SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ નગરના શ્રેષ્ઠી નાગદત્ત અને એમની ધર્મપત્ની વાસૂકીની પુત્રી નાગિલા સાથે ભવદેવનું લગ્ન થયું. ભવદત્ત મુનિ જાણતા નથી કે ભવદેવનું લગ્ન થઇ ગયું છે. ગુરૂદેવની અનુમતિ લઇને સુગ્રામ નગરે આવે છે. એજ દિવસે ભવદેવનું લગ્ન થઇ ગયું. ભવદત્તમુનિ તેમના સંસારી ઘરે જાય છે ત્યારે ઘર-પરિવારના સભ્યો તેમના દર્શનવંદનથી ખુશ થયા. ભવદત્ત મુનિની આંખો ભવદેવને શોધતી હતી. ભવદેવ તેની પત્નીને શણગારવામાં વ્યસ્ત હતો. ત્યાં ભવદેવે ભવદત્ત મુનિનો અવાજ સાંભળ્યો. તેના હાથ થંભી ગયા. હું હમણાં જ પાછો આવું છુ ને! એમ કહી ભવદેવ મેડી ઉપરથી નીચે પધાર્યા. ભાઇ મુનિને જોઇ તેઓ ખુશ થયા અને ભિક્ષા વ્હોરાવી. ભવદત્તની વજનદાર ઝોળી જોઇ ભવદેવે કહ્યું કે ગુરૂદેવ! મને આ ઝોળી આપવા કૃપા કરો? હું ઉપાડી લઇશ. ભવદત્ત મુનિએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ભિક્ષાપાત્રની ઝોળી ભવદેવને સોંપી દીધી. ચાલતાં ચાલતાં ભવદત્ત મુનિએ નાનપણના સંસ્મરણો ભવદેવને યાદ કરાવ્યા. વાત વાતમાં ઉપાશ્રય આવી ગયો. જેવા બંનેને જોયા ત્યારે બીજા સાધુઓ તર્ક વિતર્ક કરવા લાગ્યા અને બોલ્યા કે-દીક્ષા આપવા જ ભાઇને લાવ્યા હશે ને? ગુરૂદેવ પાસે આવીને ભવદત્ત મુનિ બોલ્યા કે આ મારો લઘુભ્રાતા છે તેને દીક્ષા આપીને ભવસાગરથી તારવાની કૃપા કરો. ભવદત્ત મુનિના વચનો સાંભળીને ભવદેવ સ્તબ્ધ થઇ ગયો. ક્ષણમાં વિચાર કરી લીધો ભાઇ મુનિરાજ છે. તેમનું વચન જૂઠું ન પડવું જોઇએ એમ વિચારી ગુરૂદેવને કહ્યું, સાચી વાત છે ગુરૂદેવઃ હું દીક્ષા લેવા આવ્યો છું.....ભવદેવે ગૃહવાસ ત્યજી દીધો. પરંતુ આ વૈરાગ્ય વિનાનો ત્યાગ હતો. ભાઇ પ્રત્યેનો કર્તવ્યભાવ હતો. કુટુંબીજનોને ખબર પડતાં તેઓ દોડી આવ્યા. અને તેઓએ જાણ્યું કે ભવદેવે ચારિત્રધર્મ અંગીકાર કરી લીધો છે. માતા રેવતી બેહોશ બની જમીન પર ઢળી પડી. નાગિલા પણ ચીસ પાડીને જમીન પર ઢળી પડી. ૩. વ્યથા હૈયાની આ બાજુ પિતા ભવદેવની આગળ હૃદયની વ્યથા રજુ કરે છે. તેઓ કહે છે કે, બેટા ભવદેવ, તેં આ શું કર્યું? તારા વૃધ્ધ માતા-પિતા, નવોઢા પત્નીનો પણ વિચાર ન કર્યો? શું તારા મનમાં ઊંડે ઊંડે વૈરાગ્ય ભરેલો હતો? શું તું તારા વડીલ ભ્રાતાની રાહ જોતો હતો? બેટા, સંયમ ધર્મને હું ઉપાદેય માનું છુ પરંતુ તારા લગ્ન પછી તો અનુમતિ આપવાનો પ્રશ્ન જ ન હતો. શું તારા અગ્રજ મુનિરાજે તારા હૃદયમાં વૈરાગ્ય પેદા કરી 496
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy