SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સુભૌમ ચિરતઃ- આઠમા ચક્રવર્તી સુભૌમના ચરિત્રનું આલેખન ૭ સર્ગોમાં થયું છે. કુલ ૮૪૧ શ્લોક છે. આ ચિરત્રમાં કવિએ કથા પ્રસંગો દ્વારા અભિમાન કરવાનું પરિણામ, નિદાનનું ફળ, અતિ લોભનું ફળ, નવકાર મંત્રનું મહાત્મ્ય દર્શાવ્યું છે. આ કૃતિના કર્તા ભટ્ટારક રત્નચન્દ્ર પ્રથમ છે. રચના કાળ સં.૧૬૮૩ ભાદરવા સુદ ૫ આપવામાં આવ્યો છે. પંડિત જગન્નાથકૃત ‘સુભૌમચરિત્ર’ નામની એક રચનાનો ઉલ્લેખ મળે છે. નવમા ચક્રવર્તી મહાપદ્મના ચરિત્રનું આલેખન કરતી કોઇ કૃતિનો ઉલ્લેખ મળતો નથી. દસમા ચક્રવર્તી હરિષણ ઉપર પ્રાકૃતમાં રચાયેલા હરિષેણ ચરિત્રના ઉલ્લેખ મળે છે. અગિયારમા ચક્રવર્તી ઉપર પ્રાકૃતમાં રચાયેલા જયચક્રી ચરિત્રનો ઉલ્લેખ મળે છે. બારમા ચક્રવર્તી ઉપર બ્રહ્મદત્ત ચક્રવર્તી કથાનક નામની રચનાનો ઉલ્લેખ મળે છે. નવ અર્ધચક્રવર્તી કે નવ વાસુદેવ ઉપર કેવળ કૃષ્ણ સિવાય અન્ય કોઇ ઉપર સ્વતંત્ર રચના મળતી નથી. કૃષ્ણચરિતઃ- આ ચરિત શ્રાધ્ધદિન કૃત્ય નામની કૃતિમાં દષ્ટાન્ત રૂપે દેવામાં આવ્યું છે. ત્યાંથી તેને સ્વતંત્રરૂપે લઇ તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં ૧૧૬૩ પ્રાકૃત ગાથા છે. તેમાં વસુદેવચરિત, કંસચરિત, ચારુદત્તચરિત, કૃષ્ણ-બલરામચરિત, રાજીમતીચરિત, નેમિનાથચરિત, દ્રૌપદીહરણ, દ્વારિકાદાહ, બલદેવદીક્ષા, નેમિનિર્વાણ, ભાવિ તીર્થંકર અમમ આદિના વર્ણન કરવામાં આવ્યા છે. આ રચના આખી કથાપ્રધાન છે. કથાનો આધાર વસુદેવહિણ્ડી અને જિનસેન કૃત હરિવંશપુરાણ છે. આ કૃતિના કર્તા તપગચ્છના દેવેન્દ્રસૂરિ છે. આ રચના ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં રચાઇ છે. જૈન રત્નચિંતામણિમાંથી ઋષભદેવ ભગવાનના એક પટ્ટચિત્રના આધારે તેમનું ચરિત્રઃ ૧૭ મી સદીનું જૈન પટ્ટચિત્ર જે શ્રીૠષભનાથના જીવનને આલેખે છે તે આધારે ઋષભદેવ.૧૪ આ ચિત્ર પટ્ટમાં ૧૬ પેનલોમાં ઋષભદેવ ભગવાનના જીવનનું વર્ણન છે. તેમા ર૧ દશ્યો છે. જેમાં ઋષભનાથની સિધ્ધિઓ પણ છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે મનુષ્ય પોતે જ પોતાના વર્તમાન અને ભાવિનો ઘડવૈયો 242
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy