SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક-૧૦ આપણા જૈન ગ્રંથોમાં ગાઉ તથા યોજન વગેરે માપોની બાબતમાં મતમતાંતરો પ્રવર્તે છે. - જૈનશાસ્ત્રો પ્રમાણ અંગે ૪૦૦ ગાઉનો એક યોજન કહે છે. કેટલાક ૧૬૦૦ ગાઉનો અને તે કેટલાક ૧૦ ગાઉનો યોજન ગણવાની વાત કરે છે. પ્રાચીન ાળમાં આ દેશમાં જુદા જુદા ક પ્રાંતોમાં વજન અને માપની ગણતરીમાં જુદા જુદા ધોરણો . માન હતા. આ સંજોગોમાં છે 2. શાસ્ત્રમાં કહેલી ગણતરી સાથે કેટલીક બાબતોનો મેળ ખાતો છે. જેમકે-તીર્થકરોના દીક્ષાના વરઘોડાની આગળ મહેન્દ્રધ્વજ ચાલે છે. તે મહેન્દ્રધ્વજ શાસ્ત્રકાર | એક હજાર યોજન ઊંચો તે જણાવ્યો છે. સામાન્ય નિયમ એવો છે કે ઊંચાઇના પ્રમાણ જ પહોળાઈ હોવી જોઇએ તો નહીંતર તે ચીજનું સમતોલપણું (બેલેન્સ) જળવાય નહિ. તો હજાર યોજન ઊંચાઇ સામે કેટલા યોજનની પહોળાઈ ગણવી જોઈએ એ પ્રશ્ન ઊભો થાય. એ તો સહુને ખ્યાલ હશે જ કે જૂના તે શહેરની ગલીઓ દશથી પંદર ફૂટ માંડ માંડ પહોળી રહેતી હતી તો આ મહેન્દ્રધ્વજ કલ્પનાથી કે ઓછામાં ઓછો વા યોજન પહોળો ગણો તો પણ આ ક્ષત્રિયકુંડ નગરની શેરીમાંથી શી રીતે પસાર થાય? નિરાકરણ માંગે તેવી આ વાત છે. આમાં દૈવિક શક્તિને કારણ ગણીએ તો અશક્ય શક્ય બની શકે! માપની એકવાક્યતા ન હોવાના કારણે ભૂગોળ-ખગોળના શ્રેષ્ઠ અભ્યાસી એક મુનિરાજે છે એક પૂજાના આધારે રાજગૃહી ઠેઠ ઉત્તરધ્રુવ પાસે હતી અને ભગવાન શ્રી મહાવીર ત્યાં જ વિચરતા હતા. એમના સાધુ-સાધ્વીઓ પણ એ તરફ વિચરતા હતા એવો વિચાર ધરાવતા હતા. તે થોડા સમય પછી મેં તેમને સવાલ પણ કર્યો હતો. કહેવાની વાત એ છે કે યોજનની ગણતરી : એ નક્કી નહિ થાય ત્યાં સુધી ઘણી બધી બાબતોનો નિર્ણય થઈ શકે તેવું નથી. એમાંય ખાસ કરીને કે આકાશમાં રહેલા ગ્રહોની બાબતમાં તો નહીં જ. જમીન ઉપરના પદાર્થો માટે તો વાચકોને થોડો * ઘણો ખુલાસો કરી સંતોષ આપી શકાય પણ આકાશી પદાર્થો માટે આપણે વિજ્ઞાનની માન્યતાઓ સામે કશો જવાબ આપી શકીએ તેવી સ્થિતિ નથી. કેમકે વિજ્ઞાને તો આકાશના પદાર્થોનાં માપ રોડ માટે કે અંતર માટે હજારો, લાખો અને કરોડો માઇલની વાત કરી છે. આપણી માન્યતા સાથે આકાશ-પાતાલ જેટલું અંતર રહે છે. હમણાં જ છાપામાં સમાચાર આવ્યા છે કે નેપ્યુન ગ્રહની માહિતી મેળવવા માટે આજથી ૧૩ વર્ષ ઉપર છોડાએલા માનવ વગરના “વોયેજર’ નામના યાને સાડાચાર અબજ કિલોમીટરનો પ્રવાસ ખેડયો છે. અબજો માઈલો દૂર દૂર ગ્રહની વાત વિજ્ઞાન જણાવતું હોય ત્યારે લાગે છે કે આકાશી પદાર્થની તુલના કે ભાંજગડમાં આપણે પડવું ઉચિત નથી. કે આપણે તીર્થકરોને લગતી આશ્ચર્ય અને ચમત્કારપૂર્ણ બાબતમાં દેવિકશક્તિ કે તીર્થકરોના અતિશયપ્રભાવને જ કારણ માની સંતોષ લઇ શકીએ પણ સર્વસામાન્ય વાચકને આટલાથી સંતોષી શકાય નહીં. ======== ==== [ ૧૨૧ ]====== =======
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy