SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ચલિત કરવા માટે પ્રયત્નો થાય છે પરંતુ અંતરમાં મુક્તિ મેળવવાની અભિલાષા લાગી હોય, તપ, ત્યાગ, ચારિત્ર્ય મનમાં વસી ગયા હોય સંસારનુ સાચુ સ્વરૂપ સમજાઈ ગયું હોય તો તે ફરીને સંસારમાં શી રીતે આવે?'' વૈદ્ય મો. ચુ. ધામીએ અન્ય કથાઓની જેમ આ કથામાં પણ અદ્ભુત વર્ણન કર્યું છે તબિયત સ્વસ્થ ન હોવાને કારણે તેઓ આ કથા પોતે બોલતા અને તેમના પુત્ર વિમલકુમાર ધામી લખતા. આ ઉપરથી તેમનો સાહિત્ય પ્રેમ કેવો હશે તે જાણી શકાય છે. ‘દેદાશાહ” નામની ઐતિહાસિક નવલકથામાં વધ મોહનલાલ ચુનીલાલ ધામી કહે છે “મંત્રી પેથડશાહના પિતા દેદાશાહ, તેમનું જીવન ઘણું ભવ્ય હતું. જે યુગની આ કથા છે તે યુગમાં આપણા દેશ પર વિધર્મીઓના નાના મોટા આક્રમણો થયા કરતા. દેદાશાહનું કથાનક વાંચનારના હૈયામાં સદાચાર, સંસ્કાર, ધર્મપ્રેમની રેખા દોરવામાં અલ્પાંશે પણ સફળ થશે તો ભૌતિક ભૂતાવળથી ઘેરાયેલા આ યુગમાં એક સાદગી ભર્યા જીવનનો ધબકાર ઊભો કરી શકાશે. ગરીબી હટાવોની આધુનિક યુગની ધમાચકડીમાં આ કથા પ્રેરક બનશે. વૈધ મોહનલાલ ચુનીલાલ ધામી એ લગભગ ૧૪૫ કરતાં વધુ કથાનકોની રચના કરી છે. તેમણે લખેલ કેટલાક પુસ્તકની યાદી નીચે મુજબ છે. ભવબંધન મલયસુંદરી, રૂપકોશા નર્તકી, મંત્રપ્રભાવ, ભવબંધન મલયકુમાર, રૂ૫ ગર્વિતા, રૂપકોશા આર્ય સ્થૂલભદ્ર, વેરથી વેર શમતું નથી, ૩ અવશેષ, વેરના અવશેષ, પાયલ બાજે કલ્યાણી, પાયલ બાજે ઇલાચિ, અજ્ઞાતવાસ, સંસાર ચાલ્યો જાય છે, રાજ દુલારી, વાસવદત્તા, પરદુઃખભંજક સવાઈ વિક્રમ, નટરાજ અંજના, પરદુઃખભંજક વિક્રમાદિત્ય, પરદુ:ખભંજક વૈતાલ, નટરાજ મેખલી પુત્ર, મગધેશ્વરી ચાણક્ય, મગધેશ્વરી ચિત્રલેખા, વાલા, વેર શમતું નથીઃ ચિનગારી, ઉચો ગઢ ગિરનાર, સોરઠની સુંદરી ભાગ-૧,૨, પુણ્ય પ્રભાવ-૧,૨, અંજના સુંદરી, પેથડ શાહ, નિષધપતિ, જાવડ શેઠ, દેદાશાહ, મગધેશ્વરી નૃત્યાંગના, તરંગલોલા, સુદર્શન શેઠ, આર્ય લલિતાંગ, રત્નમંજરી, કુપદ્મલેખા વગેરે. જીવનલાલ છગનલાલ સંઘવી જીવનલાલ છગનલાલ સંઘવીએ ભગવતી સૂત્રની કથાઓ નામક પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેમણે આગમ સાહિત્યમાંથી કેટલાક કથાનકો પ્રગટ કર્યા છે. જેમકે (૧) જૈનાગમ કથાકોષ (૨) ઉત્તરાધ્યયન સૂત્રની કથાઓ (૩) જ્ઞાતા સૂત્રની કથાઓ 560
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy