SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી, વાસુદેવ પર લખાયેલી અન્ય કૃતિઓ : ભરતેશ્વરાક્ષુષ્ય કાવ્યઃ- આ કાવ્ય ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી ભરતના ઉદાત ચરિતનું આલેખન કરે છે. તેના કર્તા મહાકવિ આશાધર (વિ.સં.૧૨૩૭-૧૨૯૬) છે. બીજા ચક્રવર્તી સગરના જીવન ઉપર પ્રાકૃત કૃતિ ‘સગરચક્રી ચરિત'નો ઉલ્લેખ છે. તેનો સમય સં.૧૧૯૧ છે. તેના લેખક અજ્ઞાત છે. ત્રીજા ચક્રવર્તી મઘવાના જીવન ઉપર સ્વતંત્ર ચરિત ઉપલબ્ધ નથી. સનત્કુમાર ચિરતઃ- ચોથા ચક્રવર્તી સનન્કુમારના જીવન ઉપર પ્રાકૃત ભાષામાં રચાયેલ મોટી કૃતિ છે. તેનું પરિમાણ ૮૧૨૭ શ્લોક પ્રમાણ છે. આ ચિરતમાં નાયકના અદ્ભુત કાર્યોના વર્ણન પ્રસંગે કહ્યું છે કે એકવાર તે એક ઘોડા ઉપર બેઠા. તો ઘોડો ભાગીને ગાઢ જંગલમાં લઇ ગયો. ત્યાં તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો પરંતુ તે બધા ઉપર તેણે વિજય મેળવ્યો અને તેની વચમાં અનેક વિદ્યાધર પુત્રીઓ સાથે લગ્ન કર્યા. આ કૃતિના કર્તા શ્રીચન્દ્રસૂરિ છે. કૃતિની રચના સં.૧૯૧૪ આસો વદ ૭ બુધવારે થઇ હતી. પાંચમા, છઠ્ઠા અને સાતમા ચક્રવર્તી શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ છે. અર્થાત્ સોળમા, સત્તરમા અને અઢારમા તીર્થંકર છે. શાંતિનાથ પર ઘણા કવિઓએ ચરિત્ર રાસાઓ લખ્યા. તે નીચે મુજબ છે. ૧૩ શાંતિનાથ ચરિત્ર શાંતિનાથ રાસ શાંતિનાથ રાસ શાંતિનાથ રાસ શાંતિનાથ ચરિત બાલા શાંતિનાથ રાસ શાંતિનાથ રાસ શાંતિનાથ રાસ શાંતિનાથ રાસ શાંતિનાથ રાસ શાંતિનાથ રાસ શાંતિનાથ રાસ અજ્ઞાત જ્ઞાન સાગર રત્નવિજય ગણિ અજ્ઞાત લક્ષ્મીવિજય પ્રેમરત્ન દાનવિજય માણિક્યસોમ કેશરવિજય ગણિ રામવિજય વા. મુક્તિહંસ ખુશાલચંદ્ર 241 ૧૬૧૭ ૧૭૨૦ ૧૭૭૯ ૧૭૯૮ ૧૭૯૯ ૧૮૦૭ ૧૮૮૭ ૧૭૩૫ ૧૭૬૪ ૧૭૮૫ ૧૭૯૨ ૧૭૯૦
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy