SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ બંનેના લગ્ન થાય છે. બંને દાંપત્ય સુખ માણે છે અને દિવસો પસાર કરે છે. એકવાર વસંતઋતુમાં તેઓ બાગમાં જાય છે ત્યાં પત્થર ઉપર મુનિને જોયા. તેઓએ વંદન કર્યા. ત્યારે મુનિ આર્શીવાદ આપતા બોલ્યા કે બધા દુઃખનો અંત થાય તેવું નિર્વાણ સુખ પ્રાપ્ત થાઓ. અને ઉપદેશ આપ્યો. તેનાથી પ્રતિબોધ થઈ તેમને આપ કઈ રીતે આ સાધના સાધી શક્યા એમ પૂછે છે. એના જવાબમાં મુનિ પોતાની જીવન કથા કહે છે. તે આગળના ભવમાં પારધી હતા. “સિધ્ધબાણના નામથી પ્રસિધ્ધ હાથીને ન મારવું, નાના બચ્ચા ન મારવા અને સ્નેહ યુગલને ન મારવા વગેરે કુળ પરંપરા હતી. તેણે એ કુળ પરંપરા તોડી અને તેનાથી હાથીને મારવા જતા ચક્રવાક વિંધાઇ જાય છે, હાથી બચી જાય છે. ચક્રવાકની પાછળ ચક્રવાકી પાગલ થઈને તે પણ મરી જાય છે. એ જોઈને તે પારધિ આપઘાત કરે છે. મૃત્યુ પામી બીજા જન્મમાં (પાશ્ચાતાપને કારણે નરકના બદલે) વ્યાપારીના દીકરા તરીકે જન્મ થાય છે. બધી જ રીતે હોશિયાર છતાં જુગારની લતના કારણે (રૂદ્ર યશ) ચોરી કરવાની આદત પડે છે. પછી ધીરે ધીરે લૂંટફાટ કરવા લાગે છે. પછી તે લૂંટારાની ટોળીમાં ભળી જાય છે. ત્યાં એકવાર યુવાન જોડા બલિ ચઢાવવાની હોય છે ત્યારે તે સ્ત્રી પોતાના પૂર્વભવની કથા કહે છે જે જોઈને તેને દયા આવી અને તે જ વખતે તેને પોતાના પૂર્વ જન્મમાં કરેલું પાપ યાદ આવ્યું. આ એ જ યુગલ છે જેને તેણે વિખૂટું પાડેલું આથી એક ગામમાં આવે છે ત્યાં એક સાધુ પુરુષને જોઇ તેમની પાસે પાપવૃત્તિમાંથી નિવૃત થવા તે શિષ્ય બને છે. અને અભ્યાસ કરી પોતાનું તેમજ બીજાનું આત્મકલ્યાણ કરે છે. આ સાંભળતા બંને દંપતીને તેમના દુ:ખના દિવસો તાજા થાય છે. વીતેલા દુ:ખનો વિચાર કરતા સ્નેહ ઉપર વિરાગ થાય છે. અને પોતાની ઓળખ કરાવે છે. અને મુનિનો ઉપકાર માની દીક્ષા લે છે. હાઇયપુરીય ગચ્છમાં થયેલા આચાર્ય વીરભદ્રના શિષ્ય સાધુ નેમિચંદ્ર ગણિએ આ કથાનું આલેખન કર્યુ છે. ‘તરંગવતી કથાનક' પરથી એટલું તો નક્કી સમજાય છે કે મિલન છે ત્યાં વિયોગ છે. અને જેના પર સ્નેહ હોય તેનો વિયોગ એ સૌથી મોટું દુઃખ છે. આ સંસારના દરેક જીવ આ દુ:ખની હારમાળામાંથી પસાર થાય છે. તેમના દુ:ખોના અંત માટે તરંગવતીની કથા ખૂબ જ અસરકારક ઔષધિ રૂ૫ બોધપાઠ છે. ‘તરંગવતી”ના કથાનકમાં સ્નેહની પરાકાષ્ટા અને સ્નેહીજનનું વિખૂટુ પડવું, એ ખરેખર વાચકના હદયને હલાવી નાંખે તેમ છે. આ કથા વાંચ્યા પછી કે સાંભળ્યા પછી કોઈ બદનસીબ 379
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy