SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક-૭ જો કે સામાન્ય પ્રસિદ્ધિ એ છે કે ભૂગોળ-ખગોળના વિષયમાં છેલ્લાં પચાસેક વરસથી જ જૈન સમાજમાં જે કાંઇ ઉહાપોહ જાગ્યો છે તે પરદેશી વૈજ્ઞાનિકોનાં નિર્ણયો સામે જાગ્યો છે. તે પરંતુ હકીકતમાં જોઇએ તો એકંદરે જૈન, વૈદિક (હિન્દુ), બૌદ્ધ, ઇસ્લામ, ખ્રિસ્તી વગેરે ધર્મોએ Sિ પોતપોતાના ધર્મગ્રન્થોમાં ભૂગોળ-ખગોળને લગતી બાબતો જણાવી છે. એ બધા ધર્મગ્રન્થોમાં જે તે વિગતો આપી છે તે મતમતાંતરવાળી, વિસ્મયજનક અને કેટલીક બુદ્ધિથી ન સમજી શકાય છે તેવી છે. આથી એક વાત એ ઉપસી આવે છે કે ભૂગોળ-ખગોળની બાબત ઉપર ધર્મનેતાઓને કી છે કંઇને કંઇ લખવાની અગત્ય સમજાણી હતી, ત્યારે જ ધર્મગ્રન્થોમાં તેને સ્થાન આપવામાં આવ્યું ? કે છે. એક જ દેશમાં ઉત્પન્ન થએલા ધર્મનેતાઓને એકબીજા વચ્ચે કશો મેળ ન ખાય એવી કે તેમજ રમૂજ પ્રેરે તેવી વિગતો કયા આધારે લખી હશે? શી રીતે જાણી હશે? તે તો જ્ઞાની છે જાણે, પણ સામાન્ય નિયમ મુજબ દરેક ધર્મશાસ્ત્ર પોતે જે લખ્યું તે સંપૂર્ણ સાચું જ છે તેવું તે તે નિશ્ચિતપણે તેઓ માને છે. આ પરિસ્થિતિમાં કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કરવાનું કે કે કામ ઘણું જ મુશ્કેલીભર્યું ઉપરાંત અશક્ય પણ છે. જૈનશાસ્ત્રોએ પણ ભૂગોળ-ખગોળની વાતો પોતાના અનેક ગ્રન્થોમાં છૂટી-છવાઈ લખી છે. ૯ જૈનધર્મ ત્યાગ, તપ અને આચારપ્રધાન હોવાથી ભૂગોળ-ખગોળના વિષય સાથે તેનો સીધો રે આધ્યાત્મિક સંબંધ નથી, છતાં આડકતરી રીતે એ સંબંધ આધ્યાત્મિકચિંતન માટે ખૂબ જ જરૂરી કે લેખાયો છે. પ્રશ્ન-જૈન શાસ્ત્રોની વાત સાચી છે ખરી? ઉત્તર-જૈન શાસ્ત્રોએ બધી વાતોનું કથન કહેનાર વ્યક્તિ તરીકે સર્વજ્ઞને સ્વીકાર્યા છે. જૈનધર્મની સર્વજ્ઞવ્યક્તિ જન્મી ત્યારથી સીધી સર્વજ્ઞ નથી હોતી પણ ત્યાગ, તપ, સંયમ દ્વારા કે જ્ઞાનની આડે આવેલાં આવરણભૂત કર્મોનો ક્ષય કરીને સંપૂર્ણ આવરણ ખસી જતાં, વીતરાગ છે અવસ્થા પ્રાપ્ત થતાંની સાથે તરત જ કેવળજ્ઞાનનો વિરાટ પ્રકાશ પ્રગટ થાય છે. તે પછી તો વિશ્વની, વિશ્વના પદાર્થોની ત્રણેયકાળની સમગ્ર વ્યવસ્થાને આત્મપ્રત્યક્ષ જુએ છે અને તે પછી જ તે | તેમનાં જ્ઞાનમાં જે જોયું તે શક્ય એટલું જગત સમક્ષ જણાવતા રહે છે એટલે તેમનાં કથન ક ઉપર તેમના અનુયાયીઓ સંપૂર્ણ વિશ્વાસ કરે તે સ્વાભાવિક છે. પ્રશ્ન-તો શું શાસ્ત્રીય ભૂગોળ સાચી માનવી? સાચી માનવી તો સંપૂર્ણ રીતે માનવી? અને 3 વેજ્ઞાનિક ભૂગોળ માટે શું? તો તેનો જવાબ અહીં મુલતવી રાખી આગળ જોઇએ. ભૂગોળ-ખગોળની અમુક બાબતમાં ભારતીય-અભારતીય કેટલાંક શાસ્ત્રો લગભગ એક જ 2 મતવાળાં રહ્યાં છે. એ તમામ શાસ્ત્રોમાં પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે આ વાત બધાએ તે કkes : :: :::== [ ૧૧૩] ================= ek
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy