SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિભુવનકુમારની કથા ગૂંથી છે. શુભવિજયે સંવત ૧૭૧૩માં ૬૦૦ કડીમાં ગજસિંહરાજનો રાસ રચ્યો. તેમાં ગજસિંઘની કથાને ગૂંથી શીલ વિશે સમજાવ્યું છે. ગજકુશલે સંવત ૧૭૧૪માં ર૯ ઢાળ પર કડીમાં ગુણાવલી ગુણકરંડ રાસ રચ્યો. જેમાં ગુણાવલી ગુણકાંડની કથા વર્ણવી છે. પદ્મચંદ્ર સંવત ૧૭૧૪માં જંબુસ્વામી રાસ રચ્યો. જેમાં જંબુસ્વામીની કથા ગૂંથી ઉદયવિજય ઉપા.એ સંવત ૧૭૨૮માં ૬ ખંડ ૭૭ ઢાળ ર૦૫૫ કડીમાં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળ કથાને આલેખી છે. પદ્મવિજયે સંવત ૧૭૧૫માં શીલપ્રકાશ રાસ રચ્યો. સંવત ૧૭ર૬માં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળની કથા ગૂંથી છે. વિદ્યારુચિએ સંવત ૧૭૧૧માં ૬ ખંડ ૧૦૩ ઢાળ ર૫૦૫ કડીમાં ચંદરાજાનો રાસ રચ્યો. જેમાં ચંદરાજાની કથા વર્ણવી છે. હસ્તિરુચિએ સંવત ૧૭૧૭માં ચિત્રસેન પદ્માવતી રાસ રચ્યો. જેમાં ચિત્રસેન પદ્માવતીની કથા વર્ણવી છે. સકલચંદે સંવત ૧૭૧૭માં સૂરપાલ રાસ રચ્યો. જેમાં સૂરપાલની કથા ગૂંથી છે. ધર્મવર્ધન-ધર્મસિંહ પાઠકે સંવત ૧૭૩૬માં ૪ ખંડ ૩૯ ઢાળ ૬૩૨ કડીમાં અમરકુમાર સુરસુંદરીનો રાસ રચ્યો. જેમાં અમરકુમાર સુરસુંદરીની કથાને વર્ણવી છે. મેરુવિજયે સંવત ૧૭૬૧માં વસ્તુપાલ તેજપાલનો રાસ રચ્યો. જેમાં વસ્તુપાલ તેજપાલની કથા ગૂંથી છે. સંવત ૧૭રરમાં નવપદરાસ રચ્યો. જેમાં શ્રીપાળરાજાની દૃષ્ટાંત કથાથી નવપદનો મહિમા વર્ણવ્યો છે. તેમણે નર્મદા સુંદરી રાસ રચ્યો. જેમાં નર્મદાસુંદરીની કથા વર્ણવી છે. સુરજીમુનિએ સંવત ૧૭૬૧માં લીલાધર રાસ રચ્યો. જેમાં લીલાધરની કથા વર્ણવી છે. મહિમાદિયે સંવત ૧૭રરમાં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાલ કથાને વર્ણવી વીરવિમલે જંબૂસ્વામી રાસ રચ્યો. જેમાં જંબૂસ્વામીની કથા વર્ણવી છે. 412
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy