SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ભગવંતો, ગણધર મહારાજાઓ અને અનુકરણીય અનેક પૂર્વજોની નિર્મળ કથાઓ, તેમજ જિનેશ્વર ભાષિત આગમના રહસ્યનું વિવેચન જેમાં હોય તે જ ધર્મકથા કહેવાય છે. તેથી જ તીર્થંકર દેવોના ચરિત્રો એ ઉત્તમ પ્રકારની ખાસ ધર્મસ્થાઓ ગણાય છે. આવી ધર્મકથા સિવાય પ્રાણી વૈરાગ્ય પ્રાપ્ત કરી શકતો નથી, સાંસારજન્ય વ્યથાથી મુક્ત થઈ શકતો નથી. તેમજ આનંદજન્ય સુખનો સ્વાદ પણ લઈ શકતો નથી. શ્રી જિનેન્દ્રદેવોના સુંદર ચરિત્રો આત્મકલ્યાણની સર્વ સામગ્રી યુક્ત હોવાથી મનનપૂર્વક તેવા ચરિત્રો વાંચનારને કોઈને કોઈ લાભ થયા સિવાય રહેતો નથી. મોક્ષ માટે પ્રથમ પગથિયું સમકિત ગયું છે અને સમક્તિ વિશે સમજવા થા તત્વનો આધાર લેતા સરળ રીતે તેના લક્ષણો સમજી શકાય છે. “યોગદષ્ટિ” જેવા વિષયને સમજવા માટે પણ દૃષ્ટાંતોનો આધાર લેવો પડે છે. સિધ્ધાંત ક્યારેક આકાશેથી પડતી વિજળી જેવો ભારેખમ હોય છે. કોઈ તારમાં ઝીલી લેવાય તો જ તે હળવો ફૂલ બની જાય છે. અને ધરતી ઉપર પ્રકાશ પાડીને ઉપયોગી બની જાય છે. દષ્ટાંતો એ સિધ્ધાન્તની વીજળીને ઝીલી લેતો તાર છે એના દ્વારા સિધ્ધાન્તનું હાર્દ પ્રકાશી ઉઠે છે. શ્રોતાના જીવનમાં તે પહોંચી જઈને જીવનની ધરતીને પ્રકાશમય બનાવે છે. દરેક પુત્રે વડીલોની સેવા કરવી જોઈએ. જે પુત્રો વડીલોને ત્રાસ આપે તે કુપુત્રો છે. આ વાત સીધે સીધી સાંભળવા કુપુત્ર તૈયાર થતો નથી. એટલે “કુણિક નામના પુત્રની કથા સાંભળવી જરૂરી છે. આમ ધર્મકથા દ્વારા કોઈ પણ વાત સમજાવવી સરળ પડે છે. જૈન ધર્મમાં કથાની આગવી વિશેષતા છે કે વર્ણનો બધા જ આવશે પરંતુ અંતે તો વૈરાગ્યની પુષ્ટિ થાય તેવો જ બોધ આપવામાં આવે છે. આમ, જિનેશ્વર દેવોના ચરિત્રોનું શ્રધ્ધા અને એકાગ્ર ચિત્તે વાંચન કરવાથી પરમાત્મા દેવાધિદેવ પ્રત્યે અદ્વિતીય ભક્તિભાવ પ્રગટે છે અને પરમાત્માના વચન અને આજ્ઞા પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા ઉત્પન્ન થતાં તે પ્રમાણે જીવનમાં વર્તતા કોઈ વખત અપૂર્વ ઉલ્લાસ આત્મામાં અનુભવવામાં આવે છે. ઉત્તરોત્તર મોક્ષ પ્રાપ્તિ થાય છે. જૈન કથાના વિષયનું સંશોધન કાર્ય પૂર્ણ કરતા પરમાત્માને એક પ્રાર્થના કરું છું કે આ પંચમકાળમાં કેવળજ્ઞાન મળવું શક્ય નથી પરંતુ તેના બીજરૂપ સમકિતની પ્રાપ્તિ મને થાય. મારું સમ્યકત્વ નિર્મળ બને અને બધા જીવો પણ આ ગ્રંથ વાંચન દ્વારા જ્ઞાન મેળવી મોક્ષ માર્ગે આગળ વધે. જેમ અંધારું દૂર કરવા માત્ર એક દીવો પૂરતો છે તેમ અજ્ઞાન રૂપ અંધકાર દૂર કરવા આ ગ્રંથ દીવા જેવું કાર્ય કરશે એ જ અભિલાષા! જિનાજ્ઞા વિરુધ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્... 587
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy