SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ************************************** ******* ************************************* ખબર પડતાંની સાથે જ આકાશમાં ઘૂમતાં રશિયાના શસ્ત્રને જોતજોતામાં લેસર કિરણો ફેંકી આકાશમાં જ ખતમ કરી નાંખે. અમેરિકા સામે આવી જ કિરણો છોડવાની તાકાત રશિયા પાસે પણ છે. * અમેરિકામાં અમાનવ અવકાશયાન પાયોનિયર નં. ૧૦ બધા જ ગ્રહોથી ખૂબ દૂર દૂર પ્રવાસ કરી રહ્યું છે. કરોડો માઇલ છેટેથી પાયોનિયરમાં ચાલુ રહેલો રેડિયો પૃથ્વી ઉપર અમેરિકન વૈજ્ઞાનિકોને સંકેતો મોકલી રહેલ છે. * આલ્બર્ટ આઇન્સ્ટાઇને નવ ગ્રહ ઉપરાંત દશમો ગ્રહ પણ છે એવું પોતાના અનુમાન દ્વારા કહ્યું હતું. તે નક્કી કરવા થોડાં વરસો પહેલાં પાયોનિયરને મોકલવામાં આવ્યું હતું. પાયોનિયર અત્યારે તો આકાશમાં દર્શક અબજ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. કલાકના ૪૮૦૦૦ માઇલની ગતિએ તે ધસી રહ્યું છે. * જૈન વાચકો! આ નાનકડી પાયોનિયરની વાત ઉપરથી સમજી શકાશે કે આકાશમાં એકબીજા ગ્રહો વચ્ચે કલ્પી ન શકાય એવાં અંતરો પડયાં છે. આ સ્થિતિમાં જૈન ખગોળ સાથે શી રીતે સમન્વય થઇ શકે? વિજ્ઞાન ગ્રહોને અનેક ચંદ્રનો પરિવાર છે એમ માને છે, એટલે ચંદ્ર અનેક છે. ચંદ્રને પૃથ્વીથી છૂટો પડેલો ટુકડો માને છે. * રશિયાએ હમણાં ઘણું મોટું દૂરબીન બનાવ્યું. એની જોવાની શક્તિ એટલી બધી પાવરફૂલ છે કે આકાશમાં ૧૫૦૦૦ માઇલ ઊંચે એક સળગતી મીણબત્તીને જોઇ શકે છે. એક જ સેકન્ડમાં લાખો બાબતો જણાવી શકતું કોમ્પ્યુટર બનાવ્યું છે. * કોમ્પ્યુટરની શોધ એ અજબગજબની શોધ છે. અનેક જાતનાં, અનેક વિષયનાં કોમ્પ્યુટર બની ગયાં છે. એક દિવસ એવો આવશે કે વિશ્વનો બધો વ્યવહાર કોમ્પ્યુટરો જ ચલાવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી પંચભૂત તત્ત્વો દ્વારા દિન-પ્રતિદિન નવા નવા આવિષ્કારો અને ચમત્કારો સર્જી રહ્યા છે. કોમ્પ્યુટર મશીન સામે તમો ગુજરાતીમાં બોલો. તમારે તે ગુજરાતીનું તરત જ હિન્દી જોઇતું હોય તો બટન દબાવો એટલે અંદરથી એક સાથે મશીનની અંદર જ ભાષાંતર છપાઇને બહાર આવી જાય. પ્રાયઃ પાંચેક ભાષામાં ભાષાંતરો થઇ શકે છે. કેવી ગજબની આ રચના છે! કોમ્પ્યુટરોની માહિતી, ચમત્કારો અહીં ટૂંકમાં લખવા બેસું તો ઘણાં પાનાં થઇ જાય જેથી મુલતવી રાખું છું. * અણુ-પરમાણુ વિજ્ઞાન * પરમાણુ અને અણુની વાતો જૈન ગ્રન્થોમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. પ્રથમ જર્મન વૈજ્ઞાનિકો અણુમાં શક્તિનો કેટલો અગાધ ભંડાર ભરેલો છે તેનો પ્રથમ ખ્યાલ બીજા વિશ્વયુદ્ધના અન્તે મેળવી ચૂકયા હતા. ત્યાં એકાએક લડાઇનો અંત આવ્યો અને જર્મન વૈજ્ઞાનિકોને વિજેતા બનેલા અમેરિકા અને રશિયા પોતપોતાના દેશમાં ઉપાડી ગયા. અમેરિકામાં પહોંચેલા જર્મન વૈજ્ઞાનિકોએ બાકી રહેલું અણુનું સંશોધન પૂરૂં કર્યું અને તેમાંથી પ્રચંડ ગરમીના ભંડારસમા અણુબોમ્બનું સર્જન કર્યું. ************************************************* ************* [ 12 ] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy