SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ જ જન્મ-મરણની ઝંખના કરે અને સંસારની જંજાળમાં પડ્યો રહે. ‘તરંગવતી”નું કથાનક એ રાગદ્વેષની આગમાં સળગતા સંસારનું જ્વલંત ઉદાહરણ છે. જો આ કથાને જૈન સિધ્ધાંતથી જ ફિલ્મ તરીકે બનાવવામાં આવે તો ઘણા લોકો સુધી તેનો બોધ પહોંચાડી શકાય. જે જૈન સમાજના ઉત્થાનનું કારણ પણ બની શકે. મોહની દુનિયામાં ફસાયેલા લોકોને સાચો રસ્તો બતાવી શકે. વર્ણનો - આ કથામાં પ્રકૃતિનું, ઉદય દેવના રથનું, મહામંત્રી યોગેશ્વરાયણના રથનું, નગરશ્રેષ્ઠી ઋષભ દેવના રથનું, રાજસેવકો અને પરિચારકોના વિવિધ વાહનોનું, મેઘધનુષ્યનું, કૌશામ્બી નગરીનું, પ્રભાતનું વર્ણન, રાત્રિનું વર્ણન, સ્વપ્નનું, તરંગવતીના દેહ સૌદર્યનું, તંગવતીના બુદ્ધિચાતુર્યનું, વસંત ઋતુનું, ઉપવનનું, પુષ્પોની અલગ અલગ ભાતનું, સ્ત્રીઓની અલગ અલગ જાતનું, વત્સ દેશનું, યમુના નદીનું, વિરાટકાય ગજરાજનું, કૌમુદી મહોત્સવનું, ડાકુઓની ગુફાનું, વાસાલિક તીર્થનું, શાખાંજના નગરીનું, પરમાત્માની ભક્તિનું, ઉદયન રાજા અને વાસવદત્તાની કથા, ઈલાચીકુમાર નાટક દ્વારા અભુત અને શાંતરસનું વર્ણન, ચંપા નગરીનું વર્ણન, જંગલનું, ખારીક વનનું, શકટમુખ ઉદ્યાનનું, સંસારની અસારતાનું, અષ્ટપ્રવચનમાતાનું, બાર ભાવનાનું વર્ણન છે. ઘટનાઓ:- તરંગવતીનું મૂર્ષિત થવું, પૂર્વજન્મ કથા, ચક્રવાકનું મૃત્યુ, ચક્રવાકીનુ આપઘાત કરવું, શિકારીને આપઘાત કરવું, તરંગવતીનું ૧૦૮ આયંબિલનું તપ કરવું, ચિત્ર જોતા યુવાનનું મૂઠિત થવું, તરંગવતીનું પદ્મદેવ સાથે જવું, ડાકૂઓ દ્વારા બંનેને પકડવા, શક્તિધર દ્વારા બંનેને મુક્ત કરવા, બંનેનું વતન પાછા ફરવું, તરંગવતી અને પઘદેવના લગ્ન,બંને સાથે પરમાત્માની ભક્તિ કરવી, મુનિ દ્વારા પૂર્વભવની કથા સાંભળવી, મુનિનુ ખુનીમાંથી મુનિ બનવું, એ સાંભળી બંનેનું હૃદય પરિવર્તન, બંનેનું દીક્ષા ગ્રહણ કરવું, કથા સાંભળી સોમવતીનું વૈરાગ્ય ઉત્પન્ન થવું અને બાર વ્રત ધારણ કરવા. તરંગવતી આ પ્રાકૃત સાહિત્યની સૌથી પ્રાચીન કથા છે. તેનો ઉલ્લેખ અનુયોગદ્વારસૂત્ર, દશવૈકાલિક ચૂર્ણિ (૩,૫.૧૦૯) તથા વિશેષાવશ્યક ભાષ્ય (ગાથા.૧૫૦૮)માં મળે છે. નિશીથચૂર્ણિમાં મલયવતી અને મગધસેના સમાન તરંગવતી લોકોત્તર ધર્મકથા કહી છે. ઉદ્યોતનસૂરિએ ચક્રવાક યુગલથી યુક્ત રાજહંસોને આનંદિત કરનારી તરંગવતીની પ્રશંસા કરી છે. તેને ત્યાં સંકીર્ણ કથા કહી છે. તેવી જ રીતે ધનપાલ કવિએ તિલકમંજરીમાં, લક્ષ્મણ ગણિએ સુપાસનાહ ચરિયામાં તથા પ્રભાચંદ્રસૂરિએ પ્રભાવક 380
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy