SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત 20 - કલ્પસૂત્ર સુબોધિકા ટીકાતી પ્રસ્તાવના CAN - વિ. સં. ૨૦૧૦ ઇ.સદ્. ૧૯૫૪ दर्भावतीमण्डन-श्रीलोढणपार्श्वनाथाय नमः॥ संपादकीय निवेदन . 3AARAી HR SAR પરમપવિત્ર, મહામંગલકારી, સકલશાસ્ત્રશિરોમણિ શ્રીકલ્પસૂત્ર-સુબોધિકા ટીકાનાં પ્રકાશન પ્રસંગે મારું કિંચિત્ વક્તવ્ય અને આ પ્રકાશન અંગેની થોડીક વિશિષ્ટતાઓ વગેરે બાબતોનો થોડો નિર્દેશ કરું તો તે અસ્થાને નહીં ગણાય. જ્યારથી પ્રતિસાલ કલ્પસૂત્ર વાંચવાના અને અન્ય મુનિવરોને વંચાવવાના પ્રસંગો ઊભા થયા ત્યારથી મારી દૃષ્ટિએ મને લાગેલું કે મુદ્રણકાર્યમાં કંઈક અભિનવતા આવે અને કઠિન શબ્દોના અર્થોનું જરૂરી સ્થળોની હકીકતોનું સ્પષ્ટીકરણ થાય તો; આ સૂત્રનું અધ્યયન-અધ્યાપન કરનાર-કરાવનાર મુનિવરોને વધુ ઉપકારક નીવડે. વિ. સં. ૨૦૦૬ની સાલને અને વર્ષોથી ભંડારેલી ભાવનાને સફળ કરવાની પુણ્યતિક મળી. શ્રેષ્ઠિવર્ય, ધર્મશ્રદ્ધાળુ, પુણ્યાત્મા હરિદાસભાઈને અને બાઈ ચતુરાબાઈને શ્રીકલ્પસૂત્ર-સુબોધિકા ટીકા છપાવવાનો ઉદાર ને મંગલ મનોરથ થયો. અને સેવેલા મારા મનોરથોને માર્ગ મલ્યો. જુની હસ્તલિખિત પ્રતો વગેરેના સહારા સાથે, શ્રીકલ્પસૂત્રસુબોધિકા ટીકાની પ્રેસકોપી તૈયાર કરી તો ખરી, પરંતુ મુંબઈની સ્થિરતા દરમિયાન શતાવધાન, ભાયખલાના અપૂર્વ ઉપધાન, વર્તમાન જૈન ઇતિહાસમાં અજોડ રીતે ઉજવાએલો આચાર્યપદાર્પણ મહોત્સવ આદિ અસાધારણ ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિઓ, અન્ય સાહિત્યક વ્યવસાયો અને તેમાં પાછી મારી શારીરિક અસ્વસ્થતા આદિ અનેકવિધ કારણોથી પુરતા સમયનો ભોગ આપી ન શકવાના કારણે પ્રસ્તુત પ્રેસકોપી સંતોષકારક રીતે તૈયાર થઈ ન જ શકી. RAKSHA PP
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy