SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) બેય દ્વારા થતો બોધ બંનેય ગ્રંથો એકદમ વિરોધી છે. • રામાયણમાં આદર્શ (પિતા, પુત્ર, સાસુ, વહુકેવા હોય તેનું ચિતરામણ છે. જેથી વાંચનાર ગુણ-વૈભવથી લલચાયા વગર રહે નહિ. • મહાભારતમાં લુચ્ચાઈ, કુટુતા, નિર્લજ્જતા, આપબડાશ વગેરે અવગુણ જોવા મળે છે. કયાંક તો આ અવગુણોની એટલી બધી પરાકાષ્ટા જોવા મળે કે વાંચક મનોમન નિર્ણય કરે કે હું મારા સ્નેહીજનો સાથે આવો વ્યવહાર તો નહિ જ કરું. મહાભારતમાં ક્રોધ, અહંકાર, તિરસ્કાર, વૈરવૃત્તિ વગેરેના અતિ વિકરાળ સ્વરૂપ બતાવ્યા છે. જે કોઈપણ કાળના સમાજને બોધ આપવા માટે જરૂરી છે. મહાભારતમાં એવું તો કંઈક છે જે યુગે યુગે સમાજને આકર્ષિત કરે છે. જે સનાતન હોવા છતાં નિત્યનૂતન છે. (૪) બેચ દ્વારા પૂર્ણ થતું દિનચક્ર રાત્રે ૧ર થી સવારે ૧૨ અંધકારથી પ્રકાશ = રામાયણ અંતમાં આનંદ પ્રકાશથી અંધકાર = મહાભારત આનંદથી ઉદ્વેગ અંતમાં દુઃખ (૫) પુરુષાર્થ અને પ્રારબ્ધ રામાયણની કથા પુરુષાર્થની પ્રેરણા કરે છે. મહાભારતની કથા પ્રારબ્ધને (નિયતિ) બળવાન બતાવે છે. મહાભારતની કથા કહે છે- કર્મથી વિરુધ્ધ કશું જ થઈ શકતું નથી. તમે તમારા કર્મોને ચૂપચાપ ભોગવો. તેની આગળ તમે નિ:સહાય છો. હે માનવ! જ્યારે પણ તમારું અણધાર્યું લલાટ આવે તો જરા પણ અફસોસ કરશો નહિ. એક જ વાક્ય મનમાં યાદ કરી લઇને મનનું સમાધાન કરજો. 'Everything is in order' 360
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy