SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોત રહેશે ત્યાં સુધી કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહેવાનો અભિગ્રહ કરનારા ચંદ્રાવતંસક રાજાનું દૃષ્ટાંત છે. ધન્ના-શાલિભ કાયાનું મમત્વ વિસારી, ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરી અંતે એક માસનું અનશન કરી શિલાનો સંથારો કર્યો. દંશમસક પરિષહ સંદર્ભે સમણભદ્રઋષિની કથા છે. (૨૧) શ્રી નિશીથ સૂત્ર:- નિશીથસૂત્ર મહત્તર શ્રી વિશાખગણિએ લખ્યું હતું. આ સૂત્ર ઉપર જે ચૂર્ણ લખાઈ તેમાં કાલિકાચાર્યની કથા છે. (૨૨) શ્રી દશાશ્રુતસ્કંધ - નવમા પૂર્વમાંથી ભદ્રબાહુ સ્વામીએ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રની રચના કરી હતી. તેમાં આઠમા પર્યુષણાકલ્પ નામના અધ્યયનમાં પ્રભુ મહાવીર દેવાદિના જીવન ચરિત્રનું વર્ણન આવે છે. દ્વાદશાંગી પરિચય - તીર્થકરોના ઉપદેશાનુસાર ગણધરો જે ગ્રંથની રચના કરે છે તે દ્વાદશાંગી-અંગ પ્રવિષ્ટ સૂત્ર છે. આ અંગસૂત્રને આધારે સ્થવિર મુનિઓ જે શાસ્ત્રની રચના કરે છે. તે અંગબાહ્ય શ્રુત છે. દ્વાદશાંગીમાં (૧)શ્રી આચારાંગ (૨)શ્રીસૂત્રકૃતાંગ (૩)શ્રી ઠાણાંગ (૪)શ્રી સમવાયાંગ (૫)શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિસૂત્ર (૬)શ્રી જ્ઞાતાધર્મ કથા (૭)શ્રી ઉપાસકદશાંગ સૂત્ર (૮)શ્રીઅંતકૃતદશાંગ સૂત્ર (૯)શ્રી અનુત્તરોપપાતિકદશા સૂત્ર (૧૦)શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧)શ્રી વિપાકસૂત્ર (૧૨)શ્રી દષ્ટિવાદસૂત્ર આદિનો સમાવેશ થાય છે. આમાંથી ૪ થી ૮ સૂત્રોમાં કથાનકો આવે છે. (૨૩) શ્રી ઉતરાધ્યયન સૂત્રઃ- આ બીજું મૂળસૂત્ર છે. અંતિમદેશના, અપૃષ્ટ વ્યાકરણ એવા શાસ્ત્રરૂપે આ સૂત્રની ગણના થઈ છે. આ સૂત્રનાં ૩૬ અધ્યયન છે. ર૦૦૦ ગાથા છે. આ સૂત્રમાં ગદ્ય-પદ્ય મિશ્ર છે. • ૮મા કાપિલિય અધ્યયનમાં કપિલકેવલીના દૃષ્ટાંતથી સાધકને નિર્લોભ થવા ફરમાવ્યું છે. • ૯મા નમિ પ્રવજ્યા અધ્યયનમાં ઈંદ્ર અને પ્રવજ્યા માટે પ્રયાણ કરતા નમિરાજર્ષિનો સંવાદ છે. • ૧રમાં હરિકેશીય અધ્યયનમાં ચાંડાલ જાતિમાં જન્મેલ હરિકેશીમુનિના જીવન દ્વારા કર્મથી જાતિ નક્કી થાય છે જન્મથી નહિ એ સમજાવી ત્યાગ અને તપનો મહિમા દર્શાવ્યો છે.
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy