SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથને સમજવા માટે ચાવીરૂપ હોય છે. આંગ્લ લેખક બર્નાર્ડ શોએ પોતાનાં નાટકોની પ્રસ્તાવના , પોતે જ લખી છે. ક્યારેક તો નાટક કરતાં પ્રસ્તાવના મોટી બની છે. જાણે માથા કરતાં પાઘડી મોટી. પરંતુ એ પ્રસ્તાવના વાંચ્યા પછી એમનાં નાટકોનું રહસ્યોદઘાટન વધુ સુંદર થાય છે. કેટલીક આવી પ્રસ્તાવનાઓ મૂળ કૃતિ વાંચતા પહેલાં વાંચવા જેવી હોય છે. કેટલીક પ્રસ્તાવના ? તે પછીથી વાંચવા જેવી હોય છે અને કેટલીક વિશિષ્ટ કૃતિની વિશિષ્ટ પ્રસ્તાવના તો પહેલાં અને પછી એમ બે વાર વાંચવા જેવી હોય છે. આવી પ્રસ્તાવનાઓ પૂરક, પ્રેરક અને પ્રકાશક હોય છે. કોઈકને પ્રશ્ન થાય કે જો પ્રસ્તાવના વાંચવી અનિવાર્ય જ હોય તો તે જુદી આપવાને બદલે મૂળ કૃતિમાં જ કેમ ઉમેરી દેવાતી નથી? એનું કારણ એ છે કે બંનેનાં સ્વરૂપ અને આશય ભિન્નભિન્ન હોય છે. પૂ. મહારાજશ્રીની આ પ્રસ્તાવનાઓમાં અપાર વૈવિધ્ય જોવા મળે છે. કેટલીક પ્રસ્તાવના : પોતાના જ ગ્રંથ માટે લખાયેલી છે, તો કેટલીક અન્યના ગ્રંથ માટે લખાયેલી છે; કેટલીક સુદીર્ઘ છે તો કેટલીક સંક્ષિપ્ત છે. અન્યના ગ્રંથ માટે પ્રસ્તાવના લખવાનું કામ નાજુક અને અઘરું છે. છે વળી એ માટે પોતાની સજ્જતા હોવી પણ જરૂરી છે. પૂ. મહારાજશ્રીમાં આપણને એવી ? સજ્જતા અને યોગ્યતા એમ બંને જોવા મળશે. ધીરજ, ખંત અને ચીવટ એ પૂ. મહારાજશ્રીની પ્રકૃતિનાં મુખ્ય લક્ષણો છે. ઉતાવળે કાચું કામ કરવામાં તેઓ માનતા નથી. એ રીતે એમનો આશાવાદ જબરો છે. કુદરતે પણ એમની 3 એ ભાવનાને માન આપ્યું છે. આશરે પંચાવન વર્ષની ઉંમરે એમને હરપિસનો રોગ થયો અને તે મસ્તકના ભાગમાં નીકળ્યો હતો. એથી એમની ચિત્તશક્તિ ઉપર કંઈક અસર થઈ. પરિણામે કામ કરવાનો ઉત્સાહ પહેલાં જેવો ન રહે, તો પણ આ ત્રણ દાયકાથી અધિક સમયમાં લેખનસંશોધનનું જે સંગીન કાર્ય એમણે કર્યું છે તે આશ્ચર્યમુગ્ધ કરી દે એવું છે. આ પ્રસ્તાવનામાં ઝીણવટ અને ચોક્કસાઈ એ મહારાજશ્રીના લખાણનાં બે મહત્ત્વનાં લક્ષણો તરત નજરે પડે એવાં છે. એમણે આપેલી પાદટીપો તે તે વિષય પર કેટલો બધો પ્રકાશ પાથરે છે! પોતાની એવી તલસ્પર્શી જાણકારી સિવાય આટલી બધી પાદટીપો આપી શકાય ? નહિ. કેટલીક વિગતો હોય નાની, પણ ઐતિહાસિક દૃષ્ટિએ એનું મૂલ્ય બહુ મોટું હોય છે. ? - પૂ. મહારાજશ્રીની લેખનશૈલીની એક લાક્ષણિકતા એ છે કે લખાણમાં વચ્ચે વચ્ચે પેટા- શીર્ષકો આપવાં, એથી વાચકને સરળતા રહે છે. ક્યારેક વાચકનું ધ્યાન ખેંચવા માટે જરૂરી મુદ્દો પણ પેટાશીર્ષકરૂપે આપવામાં આવ્યો છે. આવા પેટાશીર્ષકો લેખકને પક્ષે પણ બહુ ઉપયોગી નીવડે છે, કારણ કે એથી કોઈ મહત્ત્વનો મુદ્દો રહી જતો નથી. વળી આ પ્રસ્તાવનામાં પૂ. 8 મહારાજશ્રીએ પોતાના અંગત અનુભવોની વાતો પણ જરૂર લાગી ત્યાં વણી લીધી છે. આવી ? વાતો ભવિષ્યના ઇતિહાસકાર માટે, તાળો મેળવવામાં બહુ ઉપયોગી થઈ પડે એવી હોય છે. ? આ પ્રસ્તાવનામાં લેખનકાળની દૃષ્ટિએ સૌથી પહેલી, સૌથી મોટી અને સહુમાં સમર્થ છે પ્રસ્તવાના તે બૃહત્સંગ્રહણી’ની છે. એવું જ સામર્થ્ય “ઋષિમંડલ સ્તોત્ર', સિદ્ધચક', ઉવસગ્ગહરં ? સ્તોત્ર', પ્રતિક્રમણ’, ‘નવકારમંત્ર' ઇત્યાદિ વિષયોની પ્રસ્તાવનામાં પણ જોવા મળે છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy