SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા. આ બાજુ ગોશાલો પોતાનો દાહ મટાડવા મદ્યપાન આદિનું સેવન કરે છે. અને સાત રાત્રિ પૂર્ણ થતાં કાળ પામ્યો. સિંહ અનગારને ભગવાનને થયેલા ઉપસર્ગથી ખૂબ દુ:ખ થાય છે ત્યારે પ્રભુ તેને આશ્ર્વાસન આપે છે. પ્રભુ રેવતી પાસેથી ઔષધ લેવા સિંહ અણગારને મોકલે છે અને એ લેતા પ્રભુ નિરોગી થાય છે. ગોશાલકનો જીવ મૃત્યુ પામી અય્યત કલ્પમાં દેવતારૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી મહાપ રાજારૂપે જન્મ લેશે. તેનું નામ વિમલવાહન પડશે. વિમલવાહન નિગ્રંથો પ્રતિ પ્રતિકૂળ આચરણ કરશે. ત્યાંથી મૃત્યુ પામી મત્સ્યોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી તે શસ્ત્ર દ્વારા વધ કરાતાં દાહની પીડા ભોગવીને મૃત્યુ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી અનેક ભવો કરી દેઢ પ્રતિજ્ઞ કેવલીના રૂપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. જ્યાં પોતાના પૂર્વ ભવોનું વર્ણન કરતા અનેક જીવો આ સાંભળીને, સમજીને, ડરેલા, સંસારના ભયથી વ્યાકુળ બનેલા દઢપ્રતિજ્ઞને વંદન કરીને નમન કરશે, આલોચના કરશે. ત્યાં અનેક વર્ષો સુધી કેવલી-પર્યાય પાળી આયુષ્ય પૂર્ણ થતાં ભોજનનો ત્યાગ કરી સર્વ દુઃખોનો અંત કરશે.' રાજર્ષિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પ્રસન્નચંદ્રને માત્ર એક જ પુત્ર હતો. એકનો એક પુત્ર બાલ્યાવસ્થાવાળો હોવા છતાં, સ્થિર વૈરાગ્યવાળા શ્રી પ્રસન્નચંદ્ર રાજાએ પુત્રને રાજગાદી ઉપર સ્થાપન કરી દીધો. અને પોતે શ્રી મહાવીર પરમાત્માની પાસે દીક્ષા લઇ લીધી. દીક્ષા બાદ તેમણે ઉગ્ર તપનો આદર કર્યો હતો. પોતાના કઠિન એવા પણ કર્મોની નિર્જરાને સાધવામાં જ એ એકતાન બની ગયા હતા. એમનો વૈરાગ્ય કાચો નહિ પણ ઉત્કૃષ્ટ કોટિનો હોવા છતાં પણ એક નિમિત્તને પામી એ રાજર્ષિ મહા દુર્ગાને ચડી ગયા. પરંતુ અનિવેષ એમને માટે ગજબનો મદદગાર નીવડ્યો. એકવાર રાજર્ષિ સૂર્યની આતાપનાને સહતા ધ્યાનસ્થ બન્યા છે ત્યારે ત્યાંથી બે ઘોડે સ્વારો ચાલી રહ્યા હતા. એક ઘોડેસ્વારે મુનિની અનુમોદના કરી પણ બીજા ઘોડે સ્વારે કહ્યું કે, “આ તો રાજા પ્રસન્નચંદ્ર છે. જેમણે પોતાના બાલવયસ્ક પુત્રને રાજગાદી પર સ્થાપી દીક્ષા લઈ લીધી છે પરંતુ મંત્રીઓ બાળ રાજાને મારી નાંખશે.” આ વાકય સાંભળતા જ પ્રસન્નચંદ્રના મનમાં યુધ્ધ ચાલુ થયું. તે દુષ્ટ ધ્યાન ઉપર આરૂઢ થયા. તેમણે તો જાણે મંત્રીઓ તેમની સામે જ રૂબરૂમાં હોય તેમ મનમાં ને મનમાં યુધ્ધ કરવા માંડ્યું. તલવારના ઘાથી તે રાજર્ષિએ મંત્રીઓના ટુકડે ટુકડા કરી નાખવા માંડ્યા. એમ કરતાં કરતાં પોતાના શસ્ત્રો ખૂટી ગયા એટલે પોતાના માથા ઉપર રહેલા ટોપથી પણ બાકીના મંત્રીઓને મારી નાંખવાનો તેમણે વિચાર કર્યો. એ 332
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy