SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સંવત ૧૭૬૬માં ધર્મદત્તઋષિ રાસ રચ્યો. જેમાં ધર્મદત્તઋષિની કથા ગૂંથી છે. સંવત ૧૭૮૫માં શાંતિજિન રાસ રચ્યો. જેમાં શાંતિજિન કથા વર્ણવી છે. વિવેકવિજયે સંવત ૧૭૬૧માં ૧૭ ઢાળમાં રિપુમર્દન રાસ રચ્યો. ગંગમુનિએ સંવત ૧૭૬૧માં ૪ ખંડ ૩૮ ઢાળ ૮૦૯ કડીમાં રત્નસાર તેજસાર રાસ રચ્યો. જેમાં તેજસારની કથા ગૂંથી છે. ૧૭ ઢાળમાં ધન્નાનો રાસ રચ્યો. જેમાં ધન્નાની કથા વર્ણવી છે. કાંતિવિમલે ૪૧ ઢાળ ૮૯૦ કડીનો સંવત ૧૭૬૭માં વિક્રમ કનકાવતી રાસ રચ્યો. જેમાં વિક્રમ અને કનકાવતીના જીવનને આલેખ્યું છે. જિનોદચસૂરિએ સંવત ૧૭૬૯માં સુરસુંદરી અમરકુમાર રાસ રચ્યો. જેમાં સુરસુદંરી અને અમરકુમારની કથા ગૂંથી છે. કાંતિવિજયગણિએ ૪ ખંડ ૯૧ ઢાળનો, સંવત ૧૭૭૫માં મહાબલ મલય સુંદરીનો રાસ રચ્યો. જેમાં મલયસુંદરીની કથા વર્ણવી છે. ગંગવિજયે સંવત ૧૭૭૨માં ૩ ખંડમાં ગજસિંહકુમાર રાસ રચ્યો. તેમાં ગજસિંહકુમારની કથા ગૂંથી છે. સંવત ૧૭૭૭માં પપ ઢાળમાં કુસુમશ્રીરાસ રચ્યો. જેમાં કુસુમશ્રીની કથા વર્ણવી છે. ચતુરસાગરે સંવત ૧૭૭માં ૨૧ ઢાળનો મદનકુમાર રાસ રચ્યો. જેમાં મદનકુમારની કથા ગૂંથી છે. નિત્યલાભે સંવત ૧૭૮૨માં ૨૪ ઢાળમાં સદેવંત સાવલિંગા રાસ રચ્યો. દેવવિજયે સંવત ૧૭૭૮માં ૩૬ ઢાળમાં રૂપસેનકુમાર રાસ રચ્યો. જેમાં રૂપસેનકુમાર ચરિત્ર વર્ણવ્યું છે. ગજવિજયે સંવત ૧૭૮૧માં ૩૯ ઢાળમાં મુનિપતિરાસ રચ્યો. જેમાં મુનિપતિ ચરિત્ર ગૂંથી લીધું છે. જિનવિજયે સંવત ૧૭૭૯માં ૯ ઢાળમાં કર્પૂરવિજય ગણિનો રાસ રચ્યો. જેમાં કપૂરવિજય ગણિના જીવનની કથા વર્ણવી છે. પુણ્યવિલાસે સંવત ૧૭૮૦માં માનતુંગમાનવતી રાસ રચ્યો. વિબુદ્ધવિજયે સંવત ૧૭૮૧માં ૪૦ ઢાળ ૯૫૫ કડીમાં સુરસુંદરી રાસ રચ્યો. જ્ઞાનસાગરે સંવત ૧૭૯૭માં ૬ ખંડ ૯પ ઢાળ ૪૩૭૧ કડીનો ગુણવર્મા રાસ રચ્યો. 417
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy