SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરાંત મધ્યકાલીન યુગમાં રાસાઓ, બારમાસી, ફાગુની રચનાઓ પણ ભરપૂર પ્રમાણમાં થઈ છે. જેમાં શ્રીપાળ રાજાનો રાસ આજે પણ શાશ્વતી ઓળીમાં વંચાય છે. બીજા રાસાઓ વ્યાખ્યાનમાં વંચાય છે. જે બતાવે છે કે કથા તત્ત્વ ઉપદેશ આપવા તેમજ તત્વ પીરસવામાં કેટલું ઉપયોગી છે. પ્રકરણ-૪માં આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મ.સા., આચાર્ય શીલચંદ્રસૂરિજી, આ.રામચંદ્રસૂરિજી, આચાર્ય ભદ્રગુપ્તસૂરિજી, આ.મનોહરકીર્તિસાગરસૂરીજી, પં.ચંદ્રશેખરવિજયજી, આ મુક્તિપ્રવિજયજી તેમજ જયભિખ્ખું, રતિલાલ દીપચંદ દેસાઇ, સારાભાઈ નવાબ, સુનંદાબેન વહોરા, બેચરદાસ દોશી આદિ વિદ્વાનો દ્વારા રચાયેલ કથાઓનું વિવેચન છે. જે બતાવે છે કે હાલના ટેકનોલોજીના યુગમાં પણ કથાતત્વ માણસના મનને કેટલું પ્રિય છે. રામાયણ જેવી કથાઓનો આધાર લઈ એજીન્યરીંગના ટુડન્ટ પ્રોજેકટ તૈયાર કરે છે. જેમાં M.B.A, C.A, એજીનીયર રૂપે કથા પાત્રોને લઇ સુંદર રીતે રજુઆત કરાય છે. ખરેખર! કથા એ માનવ જીવન માટે જરૂરી છે. કથાની અંતે નવ રસોના વર્ણન, આડ કથાઓ, ઘટનાઓ, વર્ણનો, સામાજિક પરિસ્થિતિ, સાંસ્કૃતિક વર્ણનો આવે છે. વિવિધ વર્ણનોને કારણે કથા પ્રવાહ વહેતો રહે છે. અને વાંચકને એવો રસ પડે છે કે એ કથા સાંભળ્યા વિના કથાનો અંત સાંભળ્યા વિના ચેન પડતુ નથી. આમ, વર્ણનો વાચકને પકડી રાખે છે. ઘટનાઓથી વાચકને કથામાંથી બોધ પણ મળે છે અને રસ પણ પડે છે. આમ, આપણા પૂર્વાચાર્યો એ કથાનુયોગના સાહિત્યમાં મહાપુરુષના અનેક સુંદર ચરિત્રો, અનેક અંતર્ગત બોધકથાઓ અને વિવિધ વર્ણનો સાથે રચી આપણા ઉપર મહાન ઉપકાર કરેલ છે. જૈન કથા સાહિત્યમાં નિશ્ચય અને વ્યવહાર બંને ધર્મનાં સ્વરૂપો યથાસ્થિત બતાયેલાં છે. છતાં કાળ પરિવર્તન વડે મૂળ સંસ્કૃતિ જાળવી રાખતાં તેમાં જૂનાધિક્તા થયા કરે તે સ્વાભાવિક છે. જૈન કથા અને ઇતિહાસ સાહિત્ય વિસ્તારપૂર્વક ગદ્ય, પદ્યાત્મક રૂપે અત્યારે જે ઉપલબ્ધ છે તે ભારતીય ઇતિહાસ ઉપર નૂતન પ્રકાશ પાડે છે, તેની ભાષા પણ શુધ્ધ અને સુંદર પ્રાકૃત મૂળરૂપે છે. જેમાં અનેક સત્ત્વશાળી પૂજ્ય પુરુષોના જીવન વૃત્તાન્તો વિદ્વાન મહાન ત્યાગી મહાત્મા અને આચાર્ય મહારાજાઓએ અનેક રચેલા છે. તેમાં શ્રી તીર્થકર ભગવાનોના ચરિત્રો વધારે રસિક, અનુપમ અને વિવિધ જાતના સુંદર વર્ણનો યુક્ત હોવાથી તે પ્રથમ પંક્તિએ મૂકી શકાય છે. 586
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy