SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ નીચેની ખાલી જગ્યાએ એક સસલુ આવીને બેસી ગયું. સસલાને જોઇ હાથીએ પગ ઉપર રાખ્યો. અનુકંપાના શ્રેષ્ઠ પરિણામથી સમકિત પ્રાપ્ત થયું. અઢી દિવસ સુધી પગ ઉપર રાખ્યો. દાવાનળ શાંત થતા બધા પશુઓ ચાલ્યા ગયા. પણ તે હાથીએ ધરતી પર પગ મૂકવા પ્રયત્નો કર્યા, પરંતુ જકડાઈ જવાને કારણે વધુ પ્રયત્ન કરવા જતા પડી જાય છે. અને ત્રણ દિવસ વેદના સહન કરી મૃત્યુ પામી શ્રેણિક રાજાના ઘરે એનો જન્મ થયો. આમ, પૂર્વભવ જણાવી પ્રભુએ તેને શાંત કર્યો કે “તે હાથીની યોનિમાં આટલું અસાધ્ય કાર્ય કર્યું અને હવે તું હારી ગયો છે.” આ સાંભળી મેઘમુનિનો વૈરાગ્ય મજબૂત થયો અને તે સંયમમાં સ્થિર થયા. અને ઉત્તરોતર મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. આ કથામાં રાજાની વ્યાયામ વિધિ, સ્નાનવિધિ, સ્વપ્ન-પાઠક, દોહદ, ૭૨ કળા, વિવાહ મહોત્સવ, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિ, દીક્ષા મહોત્સવ આદિ અનેક વર્ણનો આવે છે. અનુતરો ૫પાતિકમાં પણ મેઘકુમારના જીવનનું વર્ણન છે. અધ્યયન-રમાં ધન્યશેઠ અને વિજયચોરની કથા છે. રાજગૃહી નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ ભદ્રા. દેવી કૃપાથી તેના ઘરે પુત્રનો જન્મ થયો જેનું નામ દેવદત્ત' રાખ્યું. દેવદત્તની સંભાળ રાખવા પંથક નામનો દાસ રાખ્યો. દેવદત કંઈક મોટો થતા પંથક સાથે દેવદતને રમવા મોકલ્યો. પંથક દેવદત્તને એક સ્થાને બેસાડી અને બીજા બાળકો સાથે રમવા લાગ્યો. તે વખતે ત્યાં વિજય નામનો ચોર આવ્યો જેણે દેવદત્તને ઉપાડી તેના બધા આભૂષણો ઉતારી તેના પ્રાણ હરી અંધારિયા કૂવામાં ફેંક્યો. દેવદત્ત કયાંય ન મળતા તપાસ કરતા અંધારા કૂવામાંથી બાળકના શબને શોધી કહ્યું. અને વિજય ચોરને પણ પકડી પાડ્યો. હવે એકવાર ધન્ય સાર્થવાહે કંઈક ગુનો કરતા જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિજય ચોર અને ધન્ય સાર્થવાહને એક જ બેડીમાં ગોઠવવામાં આવ્યા. સાર્થવાહની પત્ની ભદ્રા વિવિધ ભોજન-પાણી જેલમાં મોકલતી. સાર્થવાહ જમવા બેઠો ત્યારે વિજય ચોરે આહાર માંગ્યો. પુત્રને મારી નાંખનારને આહાર કેમ આપું? એમ વિચારી ઇન્કાર કર્યો. થોડીવાર પછી ધન્ય સાર્થવાહને મળ-મૂત્ર વિસર્જન કરવાની બાધા ઉત્પન્ન થઈ અને વિજયે ના પાડી. ત્યારે તેને ભોજનમાંથી ભાગ આપવાનું વચન આપતા વિજય ચોર તૈયાર થયો. દરરોજ આ ક્રમ ચાલ્યો. આ 57
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy