SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૧૮૦રમાં કલ્યાણસાગરસૂરિનો રાસ રચ્યો. રામવિજય-રૂપચંદે સંવત ૧૮૧૪માં ૪૯૫ કડીનો ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. જિનવિજયે સંવત ૧૭૯૧માં ૪૧ ઢાળમાં શ્રીપાળ ચરિત્રરાસ રચ્યો. સંવત ૧૭૯ભાં ૪ ખંડ ૮૫ ઢાળ રર૫૦ કડીમાં ધન્નાશાલિભદ્ર રાસ રચ્યો. મહિમાવર્ધને સંવત ૧૭૯૬માં ધનદત્તરાસ રચ્યો. નિહાલચંદ્ર સંવત ૧૭૯૮માં માણકદેવીનો રાસ રચ્યો. વીરચંદે સંવત ૧૭૯૮માં પંદરમી કલા-વિદ્યારાસ રચ્યો. સત્યસાગરે સંવત ૧૭૯૯માં વછરાસ રચ્યો. કમલવિજયે સંવત ૧૭૨૦માં રર ઢાળમાં ચંદ્રલેખારાસ રચ્યો. આમ, ૧૮મી સદીમાં જ્ઞાનચંદે પ્રદેશ રાજાની કથા, ચિત્રસંભૂતિ કથા, જિનપાલિત જિનરક્ષિત કથા, વિનયવિજયે શ્રીપાળ રાજાની કથા, જ્ઞાનસાગરે શુકરાજ કથા, ધમિલકથા, ઈલાચીકુમાર કથા, અષાઢાભૂતિ કથા, પ્રદેશી રાજાની કથા, નંદીષેણ કથા, આર્દ્રકુમાર કથા, સનતચક્રવર્તી કથા, શાંબકુમાર કથા, જિનહર્ષજસરાજે વિદ્યાવિલાસ કથા, શ્રીપાળરાજાની કથા, રત્નસિંહરાજર્ષિની કથા, કુમારપાળ કથા, અમરસેન વયરસેન કથા, હરિશ્ચંદ્રની કથા, યશોધર કથા, મૃગાંકલેખાની કથા, ઋષિદત્તાની કથા, સુદર્શનશેઠની કથા, અજિતસેન કનકાવતીની કથા, મહાબલ મહાસુંદરી કથા, ગુણકરંડ ગુણાવલી કથા, રત્નસાર કુમાર કથા, આરામશોભાની કથા, વસુદેવરાજાની કથા, રત્નસારકુમાર કથા, યશોવિજયે જંબૂકથા, વિનયવિજયની અધૂરી શ્રીપાલ કથા, શુભવિજયે ગજસિંહ કથા, વિદ્યારુચિએ ચંદરાજાની કથા, જ્ઞાનવિમલસૂરિએ જંબૂકથા, રણસિંહરાજર્ષિ કથા, ચંદકેવલી કથા, અશોકચંદ્ર રોહિણી કથા, દીપવિજયે કયવન્નાની કથા, મંગળકળશ કથા, ઉદયરત્નએ સ્યુલિભદ્ર કથા, જંબૂકુમાર કથા, મુનિ પતિ કથા, લીલાવતી સુમતિ વિલાસ કથા, ધર્મબુધ્ધિ મંત્રી કથા, ભુવનભાનુ કેવલી કથા, દામન્નક કથા, વરદત્ત ગુણમંજરી કથા (જ્ઞાનનું મહત્ત્વ આપતી), સુદર્શન શ્રેષ્ઠી કથા, હરિવંશકથા, ભરતપુત્ર કથા, દાનવિમલે લલિતાંગ કથાને રાસાઓમાં ગૂંથી છે. આ ઉપરાંત બીજા ઘણા કવિઓએ વિવિધ રાસાઓની રચના આ સમયગાળામાં કરી છે. 418.
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy