SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરામાં એક મેઘાવી, શ્રુતધર અને સમર્થ સાહિત્ય સર્જક બન્યા. એમની પ્રાણવાન પ્રતિભાના પરિચય માટે ‘ઉપમિતિ ભવ પ્રપંચ કથા’ નામનો ગ્રંથ જરૂરથી વાંચશો. આ કથામાં ચતુર્ગતિરૂપ સંસારનો વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કર્યો છે. उपमितिकृतो नरकतिर्यङ्नरामरगति - चतुष्करुपो भवः तस्य प्रपञ्चो यस्मिन् इति अर्थात् નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ ભવ-સંસારનો વિસ્તાર જે કથામાં-ઉપમિતિઉપમાનો વિષય બનાવાયો છે તે કથા ઉપમિતિભવ પ્રપંચકથા કહેવાય છે. સિધ્ધહિઁગણિએ પોતાના શબ્દોમાં તેને નીચે પ્રમાણે વર્ણવી છે. कथा शरीरमेतस्या नाम्नैव प्रतिपदितम् । भवप्रपञ्यो व्याजेन यतोऽस्यामुपमीयते ।। ५५॥ यतोऽनुभूयमानोद्धपि परोक्ष इव लक्ष्यते । अयं संसारविस्तारस्ततो व्याख्यानमर्हति ।। ५६ ।। આ ગ્રંથ આઠ પ્રસ્તાવોમાં વિભક્ત છે. એમાં ભવપ્રપંચની કથાની સાથે સાથે પ્રસંગવશ ન્યાય, દર્શન, આર્યુવેદ, જ્યોતિષ, સામુદ્રિક, નિમિત્તશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, ધાતુવિદ્યા, વિનોદ, વ્યાપાર, દુર્વ્યસન, યુધ્ધનીતિ, રાજનીતિ, નદી, નગર આદિના વર્ણનો પ્રચુર માત્રામાં કરવામાં આવ્યાં છે. કથાવસ્તુઃ- અઢષ્ટમૂલપર્યન્ત નગરમાં એક કુરૂપ દરિદ્ર ભિખારી રહેતો હતો. તે અનેક રોગોથી પીડાતો હતો. તેનું નામ ‘નિપુણ્યક' હતુ. ભીખમાં તેને જે કંઇ લૂખુસૂકું ભોજન મળતું હતું તેનાથી તેની ભૂખ મટતી ન હતી, ઊલટું વધતી જ જતી હતી. એકવાર તે, તે નગરના રાજા સુસ્થિતના મહેલે ભિક્ષા લેવા ગયો. ‘ધર્મબોધકર’ રસોઇયાએ તથા રાજાની પુત્રી ‘તદ્દયા' એ તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન આપ્યું. તેની આંખોમાં ‘વિમલાલોક’ અંજણ આંજ્યું અને તત્ત્વપ્રીતિકર જળથી તેની મુખશુધ્ધિ કરાવી. ધીમે ધીમે તે સ્વસ્થ થવા લાગ્યો. પરંતુ ઘણા વખત સુધી પોતાના પુરાણા અસ્વાસ્થ્યકર આહારને તે છોડી શકયો નહિ. ત્યારે પેલા રસોઇયાએ ‘સદ્ગુધ્ધિ’ નામની સેવિકાને તેની સેવામાં મૂકી, તેથી તેની ભોજન અશુધ્ધિ દૂર થઇ ગઇ અને આમ નિપુણ્યક સપુણ્યક બની ગયો. હવે તે પોતાને મળેલ ઔષધિનો લાભ બીજાને આપવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ તેને પહેલેથી જાણનારા લોકો તેનો વિશ્વાસ કરતા ન હતા. ત્યારે ‘સદ્ગુધ્ધિ’ સેવિકાએ સલાહ આપી કે પોતાની ત્રણે ઔષધિઓને કાષ્ઠ પાત્રમાં મૂકી રાજમહેલના આંગણામાં તે પાત્ર મૂકે જેથી પ્રત્યેક વ્યક્તિ તે પાત્રમાંથી ઔષધિનો લાભ સ્વયં લઇ શકે. 183
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy