SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ સમજણવાળો થતાં પોતાનું સ્વતંત્ર ચિત્રફલક તૈયાર કર્યું અને ચિત્રફલક હાથમાં રાખી મંખરૂપે પોતાને ઓળખાવતો તે ફરવા લાગ્યો. એકવાર ભગવાન મહાવીર નાલંદાની વણકર શાળામાં આવે છે ત્યારે ગોશાલક પણ ત્યાં આવે છે. ત્યાં ભગવાનના પ્રથમ માસક્ષમણના પારણે પંચ દિવ્ય પ્રગટ થયા. ત્યારે ગોશાલક પ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે-હે ભંતે! તમે મારા ધર્મચાર્ય હું તમારો-અંતેવાસી. આ સાંભળી પ્રભુ મૌન રહ્યા. ત્યારબાદ ભગવાનના બીજા, ત્રીજા, ચોથા માસક્ષમણમાં પણ પંચ દિવ્ય થાય છે. ફરીવાર ગોપાલક શિષ્યત્વની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન અનુમતિ આપતા નથી. હવે એકવાર વિહાર કરતા તલછોડ ફળવા વિશે ભગવાનના વચનમાં ગોશાલકને અશ્રધ્ધા થાય છે. તેણે તે તલછોડ ઉખેડીને ફેંકી દીધો છતાં તે તલના છોડમાં એક સીંગમાં સાત તલ ઉત્પન્ન થયા. એક વાર કૂર્મગ્રામ નગરમાં વૈશ્યાયન નામનો બાલ તપસ્વી છઠ્ઠ છઠ્ઠના તપ કરી સૂર્યની આતાપના લઈ વિચારી રહ્યો હતો ત્યારે ગોશાલક તે બાલ તપસ્વી પાસે જઈને કહેવા લાગ્યો કે શું તમે મુનિ છો, પાગલ છો કે જૂના આશ્રયદાતા છો? આવું બે ત્રણ વાર પૂછતા વૈશ્યાયને શરીરમાંથી તેજોલેશ્યા બહાર કાઢ્યું. ત્યારે ભગવાન મહાવીરે ગોશાલકના રક્ષણ માટે શીત લેશ્યાનો પ્રયોગ કર્યો. ત્યારબાદ ગોશાલક ભગવાન મહાવીર પાસે તેજોવેશ્યા શીખે છે. અને પરમાત્માથી છૂટો પડી વિચરે છે. બધે તે પોતે જિન છે અને મહાવીર મિથ્યા છે એમ કહેતો ફરે છે. ગોશાલક ભગવાન પર આક્રોશ કરે છે. પ્રભુ માટેના અનુરાગથી સર્વાનુભૂતિથી ગોશાલકનું વચન સહન ન થતા વચ્ચે બોલે છે અને ગોશાલક તેના ઉપર ગુસ્સે થઇ તેને ભસ્મ કરે છે. અને પાછો ભગવાનની નિંદા કરે છે. ભગવાન ગોશાલકને શીખામણ આપે છે. ત્યારે તે ભગવાન ઉપર તેજોવેશ્યા છોડે છે. એ તેજલેશ્યા પરમાત્માને પ્રદક્ષિણા ફરી પાછી ગોશાલકના શરીરમાં પ્રવેશી. ગોશાલક ભગવંતને કહેવા લાગ્યો જે છ માસના અંતે પિત્તજ્વરથી વ્યાપ્ત શરીરવાળા, દાહથી પીડાતા મૃત્યુ પામશો. ત્યારે ભગવાન મહાવીર ગોશાલકને આ પ્રમાણે કહ્યું, “હે ગોશાલક! તારા તપના તેજથી આક્રત થઈને હું છ મહિનાની અંદર કાળ નહિ કરું, હું બીજા સોળ વર્ષ સુધી જિનરૂપે સુખપૂર્વક વિહાર કરીશ, પણ તું તારા પોતાના તેજથી આક્રાંત થઈને સાત રાતની અંદર જ શરીરમાં પિત્તજવર પેદા થતાં યાવત્ છઘાવસ્થામાં જ કાળ કરીશ.' આમ, ગોશાલક જે કામ માટે આવ્યો હતો તે ન સધાતા નિ:શાસો નાંખતો ચાલી નીકળ્યો. તેના સંઘમા પણ ભેદ પડતા કેટલાક શ્રમણ ભગવાન મહાવીર પાસે 331
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy