SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન થતાં અપશુકન માની તેની ઉપર બાણ ફેંકે છે. મુનિ સર્વજીવોને ખમાવતા સમાધિ મરણ પામે છે. જ્યારે ભીલ ખુશ થાય છે કે એક જ બાણમાં મેં તેના પ્રાણ લીધા. તે મરીને સાતમી નરકમાં જાય છે. સાતમો ભવઃ- વજ્રનાભ મુનિ મૃત્યુ પામી ગ્રેવયકમાં લલિતાંગ નામે દેવ થાય છે. આઠમો ભવઃ- લલિતાંગ દેવનો જીવ આયુષ્ય પૂર્ણ થતાં પુરાણપુર નગરમાં કુલીશબાહુ રાજા અને સુદર્શના રાણીને ત્યાં પુત્ર સુવર્ણબાહુ તરીકે જન્મે છે. તે ચક્રવર્તી રૂપે ઉત્પન્ન થાય છે. ચૌવન અવસ્થા પામતા તેના લગ્ન પદ્મા રાણી તેમજ અનેક કન્યાઓ જોડે થાય છે. સુવર્ણબાહુને ચક્રરત્નની પ્રાપ્તિ થાય છે અને ષટ્યુંડ વિજેતા બને છે. એકવાર જગન્નાથ તીર્થંકરની દેશના સાંભળતા જાતિસ્મરણજ્ઞાન થાય છે અને દીક્ષા અંગીકાર કરે છે. તપ, ધ્યાન, જ્ઞાનમાં મન જોડી વીશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. એકવાર વિચરતા વિચરતા તે ક્ષીરપર્ણા અટવીમાં આવે છે. ત્યાં કુરંગડ ભીલનો જીવ સાતમી નરકમાંથી નીકળી સિંહ થયો હોય છે. જે મુનિને દેખતાં જ તેના ઉપર ત્રાટકે છે. મુનિ સમાધિમરણ પામે છે. સિંહ કાળક્રમે મૃત્યુ પામી દશ સાગરોપમની સ્થિતિએ નરકમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી પાછો તિર્યંચયોનિમાં બહુ વેદના ભોગવે છે. નવમો ભવઃ- સુવર્ણબાહુ મુનિનો જીવ મૃત્યુ પામી દશમા દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થાય છે. મરુભૂતિનો જીવ પૂર્ણ વિકાસની નજીક આવીને ઉભો રહ્યો. તે જગત ઉપર ઉપકાર કરવા દેવલોકમાં એકાંત આવાસમાં પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. દશમો ભવઃ- સુવર્ણબાહુ મુનિનો જીવ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં વારાણસી નગરીમાં ઇશ્વાકુ વંશના અશ્વસેનરાજા અને વામાદેવીને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે. તે તીર્થંકરનો જીવ હોવાથી જ્યારે તેઓ ગર્ભમાં હતા ત્યારે વામામાતા ૧૪ સ્વપ્ન જુએ છે. ગર્ભકાળ દરમ્યાન વામાદેવી સર્પના દર્શન કરે છે. આથી તેમનો જન્મ થતાં તેમનું નામ ‘પાર્શ્વ’ રાખવામાં આવે છે. પાર્શ્વ તીર્થંકરનો જીવ હોવાથી ગર્ભમાંથી જ ત્રણ જ્ઞાન છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન. સિંહનો જીવ કેટલાક ભવો રખડી કોઇ ગામમાં ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્ર તરીકે જન્મે છે જે મોટા થતા ગરીબીને કારણે વૈરાગ્ય થવાથી તાપસવ્રત ગ્રહણ કરે છે અને કમઠ તાપસના નામે પ્રસિધ્ધ થાય છે. એકવાર તે પંચાગ્નિ તપ કરે છે જેમાં (તેની ચારે બાજુ લાકડાથી અગ્નિ જલાવવામાં આવે છે. અને પાંચમો સૂર્યનો તાપ) આખું નગર આ કૌતુક જોવા ઉમટે છે. આ વખતે પાર્શ્વકુમાર મહેલના ઝરુખામાં બેઠેલા હોય છે તેમને આ તપની ખબર પડતાં ત્યાં જાય છે. કમઠને સમજાવે છે આ ખોટું છે. આમાં હિંસા છે. પરંતુ કમઠ ગુસ્સે થાય 309
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy