SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક વાર મહાભારતમાં પુરુષાર્થને નિયતિ કરતા ચડતો બતાવ્યો છે. (૬) દર્પ અને કંદર્પની ભયાનકતાનું દર્શન રામાયણની કથા ભર દરિયે આવે છે ત્યારે કામ(કંદર્પ) નાચતો જોવા મળે છે. જે રાવણને વળગે છે. ત્યારથી શરૂ થાય છે રાવણની પાયમાલી. કંદર્પ બોધ આપે છે કે મારા પડછાયામાં આવશો નહિ, નહિ તો રાવણ જેવા હાલ થશે.” દર્પ: મહાભારતની કથામાં દર્પ(અહમ)ની ભયાનકતા બતાવી છે. દર્પ જાહેરમાં કરી શકાય છે. અચ્છા અચ્છા ધર્મીને પણ દર્પ છોડતો નથી. દુર્યોધન એના અભિમાનથી અનેકવાર મર્યો પણ મરતી વખતે પણ દર્પથી મર્યો (૭) વૈરના અંજામ- વૈરના અંજામ અતિ કરુણ હોય છે. કહેવાય છે કે “શમે ના વેરથી વેર”. અહંકારમાંથી પેદા થાય છે તિરસ્કાર, તિરસ્કારમાંથી છેલ્લે ધિક્કાર અને વૈરની આગ ભભૂકે છે. સ્વ. ડૉ.સુકથનકરના મતે મહાભારત ઘટનાપ્રધાન નહિ તેટલું પાત્ર પ્રધાન છે." પાત્ર પરિચય:- પાત્ર પ્રધાન ૧.શ્રીકૃષ્ણ - મહાભારતની કથાના પરિઘનું કેન્દ્રબિંદુ. વસુદેવ-દેવકીનો પુત્ર- શ્રીકૃષ્ણ આ અવસર્પિણીના છેલ્લા વાસુદેવ. અજૈન દષ્ટિએ ભગવાન કહેવાયા. જૈન દષ્ટિએ આગામી ચોવીશીના બારમાં ‘અમમ” નામના તીર્થકર થવાના. શ્રીકૃષ્ણ જીવનના પૂર્વાધમાં રાજપ્રાપ્તિ, નારી આસક્તિમાં લીન હતા. જીવનના ઉત્તરાર્ધમાં સમ્યગ્દર્શન પામ્યા છે. મુનિપદભાવ પ્રત્યે અતિશય આદર. તમામ પુત્રીઓને (કોક અપવાદ સિવાય) મુનિ જીવન અપાવ્યા. પણ પોતે મુનિ પદ ન પામી શક્યા. તેમણે ૧૮૦૦૦ સાધુઓને વંદન કરી નરકનું આયુ તોડ્યું હતું. જૈન દષ્ટિએ શ્રીકૃષ્ણ ઉચ્ચ કક્ષાના સદ્ગહસ્થ હતા. ભાયિક સમક્તિના સ્વામી, ધર્માત્મા, યોગી હતા. ત્યારે જ તો મરેલી, હડકાયેલી, ગંધાતી કૂતરીમાં દાંતની સફેદીની અનુમોદના કરી શક્યા. 361
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy