SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ************* *********** >>>> કારણ શોધી કાઢવાનું કામ ભારે પરિશ્રમ માંગી લે તેવું છે. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણા ભારતમાં સૂર્ય-ચંદ્ર માટેની આકાશી પરિભ્રમણની પરિસ્થિતિ જુદા જુદા સ્થળોનાં-દેશોના આધારે ફેરફારવાળી હોય છે. દરેક ઠેકાણે બાર વાગે એટલે સૂર્ય માથે જ દેખાય એવું નથી હોતું. મહારાષ્ટ્ર જેવા પ્રદેશમાં માથે ન દેખાતા સાઇડમાં જોવા મળે છે. પરદેશમાં કેટલાંક સ્થળે બીજના ચન્દ્રમાની લકીર ઊભી જોવા મળે છે. આવી બધી ઘણી ચિત્ર-વિચિત્ર આકાશી વિવિધતાઓ પ્રવર્તે બધે એક જ જાતની પરિસ્થિતિ હોતી નથી. પ્રખર બુદ્ધિશાળીઓ દ્વારા સમગ્ર વિશ્વની પરિસ્થિતિનો આમૂલફૂલ અભ્યાસ જો કરવામાં આવે તો કયારેય વિચાર્યું ન હોય એવી બધી આશ્ચર્યજનક ઘટનાઓ, જાતજાતની વિષમતાઓ અને વિચિત્રતાઓ જાણવા મળે. એ બધું શાથી થાય છે એ સાચી રીતે નક્કી કરવાનું કામ આજના માનવીથી અશક્ય છે. અલબત્ત વિજ્ઞાનીઓ આનો ખુલાસો દૂરબીનો વગેરે દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે જ થોડો ઘણો આપે છે. સો વર્ષ પહેલાં ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ વિશ્વની માનવજાતથી સાવ જ અજ્ઞાત અને અત્યન્ત ભયંકર તેમજ જોખમી પ્રદેશ હતો. ત્યાં જવાનો કોઇ વિચાર સુદ્ધાં કરી શકતું ન હતું. સમય જતાં સાહિસક વૈજ્ઞાનિકો જવા થનગનતા હતા પણ હજારો માઇલમાં પથરાએલા બરફ ઉપર ચાલીને શી રીતે જવું? એ એમની સામે બિહામણો-વિકરાળ પ્રશ્ન હતો. અત્યન્ત ભયાનક ઠંડી, વાતાવરણ પણ ભયંકર અને સંદેશાના આપ-લે કરવાનાં કોઇ સાધન નહીં. ઠંડીમાં ગરમી આપે એવાં હીટર કે ઇલેકટ્રીક સાધનો નહીં. ધીમે ધીમે એ સાધનો વિકસાવ્યાં અને પરિણામે જુદા જુદા દેશના વૈજ્ઞાનિકો સંશોધન માટે જતાં થયાં. પછી તો પ્લેનની સગવડ વધી અને જવાની અનેક સુવિધાઓ ખડી થતાં સાહિસકોના જૂથો બન્ને ધ્રુવો ઉપર ઉતરી પડ્યા અને અજ્ઞાત જંગી સૃષ્ટિનો જગતને પરિચય આપ્યો. “ઉત્તરધ્રુવના વિશાળ પ્રદેશ સાથે ઉત્તરની ધરતીના ત્રણ ખંડો અને સાત રાષ્ટ્રો સ્પર્શ કરે છે. વૈજ્ઞાનિકો ઉત્તરધ્રુવ પ્રદેશને ‘મધરાતનો સુરજનો પ્રદેશ' તરીકે ઓળખાવે છે. ઉનાળામાં ચોવીશે કલાક પ્રકાશ રહે છે ત્યારે રાત હોતી જ નથી. જ્યારે શિયાળામાં સૂરજ ડોકાતો જ નથી. ઉત્તરના કેટલાક ભાગોમાં તો મહિનાઓ સુધી સૂરજની કોર પણ દેખાતી નથી એમ છતાં ત્યાં સંપૂર્ણ અંધકાર નથી હોતો પણ ઝાંખો ઉજાશ હોય છે.'' ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવના અને ત્યાંના સ્થાનના રંગીન-સાદા ફોટાઓ પ્રગટ થયેલા છે. આ વિષય ઉપર સ્વતંત્ર પુસ્તક લખવાનો જો સમય મળશે અને જો તે છપાશે ત્યારે ફોટા છપાવશું. ******************************************************* * ઉપર જણાવેલી વિગતો વાંચ્યા પછી ભૂગોળ-ખગોળના અભ્યાસીઓ સાધુ હોય કે શ્રાવક, તેમને જરૂર એમ થશે કે બંને માન્યતાઓ વચ્ચે આકાશ-પાતાળ જેટલું કે તેથી વધુ અંતર છે. જેમકે વિજ્ઞાને સૌરમંડળ બનાવીને સૂર્યને કેન્દ્રમાં રાખીને બાકીના બધા ગ્રહોને સૂર્યને પ્રદક્ષિણા **************[1] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy