SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ હતી. આચાર્ય પૂર્ણચંદ્રસૂરીશ્વરજીએ આ કથાને નાના-નાના વિભાગોમાં વહેંચી વિ.સં. ર૦૫૯માં સુંદર રીતે રજૂ કરી છે. તરંગવતીના પૂર્વ જન્મની કથા વસ્તુ - ચક્રવાક અને ચક્રવાકી બંને આનંદથી કિલ્લોલ કરતાં તળાવમાં ક્રીડા કરી રહ્યા હતા. ત્યાં એકાએક પારધીનું તીર વાગ્યું અને ચક્રવાકનું મૃત્યુ થયું. ત્યારબાદ ચક્રવાકી પણ તેની પાછળ મૃત્યુ પામે છે. તરંગવતીને જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વ જન્મમાં જે ચક્રવાક હતો, એ જ આ જન્મમાં મળશે તો લગ્ન કરશે, એવું નક્કી કરે છે. ચિત્રપટ તૈયાર કરાવી રાજકુમારને શોધે છે અને પછી ઘણી ઉથલ-પાથલ થયા પછી બંનેનું મિલન થાય છે. સમય જતાં એકવાર મુનિ ભગવંતની દેશના સાંભળતા યોગવિયોગનું, વિરહનું કારણ પૂર્વજન્મના કરેલ કર્મો વગેરે જાણતાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને બંને દીક્ષા લે છે. પૂર્ણચંદ્રસૂરીશ્વરજીએ કથા આધારિત ઘણી પુસ્તકો લખી જેમકે, ભાગ્યચક્ર, પ્રેરણા પ્રકાશ (જેમાં પરમાત્મા પાર્શ્વનાથની જીવનકથા, મદનરેહાની કથા, નળદમયંતીની કથા સુંદર રીતે રજૂ કરે છે.) ફૂલ અને ફોરમ (જેમાં તૂટયા તાર ગૂંજ્યુ ગીતમાં મંદોદરી-રાવણની કથા, ભિખારી ધન કુબેર, દિલ દિલથી જીતાય એવી અનેક કથાઓ છે.) કલિકાલ સર્વજ્ઞ અને કુમારપાલ, અંધારે અજવાળાં, ઝેર તો પીધાં જાણી જાણી, દરિયામાં એક વીરડી મીઠી, મૃગજળની માયા, પળપળના પલટા, કમળની કેદ, કલ્યાણયાત્રા, ચિંતન અને ચિનગારી, સો સો સલામ સંસ્કૃતિને, શૌર્ય અને શહાદત, વેર અને વાત્સલ્ય, પ્રકાશ પ્રતિ પ્રયાણ, કલ્યાણ મંત્ર, સન્ના ત્રાજવે મૂંઝાતા માનવીને, મૂંઝવણમાંથી મુક્તિ, પુણ્યે જાય પાપે ક્ષય, જીવદયા કાજે જંગ આદિ અનેક. ભાગ્યચક્ર” પુસ્તકમાં આચાર્ય પૂર્ણચંદ્રસૂરિએ વીરભદુની જીવન કથા સુંદર રીતે આલેખી છે. દરેક પ્રસંગોને અલગ-અલગ વિભાગમાં વહેંચી ઋષભદાસ શ્રેષ્ઠીના પુત્ર વીરભદ્રની જીવનની શરૂઆતથી મુનિ વીરભદ્ર બન્યા ત્યાં સુધીની કથાને રજૂ કરી છે. આમ કથામાં નવે નવ રસોને સુંદર રીતે આવરી લીધા છે. છેલ્લે દરેક જૈન મુનિ જેમ શાંતરસ દ્વારા વૈરાગ્યની વાત સમજાવે છે, એવું જ આચાર્ય પૂર્ણચંદ્રસૂરિએ કથાને શાંતરસ તરફ વળાંક આપી સુંદર બોધ આપ્યો છે. - પ.પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ મ.સા. જૈન મુનિઓમાં અભ્યાસનિષ્ઠાની મોટી પરંપરા છે. અને સાથે સાથે સર્જકતાની 530
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy