SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન પહેલું મેઘકુમાર કથા - પચ્ચીસો વર્ષ પૂર્વે રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલણા, ધારીણી આદિ અનેક રાણીઓ હતી. એક દિવસ ધારીણી રાણીને સ્વપ્ન આવ્યું જેમાં સુંદર હાથી આકાશમાંથી ઉતરી એના મુખમાં પ્રવેશ કર્યો. જેના ફળસ્વરૂપે એક પુણ્યાત્મા ગર્ભમાં આવ્યો. ગર્ભકાળના ત્રીજે મહિને રાણીને દોહદ ઉત્પન્ન થયો. તેણીને તીવ્ર ઈચ્છા થઈ કે વરસતા વરસાદમાં, હરિયાળીમાં રાજા શ્રેણિકની સાથે ઐશ્વર્યનો આનંદ ભોગવતી વિચરે, દોહદ પૂર્ણ ન થતાં રાણી ઉદાસીન થઈ ગઈ. અંતે અભયકુમારે અઠ્ઠમ તપ કરી મિત્ર દેવનું સ્મરણ કર્યું. તેના સહયોગથી મનોકામના પૂર્ણ થઈ. યથા-સમયે ધારીણીને પુત્ર પ્રસવ્યો. જેનું નામ મેઘકુમાર રાખ્યું. તે યુવાન થતાં આઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયા. એકવાર પ્રભુ મહાવીર રાજગૃહીમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું અને પરમાત્માએ દેશના આપી. એ સાંભળવા મેઘકુમાર પણ ઉપસ્થિત થયા. વૈરાગ્યમય દેશના સાંભળી મેઘકુમાર સંસારથી વિરક્ત થયા.માતા-પિતા પાસે અનુમતિ માંગી, દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રે જ તેને શ્રમણોના ગમનાગમન આદિથી ક્ષણમાત્ર પણ ઉંઘ ન આવી, જેથી તેનું મન સંયમથી વિચલિત થયું અને સંયમ ત્યાગનો નિર્ણય મનોમન કરી લીધો. પ્રાત:કાલે ભગવાન પાસે જઈ સઘળી વાત કરી. ભગવાને પ્રતિબોધ આપતાં તેનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ- ત્રીજા ભવમાં મેઘકુમારનો જીવ સુમેરૂ હાથી હતો. એક હજાર હાથીહાથણીઓનો નાયક હતો. એકવાર જંગલમાં દાવાનળ પ્રગટ્યો. ત્યારે જંગલના બધા પ્રાણીઓ ભાગવા લાગ્યા, તે સમયે સુમેરૂ હાથી પાણી પીવાની આશાએ સરોવરમાં ઉતર્યો પણ તેમાં બહુ કીચડ હોવાથી ફસાઈ ગયો. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધુને વધુ ખેંચતો ગયો. તે વખતે એક જુવાન હાથીએ સુમેરુ હાથી પર હુમલો કરી લોહી લુહાણ કર્યો. પ્રચંડ વેદનામાં સાત દિવસ પસાર કરી મૃત્યુ પામી મેરુપ્રભ નામે હાથી બન્યો. કાળાંતરે તે મેરૂપ્રભ હાથી પણ ચૂથપતિ બન્યો. એકવાર જંગલમાં આગ લાગી ત્યારે મેરુપ્રભ હાથી વિચારમાં પડ્યો તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. દાવાનળથી બચવા તેણે મેદાન સાફ કર્યું અને એકવાર દાવાનળ લાગતાં તે હાથી ત્યાં આવી ઉભો રહ્યો. થોડીવારમાં તે મેદાન પ્રાણીઓથી ભરાઈ ગયું. હવે મેરુપ્રભ હાથીને ખંજવાળ આવતા પગ ઉંચો કર્યો. ત્યાં પગની 56
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy