SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ****************************************************** 56565656565 દુનિયા દક્ષિણભારતમાં છે એમાં આપણો ભારતદેશ આવી જાય છે, પણ વિદ્યમાન દુનિયા દક્ષિણભારતમાં ચોક્કસ કઇ જગ્યાએ માનવી તે નક્કી કરી શક્યો નથી, પણ અંદાજે મધ્યભાગથી ડાબી બાજુ તરફ વધુ છે એમ તારવણી કરી છે. જૈનશાસ્ત્રોની દૃષ્ટિએ પરાવર્તનશીલ અશાશ્વત મનાતી આ ધરતી પ્રમાણમાં બહુ નાનકડી રહી છે. જૈનોની માન્યતા મુજબ હજુ વર્તમાન ભૂગોળની ચારેબાજુએ જંગી ધરતી વિદ્યમાન છે, એટલે પ્રાચીનકાળની દૃષ્ટિએ એનો કોઇ આકાર કે માપ હતું જ નહીં. બીજી બાજુ ધરતીકંપો, વાયુ, ગરમી અને ભેજનાં મોટાં ઉલ્કાપાતો વગેરેનાં કારણે ધરતી સદાકાળ એકસરખી રહેતી જ નથી એટલે ધરતીનું માપ સદાય અસ્થિર જ હોય છે ત્યારે જૈનશાસ્ત્રો ધરતી-ભૂગોળનું માપ શી રીતે જણાવે? પ્રાસંગિક કેટલીક વાતો કરીને પુનઃ વૈજ્ઞાનિકોએ પૃથ્વી કેવી માની છે તે વાત પૂરી કરીએ. વૈજ્ઞાનિકોની માન્યતા ગોળાકાર એવી પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. સાથે સાથે સૂર્યને પણ પ્રદક્ષિણા કરે છે. વૈજ્ઞાનિકોએ સૂર્યને પ્રધાનસ્થાન આપ્યું અને તેને કેન્દ્રીય બનાવી ગ્રહો અને ઉપગ્રહો સાથે સૌરમંડળની કલ્પના કરી છે. આ સૌરમંડળમાં વૈજ્ઞાનિકોએ અનુક્રમે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો અને પોસિડોન' એમ દશ ગ્રહો માન્યા છે. એમાં બુધ, ગુરુ, શુક્ર, મંગળ, શનિ એ પૃથ્વી ઉપરથી નરી આંખે જોઇ શકાય છે. બાકીના શકાય છે. બધા જ ગ્રહો લંબગોળાકારે સૂર્યને ઉપગ્રહો છે અને તે ગ્રહોની આસપાસ ફરે છે. આમ તો વૈજ્ઞાનિકોએ અસંખ્ય ગ્રહો માન્યા છે. જૈનોની દૃષ્ટિએ આશ્ચર્યની વાત તો એ છે કે કાઢેલા નવા ગ્રહો દૂરબીનથી જોઇ આપે છે. સૂર્યમંડળમાં બીજા ૩૪ શોધી પ્રદક્ષિણા પૃથ્વીને વિજ્ઞાને સૂર્યમંડળના દશ ગ્રહો પૈકીનો એક ગ્રહ માન્યો છે. પૃથ્વી સૂર્ય કરતાં ૧૩ લાખ ગણી નાની છે અને તે સૂર્યથી ૧૫ લાખ કિલોમીટર દૂર છે. પૃથ્વીની સપાટીની આજુબાજુ લગભગ ૮૦૦ કિલોમીટરની ઊંચાઇ સુધી જીવન જીવવાં માટેનાં અનેક જાતનાં વાયુઓ રહેલાં છે. વૈજ્ઞાનિકોએ ચંદ્રને પૃથ્વીનો ઉપગ્રહ તરીકે ઓળખાવ્યો છે. પૃથ્વીથી સૌથી નજીક ચંદ્ર છે. પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ ૩૮૫૦૦૦ કિલોમીટર છે. આ રીતે જૈન માન્યતાથી સર્વથા ભિન્ન એવી વૈજ્ઞાનિક માન્યતા મુજબ પૃથ્વીનો પરિચય પૂરો થયો. * ભારતીય અને અભારતીય વૈજ્ઞાનિકો સમાન માન્યતાઓ ધરાવે છે પૃથ્વી સ્થિર છે અને સૂર્યાદિ ગ્રહો ચર છે એટલે ફરે છે તથા પૃથ્વી ફરે છે અને સૂર્યાદિ ગ્રહો સ્થિર છે. આ બંને પ્રકારની માન્યતા ભારતમાં અને ભારતની બહાર સેંકડો વરસોથી ચાલી આવે છે. આ બંને માન્યતાઓને ખગોળશાસ્ત્રીઓ પોતાના તર્ક અને દલીલોથી સાબિત કરી બતાવે છે. એમાં જૈન ભૂગોળ-ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીને સ્થિર અને સૂર્ય-ચંદ્ર ફરે છે એવો એક જ મત ધરાવે છે. ૧. આમ તો વિજ્ઞાનમાં કરોડો ગ્રહો અને ગ્રહોને પણ બે-ચાર કે તેથી વધુ ચંદ્રો છે. આ બધી વાતો જૈન ખગોળ સાથે જરાપણ મેળ ખાતી નથી. જૈનશાસ્ત્રોમાં ભૂગોળ-ખગોળ અંગે વિશેષ વર્ણન નથી. 1000-5555 [ ૧૧૨ ) s****** **************************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy