SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષ કલહ માટે બતાવ્યા છે. મોક્ષ માર્ગમાં અંતરાય રૂપ ૧૮ પાપસ્થાનક દ્રષ્ટાંત સાથે સમજાવ્યા છે. તેમાં – અહિંસા માટે તેમનાથનું, મેઘરથરાજાનું. માટે વસુ રાજાનું ચોરી માટે દેવાનંદાનું પરિગ્રહ પેથડ શાહનું અભિમાન શ્રેણિક, સ્થૂલભદ્રનું માયા ચંડપ્રદ્યોત અને અભયકુમારનું લોભ મમ્મણ શેઠનું અગ્નિશર્મા તાપસનું ગુણમંજરીના પૂર્વભવનું જૂઠા આરોપ માટે ઋષિદત્તાનું પશુન્ય માટે ચાણક્ય અને સુબંધુ મંત્રીનું રતિ-અરતિ માટે ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાન્ન આપ્યું છે. આ ઐતિહાસિક દૃષ્ટાંતો ઉપરાંત અન્ય દૃષ્ટાંતો આપીને પંન્યાસજીએ આબાલ જીવોને સમજાવવા માટે સુંદર પુસ્તક લખ્યું છે." બ્રહ્મચર્ય” પુસ્તકમાં ૫૪ પ્રકરણ પાડ્યા છે. તેમાં બ્રહ્મચર્યનું પાલન કરનાર અને તેનું ખંડન કરી પતન થનારા ઐતિહાસિક દ્રષ્ટાંતો આપ્યા છે. જેમાં સુનંદા, રાજીમતી, સીતા, પેથડશાહ, વિજયશેઠ-વિજયાશેઠાણી, સ્થૂલભદ્ર, બપ્પભટ્ટસૂરિ આદિ દ્રષ્ટાંત આપ્યા છે. પશ્ચિમની આંધી, બીભત્સ ચેનલોના આક્રમણથી શીલ સંકટમાં આવ્યું છે. આવા સમયે બ્રહ્મચર્ય જેવા પુસ્તક દ્વારા સદાચારનો પાઠ આપી શકાય છે.' આમ, તેઓશ્રીએ જૈન સાહિત્યમાં સારું એવું યોગદાન ફાળવ્યું છે. આચાર્ય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી આચાર્ય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજે “કલ્યાણ” નામના માસિકમાં સુખ દુઃખની ઘટમાળ નામની કથા લખી હતી. એ કથા ત્યાર બાદ પુસ્તક રૂપે પ્રકાશિત થઈ. વીર નિર્વાણ પછી લગભગ ૬૬૫ વર્ષ બાદ થઈ ગયેલા પ્રભાવક શ્રીપાદલિપ્તાચાર્યે પ્રાકૃત ભાષામાં “તરંગવતી”ની કથા સવિસ્તાર-શૈલીથી આલેખી હતી. અત્યારે આ રચના અનુપલબ્ધ છે. પણ આ રચનાના આધારે શ્રી નેમિચંદ્ર ગણિ રચિત કથા સંક્ષેપમાં અત્યારે ઉપલબ્ધ છે. એ યુગમાં આ કથા ખૂબ જ લોકપ્રિય 529
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy