SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પ્રબંધ પધ્ધતિ-જેમાં શલાકા પુરુષોના ચરિત્રો (ર) તીર્થકરો યા શલાકા પુરુષોમાંથી એક વ્યકિતનું વિસ્તૃત વર્ણન (૩) રંગદર્શી-રોમેન્ટિક ધર્મ કથાઓ (૪) અર્ધ ઐતિહાસિક ધર્મ કથાઓ (૫) ઉપદેશપ્રદ કથાઓનો સંગ્રહ-કથાકોશ. આમ, ઉદ્યોતનસૂરિ, હરિભદ્રસૂરિ આ ઉપરાંત આગમ ગ્રંથો અને પુરાણો આદિમાં કથાની સ્વરૂપ ચર્ચા એક પરંપરાના રૂપમાં ઉતરી આવી છે. ડૉ.નેમીચંદ્ર શાસ્ત્રીએ પ્રાકૃત કથાઓના ભેદો, લક્ષણો ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે. સંસ્કૃત કથા “કાદંબરીમાં પણ કવિ બાણે સુંદર કથાને નવવધૂની ઉપમા આપી છે. આ જ રીતે જોતા વિકથાઓના વર્ણનના મૂળમાં ડૉ.જગદીશચંદ્ર જૈનનું મંતવ્ય નોંધપાત્ર છે. તેમનું મંતવ્ય છે. કે “કાલાન્તરે ધીમે ધીમે બૌધ્ધ શ્રમણો અયોગ્ય કથા તરફ આકર્ષિત થવા લાગ્યા પરિણામે આચાર્યોએ વિકથાઓ ત્યજવાનો આદેશ આપવો શરૂ કર્યો. ઉપમિતિ ભવપ્રપંચકથાનાં કામ-આસક્ત જીવોને ધર્મકથા તરફ વાળવા કામકથાનું નિરૂપણ ઉપયોગી માન્યું છે. વસુદેવ હિડીકારે પણ આ નિરૂપણ જરૂરી માન્યું છે.' ડૉ.વાસુદેવ શરણનું વર્ગીકરણ પણ વિચારણીય છે. “દીર્ઘનિકાય'ના બ્રહ્મજાલસુતમાં એક સ્થળે કથાઓનું વર્ગીકરણ થયેલું છે તે આ પ્રમાણે છે. (૧)રાજકથા (૨)ચોરકથા (૩)મહાઅમાત્યકથા (૪)સેનાકથા (૫)ભવ્યકથા (૬)યુધ્ધકથા (૭)અન્નકથા (૮)પાનકથા (૯)વસ્ત્રકથા (૧૦)શયનકથા (૧૧)માલાકથા (૧૨)ગંધકથા (૧૩)જ્ઞાતિકથા (૧૪)યાનકથા (૧૫)ગ્રામકથા (૧૬)નિગમકથા (૧૭) નગરકથા (૧૮)જનપદકથા (૧૯)સ્ત્રીકથા (૨૦)પુરુષકથા (૨૧)શૂરકથા (૨૨)વિશિખાકથા (૨૩)કુંભસ્થાનકથા (ર૪)લોકાખ્યાયિકા (રપ)સમુદ્રાખ્યાયિકાઓ વગેરે. આમ, જૈનસાહિત્યમાં સંસ્કૃત-પ્રાકૃત બંને ભાષાઓની કથાઓ ઉપર સ્વરૂપની દૃષ્ટિએ જોવા મળતું વિશાળ વૈવિધ્ય અને સૂક્ષ્મતા નોંધપાત્ર છે. કાળની દષ્ટિએ કથા સાહિત્યનું વિભાજન કરતા વિદ્વાન ડૉ. સાગરમલ જેન કહે છે કે, “જૈન કથા સાહિત્ય ઇ.સ.પૂ.છઠ્ઠી શતાબ્દીથી લઈને આધુનિક કાળ સુધી રચાયું છે. આમ, જૈન કથા સાહિત્યની રચના કાળ લગભગ સત્યાવીશો વર્ષના ગાળાનો છે. આટલા દીર્ઘકાળમાં વિપુલ માત્રામાં જૈન આચાર્યોએ કથા સાહિત્યની રચના કરી છે.' કાળક્રમે વિભાજનની દષ્ટિએ તેને નીચેના કાળખંડમાં વિભાજિત કરાય છે.” 19
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy