SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ચરણ કરણાનુયોગ પ્રધાન છે. પણ સૂત્રની રચના પાછળ કથા છે. ઉતરાધ્યયન સૂત્રમાં ૩૬ અધ્યયનમાંથી મોટા ભાગના કથા પ્રધાન છે. જૈન કથા સાહિત્યનું સ્વરૂપઃ ડૉ. પ્રહ્લાદ ગ. પટેલ જૈન રત્નચિંતામણીમાં કથાનું સ્વરૂપ વર્ણવતાં કહે છે કે, “જૈનોએ કથાનું વર્ગીકરણ કરવામાં આગવું દૃષ્ટિબિંદુ અપનાવ્યું છે. હેમચંદ્રાચાર્યે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ- આ તમામ ભાષાઓમાં કથાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. પરંતુ કથા માટે ગદ્ય-પદ્યના ભેદ સ્વીકાર્યા નથી. ભામહે અન્ય બાબતોમાં ન પડતાં ભાષા ભેદને જ કાવ્યભેદ ગણ્યા છે. આમ જો ભાષા ભેદનો વિચાર ન કરવામાં આવે તો અને સંસ્કૃત-પ્રાકૃત કથા સાહિત્યનું સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવે તો ભારતીય કથા સાહિત્ય લગભગ બે હજાર વર્ષ જેટલું પ્રાચીન છે. બીજી રીતે જોઇએ તો સંસ્કૃતમાં અલંકાર શાસ્ત્ર જેવા લક્ષણગ્રંથો જોવા મળે છે. તેવા પ્રાકૃત સાહિત્યમાં જોવા મળતા નથી. પરિણામે પ્રાકૃત કથા સાહિત્યના સ્વરૂપ વિશે ચોક્કસ ખ્યાલ આવતો નથી. પરંતુ જૈન ધર્મ સાહિત્ય અને જૈન કથાઓમાં સ્વરૂપની દૃષ્ટિએ નહિ પણ આંતરિક વિષયવસ્તુ પર આધારિત કથા ભેદો જોવા મળે છે.’’ ,10 ‘દશવૈકાલિક નિર્યુકિત'માં કથાના ભેદોમાં અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા અને પુરુષાર્થ નિરૂપણના ભેદથી ચાર ભેદ પાડયા છે. આ કથા ભેદોને હરિભદ્રાચાર્યે પણ ‘સમરાઇઅકહા’માં સ્વીકાર્યા છે. ઉદ્યોતનસૂરિએ ‘કુવલયમાલા’ને ‘સંકીર્ણકથા’ કહીને કથાના પાંચ પ્રભેદો નોંધ્યા છે. જેવા કે સકલકથા, ખંડકથા, ઉલ્લાપકથા પરિહાસકથા અને સંકીર્ણકથા. સિધ્ધર્ષિએ ‘ઉપમિતિભવપ્રપંચકથા’ને ધર્મ, અર્થ, કામ ત્રણેના મિશ્રરૂપવાળી સંકીર્ણ કથાના પ્રકારમાં ગણાવી છે. કથા વિકથાઓની વિચારણા માત્ર આગમગ્રંથોમાં જ નહિ પરંતુ પુરાણો જેવા સાહિત્યિક પ્રકારોમાં પણ છેક સોળમી સદી સુધી ઉતરતી આવી છે. વિ.સં.૧૯૦૮માં શુભચંદ્ર ગણિએ ‘પાંડવ પુરાણ'ના પ્રથમ સર્ગમાં સત્કથા-વિકથાની ચર્ચા કરી છે. હેમચંદ્રાચાર્યે કથા, આખ્યાયિકા, ઉપરતિ, ઉપાખ્યાન, આખ્યાન, નિર્દેશન, પ્રવહિલણ, મતમલ્લિકા, મણિક્લ્યા, પરિકથા, ખંડકથા, સકલ કથા, ઉપકથા, બૃહત્ કથા વગેરે ભેદો તેમના ‘કાવ્યાનુશાસન'માં નોંધ્યા છે. આનંદવર્ધને પણ ‘ધ્વન્યાલોક'માં કાવ્ય પ્રભેદોનું વર્ગીકરણ આપતા મુક્તક, સંક્રાનિતક, વિશેષક, કલાપક, કુલક, પર્યાયબંધ, પરિકથા, સકલકથા, ખંડકાવ્ય, સર્ગબધ્ધ, અભિનેય(નાટક) આખ્યાયિકા, કથા, ચંપૂ જેવા અનેક પ્રકારો પાડ્યા છે. ‘બૃહત્ કથાકોશ'માં પણ વર્ણ વિષય અને શૈલીની વિશેષતા-એ બે તત્ત્વોને આધારે ડૉ.આ.ને.ઉપાધ્યાયે સમગ્ર જૈન કથા સાહિત્યના પાંચ વિભાગ પાડયા છે. 18
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy