SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કવિએ પ્રથમ પ્રસ્તાવનાં અંતિમ પદ્યોમાં આ રૂપકનો ખુલાસો કર્યો છે. અષ્ટમૂલપર્યન્ત’નગર એ તો આ સંસાર છે. અને નિપુણ્યક' અન્ય કોઈ નથી પણ કવિ પોતે જ છે. રાજા “સુસ્થિત’ જિનરાજ છે. તેનો “મહેલ' જૈન ધર્મ છે. ધર્મબોધકર” રસોઇયો ગુરૂ છે. અને તેની પુત્રી “તદ્દયા” તેની દયાદેષ્ટિ છે. જ્ઞાન જે આંજણ છે. સાચી શ્રધ્ધા જે “મુખશુધ્ધિકર જલ” અને સચ્ચરિત્ર જ “સ્વાદિષ્ટ ભોજન છે. “સબુધ્ધિ” જ પુણ્યનો માર્ગ છે અને ‘કાષ્ઠપાત્ર અને તેમાં રાખેલું ભોજન, મંજન અને અંજન આગળ વર્ણવવામાં આવેલ કથા અનુસાર છે. અનંતકાળથી વિદ્યમાન મનુજગતિ નામના નગરમાં ‘કર્મપરિણામ” નામનો રાજા રાજ કરે છે. તે ઘણો જ શક્તિશાળી, ક્રૂર તથા કઠોર દંડ દેનારો છે. તે પોતાના વિનોદને માટે ભવભ્રમણ નાટક કરાવે છે, તેમાં જાતજાતના રૂપ ધરી જગતના પ્રાણીઓ ભાગ લે છે. આ નાટકથી તે ઘણો ખુશ રહે છે અને તેની રાણી કાલપરિણતિ” પણ તેની સાથે આ નાટકનો રસ માણે છે. તેમને પુત્રની ઈચ્છા જાગે છે, પુત્ર જન્મતાં પિતા તરફથી તેનું નામ “ભવ્ય” અને માતા તરફથી તેનું નામ સુમતિ રાખવામાં આવે છે. તે જ નગરમાં ‘સદાગમ” નામના આચાર્ય છે. રાજા તેમનાથી ખૂબ ડરે છે. કારણકે તે તેના એ નાટકનો ભંગ કરે છે અને કેટલાય અભિનેતાઓને એ નાટકથી છોડાવી ‘નિવૃત્તિનગરમાં લઈ જઈ વસાવે છે. તે નગર રાજ્ય બહાર છે અને ત્યાં બધા આનંદમાં રહે છે. એકવાર “પ્રજ્ઞાવિશાલા” નામની દ્વારપાલી રાજકુમાર “ભવ્ય”ની મુલાકાત ‘સદાગમ” આચાર્ય સાથે કરવામાં સફળ થાય છે. અને સારા નસીબે રાજકુમારને તેમની પાસે શિક્ષણ લેવાની રજા પણ રાજારાણી આપી દે છે. એક વખત સદાગમ પોતાના ઉપદેશો બજારમાં દેતા હોય છે ત્યારે કોલાહલ સંભળાય છે. તે સમયે “સંસારીજીવ” નામનો ચોર પકડાય છે અને જ્યારે ન્યાયાલયમાં કોલાહલપૂર્વક તેને મોકલાય છે ત્યારે પ્રજ્ઞાવિશાલા” દયા લાવી તેને સદાગમ આચાર્યના આશ્રયે લાવી દે છે. ત્યાં તે મુક્ત થઈ પોતાની કથા નીચે મુજબ કહે છે. હું સૌ પ્રથમ સ્થાવર લોકમાં વનસ્પતિ રૂપે પેદા થયો અને “એકેન્દ્રિય નગરમાં રહેવા લાગ્યો અને ત્યાં પૃથ્વીકાય, જલકાય આદિ ગૃહોમાં ક્યારેક અહીં તો ક્યારેક તહીં રહેવા લાગ્યો. ત્યાર પછી નાના કીડી-મકોડા અને મોટા હાથી વગેરે તિર્યંચોમાં જભ્યો અને ભટક્યો. બહુ વખત સુધી દુઃખ ભોગવીને અંતે મનુષ્ય પર્યાયમાં રાજપુત્ર નન્ટિવર્ધન થયો. જો કે મારો એક અદૃષ્ટ મિત્ર પુણ્યોદય' હતો. જેનો હું આ સફળતાઓ માટે કૃતજ્ઞ છું, પરંતુ એક બીજા મિત્ર વૈશ્વાનરને કારણે હું માર્ગ ભૂલી ગયો. પરિણામે સારા સારા ગુરુઓ અને ઉપદેશોના બોધની મારા ઉપર કોઈ અસર ન થઇ. વૈશ્વાનરનો પ્રભાવ વધતો જ ગયો અને છેવટે તેણે રાજા દુબુધ્ધિ અને રાણી 184
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy