SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં બુધ્ધિ દ્વારા જ સંસારમાં કાર્ય થાય છે. મન, વચન, કાયાની સ્થિરતા કથામાં ગૂંથી લેવાઈ છે. સંવત ૧૭૫૮માં ૪૮૦ કડીનો શીલવતી રાસ રચ્યો. જેમાં શીલવતીના શીલનું મહત્ત્વ કથા દ્વારા વર્ણવ્યું છે. સંવત ૧૭૫૯માં ૩૬ ઢાળ ૭૧૭ કડીમાં રત્નશેખર રત્નાવતી રાસ રચ્યો છે. જ્ઞાનથી જ સમક્તિ અને સુગતિ પ્રાપ્ત થાય છે. તે રત્નશેખર નૃપતિ અને રત્નાવતીની કથા દ્વારા બતાવ્યું છે. સંવત ૧૭૫૯માં ૩૩ ઢાળ ૬૦૪ કડીમાં રત્નસાર રાસ રચ્યો. તેમાં રત્નસાર કુમાર સાધુની સેવા કરી નિર્મળ શીલ પાળી સુખ પામ્યો એ ગૂંથી લેવામાં આવ્યું છે. સંવત ૧૬૫૭માં ૪ અધિકાર ૮૦ ઢાળમાં જંબૂસ્વામી રાસ રચ્યો. સંવત ૧૭૬૧માં ૧૪ ઢાળમાં નવકાર પર શ્રીમતી રાસ રચ્યો. સંવત ૧૭૬૧માં ૨૧ ઢાળ ૪ર૯ કડીમાં આરામશોભા રાસ રચ્યો. આરામશોભા જિનવર ભક્તિથી સંસારમાં સુખ પામે છે, તેનું વર્ણન છે. સંવત ૧૭૬રમાં પ૦ ઢાળ ૧૧૬૩ કડીમાં વસુદેવ રાસ રચ્યો. રાજસારે સંવત ૧૭૦૪માં ૧૭ ઢાળ ર૫૩ કડીમાં કુલધ્વજકુમાર રાસ રચ્યો. તેમાં કુલધ્વજકુમારના દષ્ટાંત દ્વારા શીલનું મહત્ત્વ બતાવ્યું છે. રાજરત્નએ સંવત ૧૭૦૫માં રાજસિંહકુમાર રાસ રચ્યો. તેમાં નવકારનું મહત્વ વર્ણવ્યું છે. તેજમુનિ-તેજપાલે સંવત ૧૭૦૭માં ૪ ખંડમાં ચંદરાજાનો રાસ રચ્યો. જિતારી રાજાનો રાસ સંવત ૧૭૩૪માં ૧૫ ઢાળમાં રચ્યો. પાંચસો નારીને ત્યજી સંજમ લે છે. આમ, રાસમાં જિતારીપની કથા સુંદર રીતે વર્ણવી છે. પુણ્યહર્ષે સંવત ૧૭૦૯માં જિનપાલ જિનરક્ષિત રાસ રચ્યો. કમલહર્ષ વી.એ સંવત ૧૭૨૮માં પાંડવચરિત્ર રાસ રચ્યો. જેમાં પાંડવચરિત્ર વર્ણવ્યું છે. યશોવિજય-જશવિજયે સંવત ૧૭૩૮માં વિનયવિજય રચેલ અધૂરી કૃતિ શ્રીપાલ રાસ પૂર્ણ કર્યો. જેમાં શ્રીપાલ કથા ગૂંથી છે. સંવત ૧૭૩માં જંબૂરાસ રચ્યો. જેમાં જંબુસ્વામીની કથા ગૂંથી છે. લાભવર્ધન-લાલચંદે સંવત ૧૭૨૮માં ૨૯ ઢાળ ૬૦૦ કડીનો લીલાવતી રાસ રચ્યો. જેમાં લીલાવતીની કથા વર્ણવી છે. સંવત ૧૭૪રમાં ૩૯ ઢાળ પ૩૫ કડીમાં ધર્મબુધ્ધિ પાપબુધ્ધિ રાસ રચ્યો. જેમાં ધર્મબુધ્ધિ મંત્રીની કથા દ્વારા તેમણે ધર્મ દ્વારા સંકટ નાશ પામે છે અને સુખ મળે છે, તે બોધ આપ્યો છે. ઉત્તમકુમારે સંવત ૧૭૧૨માં ૬૫૦ કડીનો ત્રિભુવનકુમાર રાસ રચ્યો. જેમાં 411
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy