SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ • ઉગ્રસેન રાજાથી થયેલી ભૂલ અને માસક્ષમણના પારણા માટે આવેલ મુનિ ક્રોધ ચઢ્યા, નિયાણું કર્યું. મુનિએ કહ્યું આ તપના પ્રભાવે હું ભવોભવ તેનો વધ કરનારો થાઉં. • મુનિ મૃત્યુ પામી ઉગ્રસેન રાજાના પુત્ર તરીકે જન્મે છે. ગર્ભમાં આવે છે ત્યારે માતાને માંસ ખાવાનો દોહદ થાય છે. આ પુત્ર એટલે કંસ કંસના લગ્ન જીવયશા સાથે થાય છે. જીવયશા એકવાર મદિરામાં વશ થઇને મુનિને ગળે વળગી. મુનિએ કહ્યું જે નિમિત્ત ઉત્સવ છે. તેનો સાતમો ગર્ભ (એટલેકે દેવકીનો પુત્ર) તારા પતિનો હણનાર છે. આથી કંસે વસુદેવ પાસેથી વચન માગ્યું કે દેવકીનો સાતમો ગર્ભ મને સોંપવો. દેવકીના સાતમા પુત્રનો જન્મ થાય છે જેને વસુદેવ નંદના ઘરે ગોકુળમાં મૂકવામાં આવે છે. આ સાતમો પુત્ર એટલે કૃષ્ણ. એકમત પ્રમાણે તેને ૧૬૦૦૦ કન્યાઓ સાથે પરણ્યા. બીજા મત પ્રમાણે તેને ૮ રાણીઓ હતી. (૧)સત્યભામા (ર) રુકમણિ (૩)જાંબવતી (૪)સુસીમા (૫)લક્ષ્મણા (૬)ગૌરી (૭) પદ્માવતી (૮)ગાંધારી ગજસુકુમાલ મુનિ: દેવકીમાતા કંઈક અસ્વસ્થ જણાતા હતા. તેમનું મુખકાળ કરમાયેલાં પુષ્પ જેવું નિસ્તેજ લાગતું હતું. તેટલામાં શ્રીકૃષ્ણજી આવ્યા. માતાજીની ખિન્ન દશા નિહાળી તેમણે પૂછ્યું, “માતાજી! કેમ શું થયું? કયા વિચારોમાં છો? આટલા ઉદાસ કેમ લાગો છો ?' દેવકીજી બોલ્યા, “બેટા! સાત પુત્રોની માતા થયાં છતાંય એક પણ પુત્રને હું રમાડી ન શકી. એજ વાતનો મને ખેદ છે.'' છેવટે કૃષ્ણજીએ અઠ્ઠમની તપશ્ચર્યા દ્વારા દેવતાનું આરાધન કર્યું. દેવ પ્રસન્ન થયો. વરદાન માંગ્યું અને એક પુત્રની પ્રાપ્તિ થઈ તેનું નામ ગજસુકુમાલ પાડયુ. સુકોમળ કાયા, તેજસ્વી ભવ્યલલાટ, પ્રસન્ન વદન, ગજગામિની ચાલ, આ બધા કારણે તે સૌને ખૂબ વ્હાલો થઈ પડ્યો. માતા દેવકીજી તેને રમાડી રમાડી ખુશ થતા હતા. માતાના મનોરથ પૂર્ણ થતાં 303
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy