SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ કથાવસ્તુ ૧. ભવત્ત સુગ્રામ નગરના બાહ્ય ઉદ્યાનમાં આચાર્ય શ્રી મહીધર મુનિ વૃંદ સાથે બિરાજમાન હતા. પ્રતિદિન હજારો નગરજનો તેમના ધર્મોપદેશ સાંભળી હર્ષ વિભોર બનતા હતા. મધુ અને શર્કરાથી પણ વધારે મધુર વાણી આચાર્ય દેવની હતી. એક યુવક નિયમિત આચાર્ય દેવનો ધર્મોપદેશ સાંભળવા આવતો હતો. તેનુ નામ હતું ભવદત્ત. સુગ્રામના ધનપતિ રાષ્ટ્રકૂટનો એ મોટો પુત્ર હતો. ખૂબ તન્મય બનીને તે ઉપદેશ શ્રવણ કરતો હતો. ધર્મશ્રવણથી તેને વૈરાગ્ય ભાવ પેદા થયો. એક દિવસ માતા રેવતી અને પિતા રાષ્ટ્રકૂટની આગળ પોતાનો નિર્ણય જાહેર કર્યો. તેઓની આજ્ઞા મળતાં તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. ભવદત્ત મુનિ સુંદર સંયમ ધર્મનું પાલન કરે છે. સૂત્ર અને અર્થ ગ્રહણ કરી. એના પર અનુપ્રેક્ષા કરે છે. થોડા વર્ષોમાં તેઓ વિશિષ્ટ કોટિના વિદ્વાન બન્યા. ખૂબ આનંદ-ઉલ્લાસ પૂર્વક તેમની સંચમ યાત્રા ચાલી રહી છે. ૨ ભવદેવ આચાર્ય દેવશ્રી મહીધરસૂરિ વિહાર કરતા કરતા વત્સદેશમાં પધાર્યા. વત્સદેશની રાજધાની કૌશામ્બી હતી. આચાર્ય દેવે કૌશામ્બીમાં માસ કલ્પની સ્થિરતા કરી. તેમાં એક શ્રમણ વત્સ દેશના હતા. તેમનું નામ પ્રભાસ મુનિ હતું. તેમને સમાચાર મલ્યા કે તેમના નાનાભાઇ વિલાસના લગ્નની તૈયારી ચાલે છે. તે સાંભળી પ્રભાસમુનિનું હૃદય ભાઇ પ્રત્યેની ભાવ દયાથી ઊભરાવવા માંડયું. તેમને થયું કે જઇને વિલાસને સમજાવું સંસારની અસારતા સમજાવી વૈરાગી બનાવું અને તેને દીક્ષા આપું. તેઓ શ્રીઆચાર્યજીની આજ્ઞા લઇને ભાઇને પ્રતિબોધ કરવા જાય છે પરંતુ તેમને જોતાં તેમનો ભાઇ ખિન્ન બન્યો. છતાં મુનિરાજ દુર્ભાવ કર્યા વગર ત્યાંથી નીકળી ગયા.પરંતુ ભવદત્ત મુનિને તેમના લઘુભાઇનો વિચાર પ્રવેશ્યો. ભવદત્ત મુનિની કલ્પનાસૃષ્ટિમાં લઘુભ્રાતા ભવદેવ સાકાર થયો. મારો નાનોભાઇ વિનીત છે. મારા પ્રત્યે અપૂવ અનુરાગ છે... અમે સાથે રમેલા છે...મને એના વિના ચાલતું ન હતું. એને મારા વિના ચાલતું ન હતું...જ્યારે મેં ગૃહવાસ ત્યાગ કર્યો ત્યારે તે કેવો રહ્યો હતો ? આચાર્ય દેવ મુનિ પરિવાર સાથે મગધ દેશ તરફ વિહાર કર્યો. સુગ્રામ નગરમાં શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટ ભવદેવનો લગ્નોત્સવ આયોજિત કર્યો છે. તે જ 495
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy