SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ - આમ, જયભિખ્ખનું સાહિત્ય વિષય દૃષ્ટિએ વૈવિધ્યયુક્ત છે. એમાં એમણે દંતકથાઓ, લોકકથાઓ, તેમજ ધર્મકથાઓનો ઉપયોગ કરીને એમાંના કલ્પના તથા ચમત્કાર તત્ત્વને ગાળી નાખીને, આજની બુધ્ધિજીવી વર્ગ ગળે ઉતારી શકે એ રીતે રોચક ફેરફાર કરીને સરસ વાર્તાઓ સર્જી છે. એમની વાર્તાઓ ટૂંકા વાક્યોવાળી પ્રવાહી શૈલીને કારણે બાળકોને એક અનોખી રસસૃષ્ટિમાં રમમાણ કરે છે. આબાલ વૃધ્ધ સૌને જીવન જીવવાનો સાચો રાહ ચીંધે છે. આ ઉપરાંત કહેવત કથાઓ પ્રાણી કથાઓ, નીતિકથાઓ પણ જયભિખ્ખએ બાળકો અને પ્રોઢોને ધ્યાનમાં રાખીને લખી છે. એમની કહેવતકથાઓ કિશોરોની ભાષા શક્તિને ખીલવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે એવી છે. પ્રાણી કથાઓને સાંપ્રદાયિક રંગોથી મુક્ત રાખીને રજૂ કરનાર તેઓ પહેલા સર્જક છે. આમ જયભિખુનું સંખ્યા દષ્ટિએ પણ સમૃધ્ધ છે. બાળસાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં છે. આમ, જયભિખ્ખનું સાહિત્ય જીવન લક્ષી માંગલ્ય અને માનવતાનો સંદેશ આપતું નોંધપાત્ર ક્ષમતા ધરાવતું છે. ભગવાન ઋષભદેવ” જેન સંઘના બે સર્વોદય શિખરોમાં એક શિખર તે આ શ્રી ઋષભદેવનું છે. બીજું ભગવાન મહાવીરનું આ ગ્રંથમાં લેખક શ્રી જયભિખ્ખું એ એજ પ્રચલિત અને પરિચિત જીવનની કથા કહી છે પરંતુ એમની શૈલી એટલી રસભરી અને વેગીલી છે કે પરિચિત છતાં તદ્દન નવી કથા વાંચતા હોઈએ એમ લાગે. જે વાત આપણે પહેલાં અનેકવાર સાંભળી હતી તે જયભિખ્ખના શબ્દોમાં નવાં જ રૂપ-રંગ ધરી ખીલી નીકળી છે. આવા સમયે લેખકને કહેવાનું મન થઈ આવે કે “ભાઈ, અમારી જૂની વાતો ફરી કહેતા મૂંઝાશો નહિ. એની એ જ વાતો ફરી કહેશો તો પણ અમને કંટાળો નહિ આવે. તમારા કથનની શૈલી જ એટલી રંગભરી છે કે તમે એ કહો છો ત્યારે જાણે એના રૂપ-રંગ પલટાઈ જાય છે. કાલિદાસ, ભવભૂતિને બાણના જમાનામાં જેમ રાજસભામાં કોઇ પુરાણ-કથાનું પારાયણ ચાલતું અને છતાં શ્રોતાઓનો રસ બરાબર જળવાઇ રહેતો તેમ તમારી કલમમાંથી નિઝરતી કથા અમને ફરી ફરી સાંભળવાનું મન થાય છે.'' ભાઇ જયભિખ્ખું જ્યારે પ્રસંગ વર્ણવે છે ત્યારે એક એક સુરેખ ચિત્ર ખડું થાય છે. યુગલિક જીવનની આ રોમાંચ કથા, તેમજ આવી કથાઓ આવાં સજીવ, પ્રાણવાન, વિવિધરંગી બનશે ત્યારે પ્રાચીન જૈન સાહિત્યનો પુનરૂધ્ધાર થશે. 553
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy