SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ • ૧૩મા ચિત્રસંભૂત અધ્યયનમાં ચિત્ર અને સંભૂતિ બે ભાઈઓના છ ભવનું વર્ણન છે. બંને મુનિવરોમાંથી સંભૂતિમુનિએ તપનું નિયાણ કર્યું જ્યારે ચિત્રમુનિએ નિર્દોષ ચારિત્ર પાળ્યું. આથી સંભૂતિ ૭મી નરકે ગયા અને ચિત્રમુનિ મોક્ષે ગયા. (૩૫ ગાથા છે) • ૧૪મું ઇષકારીય અધ્યયન - આ અધ્યયનમાં ઇષકાર નગરના છ જીવો મોક્ષગામી જીવો- ભૃગુપુરોહિત, તેની સ્ત્રી, તેમના બે પુત્રો, ઇષકાર રાજા, કમલાવતી રાણીની દીક્ષાનું વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવું વર્ણન છે. પિતા-પુત્ર અને પતિ-પત્નિ વચ્ચેનો સંવાદ નોંધપાત્ર છે. • ૧૮મું સંજય અધ્યયન -રાજર્ષિ સંજયની દીક્ષાનું ૫૪ગાથામાં વર્ણન છે. જેમણે સાધુધર્મમાં દીક્ષિત થઇને મુક્તિ પ્રાપ્ત કરી હતી તેવા રાજાઓનું વર્ણન છે. સંયતિરાજા અને ક્ષત્રિય રાજર્ષિના સંવાદ ખૂબ નોંધપાત્ર છે. • ૧૯મું મૃગાપુત્રીય અધ્યયન - મહેલના ગોખમાં બેઠેલા મૃગાપુત્રે એક સંતને જોઈ પોતે પણ આવું સાધુપણું પાળ્યું છે એવું જાતિય સ્મરણ જ્ઞાનથી જાણી, સંયમ લેવા માતા-પિતાની આજ્ઞા માંગી. આ સંવાદ ૯૯ ગાથામાં • ર૦મું મહા નિર્ગથીય અધ્યયન - જેમાં ૬૦ ગાથા છે. અનાથી મુનિએ શ્રેણિક રાજાને, અનાથ-સનાથ ભેદ સમજાવી સધર્મના માર્ગે વાળ્યા અને શ્રેણિકરાજા સમગ્ર પરિવાર સહિત ધર્મના રાગી બની ગયા તેનું વર્ણન છે. • ૨૧મું સમુદ્રપાલીય અધ્યયન - હવેલીની ગોખમાં બેસીને રસ્તા પર નજર પડતાં, એક અપરાધીને ફાંસી ચડાવવવા લઈ જવાતો જોઈ વૈરાગ્ય ભાવ જાગ્યો તે હકીકત વર્ણન ર૪ ગાથામાં કર્યું છે. ચોરના નિમિત્તથી દીક્ષા લઇ, સિધ્ધપદ પામ્યાની કથા આકર્ષક છે, પ્રેરક છે. રરમું રહનેમિ-રથનેમિ અધ્યયન - પોતાના લગ્ન નિમિતે પશુઓનો વધ થશે એવું જાણીને નેમનાથે રથ પાછો વાળી લગ્ન ન કર્યા અને રાજુમતીને સંયમ માર્ગે વાળી નવભવની પ્રીત સાચવી. સાધુ રથનેમિ(સંસારી પક્ષે દીયર)ને અસંયમી જીવન કરતાં તો મૃત્યુ શ્રેષ્ઠ એવું કહી ફરીથી સંયમમાં સ્થિર કર્યાનું ૫૧ ગાથાનું આ અધ્યયન છે. ભગવાન અરિષ્ટનેમિ શ્રીકૃષ્ણ રાજીમતી અને રથનેમિ આદિનું ચરિત્ર અસરકારક છે. • ર૩મું કેશી ગૌતમીય અધ્યયન - ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશી અને ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ વચ્ચે ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત, 16
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy