SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નિહાળી શકાય છે તેમ એમની પ્રસ્તાવનાઓમાં પણ નિહાળી શકાય છે. એમનો જીવ કવિનોસર્જકનો છે અને પ્રતિભા વિદ્વાન તત્ત્વજ્ઞ સમીક્ષકની છે. દીક્ષા લીધી તે પૂર્વે બાલ્યાવસ્થામાં ઓ અચ્છા નૃત્યકાર હતા અને જિનમંદિરમાં રાત્રિભાવનામાં સરસ નૃત્ય કરતા. વિવિધ વાજિંત્રો વગાડતાં એમને આવડતું, રાગ-રાગિણીના-શાસ્ત્રીય સંગીતના તેઓ જાણકાર છે. દીક્ષા પૂર્વે અને પશ્ચાત્ સ્તવનાદિ કાવ્યકૃતિઓની એમણે રચના કરી છે. એમણે નાટકો-સંવાદો લખ્યા છે અને ભજવ્યા છે. દીક્ષા પછી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે, ભાષાસાહિત્યના ક્ષેત્રે એમના ગુરુ ભગવંતોએ એમને પ્રવેશ કરાવ્યો. એથી સંસ્કૃત, પ્રાકૃત ભાષા, વ્યાકરણ, કોશ ઇત્યાદિમાં એમણે પ્રભુત્વ મેળવ્યું. પ. પૂ. આ. શ્રી મોહનસૂરીશ્વરજી મહારાજે એમને બૃહત્સંગ્રહણીની ગાથાઓ કંઠસ્થ કરવાની પ્રેરણા કરી હતી. આગમોના અભ્યાસ ઉપરાંત પૂર્વાચાર્યોના સમર્થ ગ્રંથોનું અધ્યયન પણ એમણે કર્યું છે. જૈન ઇતિહાસ અને ભાષાવિજ્ઞાનના તેઓ અભ્યાસી છે. જૂની જૈન દેવનાગરી લિપિમાં લખાયેલી હસ્તપ્રતો તેઓ સરળતાથી વાંચી શકે છે. શિલ્પકલા અને ચિત્રકલામાં એમનું પ્રભુત્વ, એમની મૌલિક સૂઝ અત્યંત પ્રશંસાપાત્ર છે. આમ બાહ્ય કલાઓના તેઓ જેમ મર્મજ્ઞ છે તેમ એમની આંતરિક સાધના પણ ઊંડી છે. મંત્રવિજ્ઞાન, યંત્રસાધના, ધ્યાન ઇત્યાદિના તેઓ માત્ર અભ્યાસી જ નહિ, આરાધક છે. માતા શ્રી પદ્માવતીજીના તેઓ પરમ ભક્ત, પરમ કૃપાપાત્ર છે. આમ પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રતિભા અનોખી છે. આજે ૮૮ વર્ષની ઉંમરે પણ તેમની સાધના ચાલુ જ છે. પૂજ્ય મહારાજશ્રીએ નાની વયે દીક્ષા લીધી હતી અને પ્રારંભથી જ એમને તત્ત્વજ્ઞાનના ગહન વિષયોમાં રુચિ પ્રગટ થઈ હતી અને તે સમજવા માટેની બૌદ્ધિક તીક્ષ્ણતા પણ એમનામાં હતી, એટલે એમનું લેખનકાર્ય એટલું વહેલું શરૂ થઈ ગયું હતું. વળી તેઓ પોતાના ગુરુ ભગવંતોને લેખનકાર્ય-સ્વાધ્યાયાદિમાં સહાય કરતા રહ્યા હતા. ગ્રંથોમાંથી સંદર્ભો મેળવી આપવા, નકલ કરવી ઇત્યાદિ કાર્ય તેઓ કરતા એટલે જ છ સાત દાયકા પહેલાંના કોઈ કોઈ ગ્રંથોમાં ‘વિદ્વાન બાલમુનિ યશોવિજય' એવો ઉલ્લેખ જોવા મળે છે. એ સમયના ભાવનગરના ખ્યાતનામ શ્રાવક લેખક અને શાસ્ત્રજ્ઞ પંડિત શ્રી કુંવરજી આણંદજી એમની પ્રતિભાથી આકર્ષાયા હતા અને એમણે પણ પોતાના કોઈક ગ્રંથોમાં ‘બાલમુનિ' માટે પ્રશંસાના ઉદ્ગારો કાઢ્યા છે. આમ નાની ઉંમરથી જ આચાર્યશ્રીની એક સિદ્ધહસ્ત લેખક તરીકે જૈન-જૈનેતર સાહિત્યજગતમાં ખ્યાતિ પ્રસરી ગઈ હતી, એટલે કેટલાયે લેખકો પોતાના ગ્રંથની પ્રસ્તાવના આચાર્યશ્રીજી પાસે લખાવવા ઝંખે એ સ્વાભાવિક છે. પ્રસ્તાવનાઓ વિવિધ પ્રકારની હોય છે અને તે પણ લેખકે પોતે પોતાના ગ્રંથ માટે લખેલી અથવા લેખકે બીજા પાસે લખાવેલી હોય છે. પ્રાસ્તાવિક નિવેદન, આશીર્વચન ઇત્યાદિ પ્રકારની સંક્ષિપ્ત પ્રસ્તાવનાઓ ઘણી વાર માત્ર ઔપચારિકતા પૂરતી જ હોય છે. જિજ્ઞાસુ વાચક એવી પ્રસ્તાવના ન વાંચ પણ એને ખાસ કશું ગુમાવવાનું હોતું નથી. કેટલાક ગ્રંયોનો અભ્યાસપૂર્ણ હતીસભર પ્રસ્તાવના લેખકે કે સંપાદકે પોતે લખેલી હોય અથવા એ વિષયના સમર્થ વિદ્વાન પાસે ઉપોદઘાતરૂપે લખાવેલો હોય છે. એવો વિસ્તૃત પ્રસ્તાવના નવ પ્રકાશ ઘડનારી [17]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy