SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે સમયે પાર્શ્વકુમાર તેમના સેવકને જલતા લાકડાને ચીરવાનું કહે છે. તે ચીરતા તેમાંથી અર્ધ બળેલ સર્પ બહાર નીકળે છે. પાર્શ્વકુમાર તેને નવકાર સંભળાવે છે. તે સર્પ મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે દેવ થાય છે. કમઠ તાપસ મૃત્યુ પામી અજ્ઞાન તપના કારણે ભવનવાસી મેઘનિકાયમાં મેઘમાળી દેવ થાય છે. પાર્શ્વકુમારના લગ્ન પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી સાથે થાય છે. સંસારમાંથી વિરક્તિ પામી પાર્શ્વકુમાર આશ્રમપદ ઉદ્યાનમાં ૩૦ વર્ષની ઉંમરે ગુજરાતી માગશર વદ અગ્યારસને દિવસે દીક્ષા લીધી. તીર્થંકરનો જીવ હોવાથી દીક્ષા સમયે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. દીક્ષા બાદ એકવાર તેઓ કાર્યોત્સર્ગમાં ઉભા હતા ત્યારે મેઘમાળી પૂર્વના વેરના કારણે જળનો ઉપસર્ગ કરે છે. પ્રભુને નાસિકા સુધી પાણી આવે છે છતાં તેઓ ધ્યાનથી ચલિત થતા નથી. એ સમયે ધરણેન્દ્ર દેવ તેમની મદદે આવે છે. તે પોતાની ફણાથી પ્રભુને ઉંચકી લે છે. મેઘમાળીએ આટલો ઉપસર્ગ કર્યા છતાં પ્રભુને માટે મેઘમાળી અને ધરણેન્દ્ર બંને માટે સમભાવ હોય છે. પ્રભુ ધ્યાનથી જરા પણ વિચલિત થતા નથી. દીક્ષા પછીના ૮૪મા દિવસે ઘાતીકર્મો ક્ષય થતાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ, વિચરતા વિચરતા જીવો ઉપર ઉપકાર કરતા પ્રભુ સમેતશિખરે આવે છે અને ૩૩ મુનિ સાથે અઠ્ઠમ તપ કરી ૭૦ વર્ષનો દીક્ષા પર્યાય એટલે કે ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામે છે. પાર્શ્વનાથ ભગવાનના ૧૦ ગણધર (૧)આર્યદત્ત (૨)આર્યઘોષ (૩)વિશિષ્ટ (૪)બ્રહ્મ (૫)સોમ (૬)શ્રીધર (૭)વીરસેન (૮)ભદ્રયશા (૯)જય (૧૦)વિજય જન્મઃ માગશર વદ દશમ, વિશાખા નક્ષત્ર, તુલા રાશિ. ૩ ૧૧ ८ સૂ ૧૦ ૧૨ શ عه の રા 310 ૧ ૬ ગુ ૪ ૨ ૫ 3
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy