીર્થકરોને લગતી ૩૬ પ્રકારની હકીકતોનો સુંદર ખ્યાલ આપતું પરિશિષ્ટ નં. ૧ ૧૮ આંખે ઉડીને વળગે તેવાં દર્શનીય ૧, ૧૬, ૨૨, ૨૩, અને ૨૪, એ પાંચ તીર્થકરો, સરસ્વતી આદિ સૂરિમંત્રાધિષ્ઠાયકો સહિત શ્રીગૌતમસ્વામીજી એમ ૬ ત્રિરંગી ચિત્રોથી પ્રકાશનની વધેલી સુશોભિતતા. આ પ્રમાણે લગભગ ૫૧ ફોર્મ-૬૧૨ પૃષ્ઠની આ સમૃદ્ર પ્રતિમાં ઉપરોક્ત નાની-મોટી અનેક વિશિષ્ટતાઓ જોવા મલશે; એ જોતાં આ આવૃત્તિનું પ્રકાશન જરૂર આદરપાત્ર થશે, તેમાં પર શંકા નથી. આમ છતાં જે બાબતોને મેં અતિ મહત્વની માની હતી તે, લખવામાં સમય લાગે તેમ ન હોવાથી અને બીજી બાજુ અર્થસહાયક શ્રેષ્ઠીને આ પ્રકાશન શીધ્રાતિશીધ્ર બહાર પડી જાય તેવી ( તીવ્રચ્છા હોવાથી બંને બાબતો દાખલ થઈ શકી નથી તેટલો ખેદ છે, તેમાંની પ્રથમ બાબત એ હતી કે-શ્રી કલ્પસૂત્ર ઉપર અદ્યાવધિ લખાયેલાં તેમજ પ્રગટ થયેલાં તે જુદી જુદી ભાષાનાં સચિત્ર-અચિત્ર, મુદ્રિત-અમુદ્રિત તમામ સાહિત્યને નજર સમક્ષ રાખી, તે પર અંગેનો સળંગ ઈતિહાસ આપવો. જેમાં ભાષા-ટીકાદિ અંગે તેમજ તેમાં આવતી હકીકબેની ધાર્મિક, આ માં ઐતિહાસિક, સાહિત્યિક, સામાજિક અને વૈજ્ઞાનિક આદિ અનેક દષ્ટિએ વિચારણા કરવીg, કલ્પસૂત્ર શ્લોકસંખ્યા વિચાર, સુબોધિકાનો વિશેષ પ્રચાર કેમ થયો. મૂલકાર-ઉદ્ભૂતકાર કર અને ટીકાકારનાં જીવન ચિત્રણો. જૈન સંઘમાં શ્રીકલ્પસૂત્રનું શું સ્થાન? તેનાં સામુદાયિક વાંચનના શા લાભો? પ્રતિસાલ B થતાં એના એ જ વાંચનની શી ઉપયોગિતા? કલ્પસૂત્રનાં લાંબાં વ્યાખ્યાનો માટે આધુનિક એ જમાનાની કેટલીક વ્યક્તિઓ તરફથી થતા ગણગણાટ અંગે તટસ્થ રીતે વિચારણા. તેમજ પર ટીકામાં આવતી, આધુનિક યુગના કેટલાક વર્ગને નીરસ લાગતી સ્વપ્નો અને ગોશાલાદિકની વધુ પડતી લંબાણ હકીકતો અંગે સર્વાગી વિચારણા. બીજી બાબત એ હતી કે-તીર્થકર દેવોનાં અતિશયાદિ તેમજ યોજનાદિક પ્રમાણ વગેરે છે Pages :SEE Bankinawaiaaaaaaaaaa
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy