SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ –આ સૂર્ય-ચંદ્ર વગેરે પાંચેય વસ્તુઓ સદાયે પરિભ્રમણ કરવાના સ્વભાવવાળી છે. આ તથાપિ (અઢીદ્વીપ તથા અઢીદ્વીપ બહારના આકાશમાં) તારા વગેરે અમુક વસ્તુઓ સ્થિર રહીને તે છે પણ પ્રકાશ આપવાવાળી છે. જૈનશાસ્ત્રો મુખ્યપ્રધાન ગ્રહોની સંખ્યા ૮૮ની કહે છે. તેમાં નવ ગ્રહોને અગ્રસ્થાન આપે તે 2 છે. તે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, રાહુ અને કેતુ છે. નક્ષત્રોની સંખ્યા માં - ૨૮ની છે, અને તારાની સંખ્યા તો અબજોની છે. -આપણી ભૂમિથી તદ્દન નજીકમાં નજીક પ્રથમ તારામંડલ આકાશમાં વ્યાપ્ત થએલું છે, તે એટલે આપણી આ (સમભૂલા) પૃથ્વીથી ૭૯૦* યોજન ઊંચે જઈએ ત્યારે તારાનાં તેજસ્વી તે 26 વિમાનો આવી પહોચે. એ તારાનાં વિમાનો જાતજાતનાં સ્ફટિકરનનાં તેજસ્વી છે, ત્યારબાદ 25 ગ્રહોની શરૂઆત થાય છે. એમાં તારાથી ૧૦ યોજન દૂર પ્રથમ સૂર્ય ગ્રહ, ત્યારબાદ 20 યોજન . દૂર ચંદ્ર ગ્રહ, ત્યાંથી ૪ યોજન દૂર ઊંચે બુધ અને ત્યાંથી ત્રણ ત્રણ યોજનને અંતરે અનુક્રમે - - શુક્ર, ગુરુ, મંગળ અને શનિ ગ્રહો છે. –પૃથ્વીની સહુથી નજીક ગ્રહ સૂર્ય, પછી ચંદ્ર, પછી ક્રમશઃ બુધ, શુક્ર, ગુરૂ, મંગળ અને : શનિશ્ચર છે. આપણી પૃથ્વીથી સૂર્ય 200 યોજન દૂર, ચંદ્ર ૮૮૦, બુધ ૮૮૮, શુક્ર ૮૯૧, ગુરુ ૮૯૪, મંગળ ૮૯૭, શનિ ૯00 યોજન દૂર છે. સમગ્ર જ્યોતિષચક્રમાં સહુથી છેલ્લો અને સહુથી ઊંચો શનિશ્ચર છે. –૨૮ નક્ષત્રોનું સ્થાન ચંદ્ર અને બુધ ગ્રહ વચ્ચે આવેલું છે, જે આપણી પૃથ્વીથી ૮૮૪ યોજન દૂર છે. નક્ષત્રોનાં મંડલો છે અને તે મેરુપર્વતને ફરતાં ગોળાકારે પરિભ્રમણ કરતાં હોય –સમગ્ર જ્યોતિષચક્રના પાંચ અંગો મેરુપર્વતને પ્રદક્ષિણા દેતા ગોળાકારે પોતાનો ચાર 5 કરે છે અને ભિન્ન ભિન્ન કાળ મર્યાદાઓની સ્થિતિઓને પેદા કરે છે અને જગતના અનેક કડ વ્યવહારોને પ્રવર્તાવે છે. અંગત નોંધ :–જૈનશાસ્ત્રોમાં જ્યોતિષચક્ર બાબતમાં જે કંઈ થોડી ઘણી વિગતો મળે છે તેના આધારે થોડી ભૂલ સ્કૂલ માહિતી આપી છે. બાકી આકાશમાં કે સૂર્ય, ચંદ્ર આદિ ગ્રહો વગેરેમાં કેટલીક રહસ્યમય ઘટનાઓ અવરજવર સર્જાય છે કે કેમ! એ બાબતો જૈનશાસ્ત્રોમાં તે – લખી હોતી નથી અને પ્રાયઃ એવું લખવાની પ્રથા પણ નથી. જ્યારે બીજી બાજુ પરદેશના વેજ્ઞાનિકો એમનાં વિરાટ દૂરબીનો દ્વારા સૂર્ય વગેરે વસ્તુઓમાં સૂર્યમાં ધડાકા થાય છે, અવાજો થાય છે. જાતજાતની પરિસ્થિતિઓ સર્જાય છે તેમ અવરનવર જણાવતા હોય છે. જુદા જુદા અાં પણ ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓ સર્જાય છે એમ તેઓ કહે છે. જૈન અભ્યાસીઓ માટે આ નવતો ચિંતન કરવા જેવી અને સંશોધન માગી લે તેવી છે. + જુઓ આ સંગ્રહણીગ્રન્થની ગાથા ૪૯ થી ૫૧.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy