SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક-૧૧ ગ્રહો વચ્ચેનું અંતર અને ગ્રહોનું માપ ૧. જૈનશાસ્ત્રોમાં ગ્રહનો ક્રમ છે તેથી જુદો જ ક્રમ વિજ્ઞાને માન્યો છે. જૈન ખગોળમાં ગ્રહોને વિમાનો માન્યા છે પણ તે વિજ્ઞાનની સરખામણીએ કદમાં સાવ નાના કહ્યા છે. હવે વિજ્ઞાન શું કહે છે તે જોઈએ. આકાશમાં સૂર્ય જે સ્થાને છે તે સ્થાનથી બુધનો ગ્રહ લગભગ છ કરોડ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ ૪૮૬૮ કિલોમીટરનો છે. “શુક્ર સૂર્યથી લગભગ ૧૧ કરોડ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ સાડા બાર હજાર કિલોમીટરનો છે. મંગળ પૃથ્વી કરતાં જરાક નાનો છે, જે 2. સૂર્યથી લગભગ ૨૨ કરોડથી વધુ કિલોમીટર દૂર છે અને તેનો વ્યાસ ૭000 કિલોમીટરનો છે. ગુરુ સૂર્યથી લગભગ ૭૮ કરોડ કિલોમીટર દૂર છે, પૃથ્વીથી ઘણો મોટો છે. શનિ સૂર્યથી છે તે લગભગ ૧૪૩ કરોડ કિલોમીટર દૂર છે અને શનિ પૃથ્વીના વ્યાસથી મોટો છે. આ બધા જ ગ્રહોમાં કોઇપણ ગ્રહ ઉપર જીવન-પ્રાણી વસ્તી નથી. દરેક ગ્રહો સૂર્યને પ્રદક્ષિણા આપતા ને જણાવ્યા છે. વૈજ્ઞાનિકો સૂર્યને તારા શબ્દથી પણ ઓળખાવે છે. સૂર્ય પૃથ્વીથી ચૌદ કરોડ અઠયાસી લાખ કિલોમીટર દૂર છે. સૂર્ય પૃથ્વીથી ૧૩ લાખ ગણો મોટો છે. વૈજ્ઞાનિકોએ સૂર્યને વાયુનો ધગધગતો એક વિરાટ ગોળો કહ્યો છે અને વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્યનાં કિરણો પૃથ્વી ઉપર આવે છે તેને લીધે પ્રકાશ અને ગરમી મળે છે. એના કારણે પૃથ્વી ઉપરની તમામ જીવસૃષ્ટિ ટકી રહે છે. વિજ્ઞાનની બુકમાં ગ્રહોના અંતર બાબતમાં મતાંતરો જોવા મલ્યા છે. છે તારાઓ વિષે છે ૨. વૈજ્ઞાનિકોએ તારાને ગ્રહો કરતાં ઘણા મોટા અને સ્થિર માન્યો છે. ગ્રહો તારાઓ કરતાં ઘણા નાના છે. ગ્રહો સ્વયં પ્રકાશિત નથી પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે એમ જણાવે છે. મારા જૈન વાચકો! તમો આગળ વાંચી આવ્યા તેથી સમજાયું હશે કે જૈનધર્મની ખગોળ વચ્ચે વિજ્ઞાનનો જરાપણ મેળ મળે તેમ નથી. વૈજ્ઞાનિકોએ આકાશી ખગોળને (આપણાથી તદ્દન કે અમેરિકાએ ઇ. સન્ ૧૯૮૮માં શુક્ર ગ્રહ શું છે? ત્યાંની પરિસ્થિતિ શું છે? તેનો તાગ કાઢવા મેગેલાન નામનું અવકાશયાન રવાના કર્યું છે. અબજો માઇલનો પ્રવાસ કરીને ઇ. સન્ ૧૯૯૫માં રિઝલ્ટ આપવાનું છે. કહો જોઇએ. અંતરમાં જૈન ખગોળ સાથે જરાપણ મેળ ખાય તેમ છે? આ યાન અત્યન્ત સૂમગ્રાહી રેડાર થનરૂપે છે. ગ્રહો ઉપર વાનો મોકલવાનો અમેરિકાનો ઉદ્દેશ પૃથ્વી ઉપર જેવી માનવ વસ્તી અને જીવસૃષ્ટિ ત્યાં છે કે a: કેમ! તે શોધી કાઢવાનો છે. $ આ મેગેલાન નામનું યાન ૧૫ કરોડના ખર્ચે તૈયાર થયું છે. તે લગભગ ૬ મીટર ઊંચું અને ૪ મીટર એ પહોળું તેમજ ૩૪૫૪ કિલોગ્રામ વજનનું છે. તે આકાશમાં પરિભ્રમણ કરી રહ્યું છે. આ શુક્ર એક તેજસ્વી તારો કે કોડ છે. આપણા દેશમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને પરદેશમાં ‘વિનસ' તરીકે ઓળખાય છે. assessesses [ ૧૨૨ ] 28:22:22:22
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy