SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક-૩ આ સંગ્રહણી ગ્રંથમાં ભૂગોળ-ખગોળનો વિષય મહત્ત્વનું સ્થાન ધરાવે છે એટલે સંગ્રહણી ગ્રન્થના ભૂગોળ-ખગોળના વાચકોને જૈન ભૂગોળ-ખગોળ અને વૈજ્ઞાનિક ભૂગોળ-ખગોળ વચ્ચે આકાશ-પાતાળ જેટલું જે અંતર છે, તે અંતર શું છે? કેવું છે? ભારતની જૈન, હિન્દુ અને બૌદ્ધ ધ - ત્રણેય સમાજની જે માન્યતાઓ છે તેથી વિપરીત રીતે વૈજ્ઞાનિકોએ જે વર્ણન કર્યું છે તે બધું શું છે છે તેની વાચકોને કંઇક ઝાંખી થાય તેવી વિગત અહીં આપું છું. તે પહેલાં વૈજ્ઞાનિકોની આજે છે એટલે ઇ. સન્ ૧૯૯૦ અને વિક્રમ સં. ૨૦૪૬ સુધીમાં શું પરિસ્થિતિ છે તે થોડું જોઇએ. તે તો આ પહેલાં એક વાતનું સ્પષ્ટીકરણ વાચકોએ સમજી લેવું જોઇએ કે છેલ્લાં ૫૦૦ વર્ષથી ખગોળના ને એક ક્ષેત્રમાં વેજ્ઞાનિકોએ પદાર્પણ કર્યું અને છેલ્લાં લગભગ 200 વર્ષમાં ભૂગોળ-ખગોળનાં ક્ષેત્રમાં તે માં વધુ સંશોધનો થયાં, તેમાં આધુનિક રીતે નવી વેધશાળાઓની શરૂઆત થઈ. આકાશને જોવા તે માટે નવાં દૂરબીનો તૈયાર થયાં અને તે વેધશાળાઓમાં મૂકવામાં આવ્યાં. ત્યારપછી ખગોળના આ ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોએ આકાશવર્તી સૂર્ય, ચંદ્ર, અનેક ગ્રહો, નક્ષત્ર, તારાઓ, આકાશગંગા વગેરે 9 પદાર્થોની બાબતમાં ખૂબ ખૂબ સંશોધનો કર્યા. એન્જિનિયરીંગ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ૨ = ધરખમ વિકાસ સાધ્યો અને તે પછી આકાશના વધુ સંશોધન માટે અમેરિકાની પાલોમર થી વેધશાળામાં ૨૦૦ ઇચના વ્યાસવાળું નવું દૂરબીન કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કર્યું. આવી નાની મોટી વેધશાળાઓ દુનિયાભરનાં મોટાં મોટાં શહેરોમાં સ્થપાઈ ગઈ. બધી વેધશાળાઓ રાતક દિવસ કાર્યરત છે. આ બધાં દૂરબીનોથી પૃથ્વીને ફરતું એવું જે સઘન વાયુમંડળ છે તે વાયુમંડળને ભેદીને ઘણાં દૂર ઊંડાણમાં જે વસ્તુ જોવી હોય તે વસ્તુ જોઈ શકાતી નથી. િવૈજ્ઞાનિકો પાસેનાં દૂરબીનો વાયુમંડળને વીંધીને જોઈ શકે તે શક્યતા ન હોવાથી વરસોથી મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાયા હતા. તેમાં વીજળીને વેગે દોટ મૂકી રહેલા વૈજ્ઞાનિકોએ વર્ષોની : 2. ભારે જહેમતને અન્ને એક મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી. પૂર્વ-પશ્ચિમની માન્યતાનુસાર ધરતી ઉપર કે તે ને આકાશમાં સર્વત્ર ગુરુત્વાકર્ષણ રહેલું છે અને તેનાં કારણે જેટલી ચીજો ઉપર મોકલવામાં આવે 2. તે અમુક મર્યાદા સુધી ગયા પછી તે આગળ વધી શકે નહિ પણ પાછું ઊતરવું જ પડે એટલે ડ નીચે જ પડે તેવી પરિસ્થિતિ વર્તતી હતી. પ્રથમ “ગુરુત્વાકર્ષણ એટલે શું? તે સમજીએ પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણનું જબરજસ્ત અદેશ્ય વ્યાપક બળ જે રહેલું છે તે બળ દૂર - ગએલી કોઇપણ વસ્તુને નીચે ખેંચવામાં, નજીક લાવવામાં (લોહચુંબકની જેમ) ભારે તાકાત ધરાવે છે. જેમ એક દડો ઉપર ફેંકો એટલે ઉપર એની મેળે આગળ નહિ જાય, જેટલી તાકાત કે જૈન ગ્રન્થોમાં આ અંગેના સંકેતો છે કે કેમ! તે જોવા મળ્યા નથી પણ આ દેશના વૈજ્ઞાનિક આર્યભટ્ટ : ધરતીને ગુરુત્વાકર્ષણ છે એ સિદ્ધાન્ત શોધી કાઢયો અને પુસ્તકસ્થ પણ કર્યો, જે વાત અહીં અપાતા લેખમાં અલગ - છાપી છે તે જુઓ. = ======seasessa [ ૯૬ ] ===================
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy