SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ આ કથા વિષે મો.ચુ. ધામી કહે છે કે, પ્રસ્તુત લોક-કથા એ કોઇ રાસ પરથી યોજવામાં આવેલી નવલકથા નથી તેમ નરી કલ્પનાની ઇમારત પણ નથી. આ કથા પાછળ ઇતિહાસ જીવંત સ્મારકસમા અણનમ ખડા રહેલા પાળિયાઓની સાખ છે. આ કથામાં બારોટોના આત્મ-બલિદાનની યશ ગાથા છે. આ કથાની સાંકળ મેળવવા બારોટોની દંતકથા, કેટલીક લોકવાણી અને ચારણભાટની વાતોનો આશ્રય લેવો પડ્યો. આ લોકકથા ઉપર ઇતિહાસની મહોર મેળવવા માટે નીચેના પુસ્તકોનો આશ્રય લેવો પડ્યો. (૧) સોરઠી તવારીખ (ર) ભારત લોકકથા (૩) સોરઠનો ઇતિહાસ (૪) રાજસ્થાન (૫) જૈન યુગ.૪૫ આમ, મો.ચુ.ધામી એ કથામાં ઇતિહાસના પાના પર લખાયેલા શબ્દો કરતા દંતકથા અને લોકવાણીનો વિવેક પૂર્વક વધારે ઓથ લીધો છે. કારણકે વિશ્વનું લોકસાહિત્ય ઇતિહાસના પાનાંઓથી દૂર દૂર વસ્તુ છે. ‘સૌભાગ્ય કંકણ’ નામની કથા પાછળ નારીના શિયળનો એક મહાન આદર્શ પડેલો છે. આ પુસ્તક રચ્યું ત્યારે લેખક મો.ચુ. ધામીની ઉમર ૭૩ વર્ષની હતી. આ પુસ્તકની ત્રણ આવૃત્તિ બહાર પડી છે. એક સુર્વણયુગ એવો હતો કે નારી પોતાના શિયળના તેજ વડે સંસારમાં શ્રેષ્ઠ નારી રત્ન તરીકેનું ગૌરવ પામી શકતી હતી. પોતાના ચારિત્રની રક્ષા ખાતર તે ગૌરવ પામી શક્તી હતી. આમ, સોભાગ્ય કંકણના કથા થાળમાં શિયળનું બળ અને ગૌરવ કેટલું ભવ્ય છે તે વાત શીલવતી પોતાના જીવનથી દર્શાવે છે, જેનું અદ્ભુત વર્ણન મો.ચુ. ધામી એ આ પુસ્તકમાં કર્યું છે. ‘રાગ વિરાગ’ કથા અંગે વૈધ મોહનલાલ ચુ. ધામી કહે છે કે, જૈન ઇતિહાસ રૂપ ઉપવનમાં ખીલેલા અનંત પુષ્પોમાંથી મેં પુષ્પ ચૂંટી કાઢ્યું છે. જૈન ઇતિહાસમાં થઇ ગયેલા મહાત્મા અષાઢાભૂતિના જીવનને સ્પર્શતી આ કથા નર નારના મનોમંથનને દર્શાવે છે. આ કથા ઐતિહાસિક નવલકથા છે. ‘નિમરાજ’ નામની કથા રજુ કરતા વૈદ્ય મો.ચુ. ધામી કહે છે કે, ૪૬ નમિરાજની કથા પ્રાચીન કથા સાહિત્યમાંથી પ્રાપ્ત થયેલી છે. આ કથા કર્મના ઘેરાવાને ભેદવા સહાય કરશે. કથામાં નિમરાજને અંતરમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાયો અને સાંસારિક જીવન છોડી ને મુક્તિના માર્ગે આગળ વધે છે અને પાછો વળતો નથી. તેને 559
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy